________________
કલશ-૧૨૦
૭૩ આત્મા અનંત આનંદ અને શાંતિનો સાગર પ્રભુ છે.. એવો નિર્ણય જ્ઞાનની વર્તમાન દશામાં કરીને સ્વરૂપ તરફનો અખંડ ધારાપ્રવાહ અભ્યાસ કરે છે. અંતર્મુખ (જ્ઞાનમાં ) અખંડ ધારાપ્રવાહ અભ્યાસ કર. આહાહા ! કેમકે ભગવાન આત્મા નિરંતર અખંડ સ્વરૂપ છે. વસ્તુ અખંડ સ્વરૂપ છે તેથી તેનો અભ્યાસ ધારાપ્રવાહ જોઈએ એમ કહે છે. આહાહા! આ સમ્યગ્દર્શન માટેની વાત છે. શ્રાવકપણું જે પાંચમું ગુણસ્થાન એ તો બીજી ચીજ છે. મુનિપણું એ તો કોઈ અલૌકિક વાતું છે. બાપુ! અત્યારે તો એ મુનિપણું શું છે એ સાંભળવું ય મુશ્કેલ પડી જાય.. આવી ચીજ છે.
પ્રભુ આત્મા અંદર છે તે અખંડ ધારાપ્રવાહરૂપ વસ્તુ છે. એના અભ્યાસમાં અખંડ ધારાપ્રવાહ લગાવી દે! શું કહ્યું? ભગવાન ધ્રુવસ્વરૂપ, નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ છે. અખંડ ધારા નામ ધૃવધારા એમને એમ રહે છે. આવી ચીજને અખંડ ધારાપ્રવાહ અભ્યાસમાં લગાવી દે! આવી વાત છે પ્રભુ! આ તો ભગવાનના મહામંત્ર છે.
લોકો કહે કે – એકેન્દ્રિય, બેઇન્દ્રિયની દયા પાળો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો. તો ધર્મ થશે. ભાઈ ! તને વસ્તુની ખબર નથી. અહીં તો સમ્યગ્દર્શન કેમ થાય તે વાત છે. સમ્યક્ નામ સત્ય સાહેબ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે. તેની જેમ છે તેમ સત્યની પ્રતીતિ થવી એનું દર્શન થવું. ભગવાનના દર્શન થવા તે અલૌકિક ચીજ છે. પોતે ભગવાન છે હોં ! માટે કહ્યું ને – નિર્વિકલ્પ ચૈતન્યવહુ એ ભગવાન સ્વરૂપ આત્મા. ભગ નામ લક્ષ્મી અને વાન નામ સ્વરૂપ. જેનું જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એવો અંદર ભગવાન સ્વરૂપ પ્રભુ છે. આ કેમ બેસે!?
એક બીડી, બે બીડી સરખી પીવે ત્યારે તો પાયખાને જાય, આવા તો વ્યસન અને તેને કહેવું કે – આત્મા આવી છે. સવારે દોઢ-પાશેર ચા પીવે ત્યારે મગજ ઠેકાણે રહે. આજે સાંભળવા આવ્યો છું તો ચા પીધા વગર આવ્યો છું તેથી મારો મગજ ઠેકાણે નથી. આહાહા ! પ્રભુ! તું શું કહે છે!! આવા લોકોને એમ કહેવું કે – તું પ્રભુ આત્મા છો ને! તું કદી રાગરૂપે થયો નથી તું કદી પર્યાયમાં આવ્યો નથી એવું ભગવાનનું ચૈતન્યનું ચોંસલું છો.
ઘણીવાર દષ્ટાંત આપીએ છીએ કે – મુંબઈમાં વીસ-પચ્ચીસ મણની બરફની પાટુ હોય. પચાસ મણની બરફની પાટુ ખટારામાં પડી હોય. પચાસ હાથ લાંબી, દોઢ હાથ જોડી એવી બરફની પાટ છે. તેમ આ ભગવાન આનંદ અને શાંતિની મોટી પાટ છે. બરફની પાટ તો પરિમિત છે જ્યારે આ તો અપરિમિત સ્વભાવી છે. આહાહા ! એને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું? એ વાત કહે છે.
પહેલાં તો દ્રવ્ય ચીજ શું છે? ગુણ શું છે? પર્યાયમાં શું છે? રાગ શું છે? તેના નામ સૌ પહેલાં સમજવાં. એ સમજ્યા પછી દ્રવ્ય સ્વભાવમાં એકાગ્ર થવું તે સમ્યગ્દર્શન-ધર્મની પહેલી સીઢી પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
ગુરુ માર્ગ તો બતાવે પરંતુ કરવું એને છે ને ! શેઠ! પૈસા માટે કેટલી મહેતન કરી છે.