________________
७४
કલશામૃત ભાગ-૪ આખી જિંદગી તમાકુમાં કાઢી. કેટલા વર્ષ થયા તમને? તેરમી તારીખે ઓગણએંસી બેસશે કે એંસી ? આ શરીરની તો વાત ચાલે છે, ભગવાન તો અનાદિ અનંત છે.
આહાહા! ત્રણલોકનો નાથ ભગવાન અંદર બિરાજે છે. તેની સ્થિતિ અનાદિ અનંત છે. અહીં કહે છે કે – અનાદિ અનંત છે એવું અનુભવમાં-પ્રતીતમાં કેવી રીતે આવે છે. તો કહે છે કે – નિર્વિકલ્પ ચીજ પ્રત્યે એકાગ્ર એવ “પ્રાયન bયત્તિ સવ સર્વકાળ” આ ચાર શબ્દો પાઠમાં છે. ભાઈ ! આ તો મહામંત્રો છે. સર્પ કરડે પછી ઝેર ઉતારવા મંત્રો બોલે અને ઝેર ઊતરે કે ન ઊતરે એ વાત બીજી છે. આ તો મિથ્યાત્વ ઝેર ઊતરી જાય તેવા મંત્રો છે. મિથ્યાશ્રદ્ધાએ તો લોકોને મારી નાખ્યા છે. તે સાધુ-દિગમ્બર મુનિ થયો, પંચમહાવ્રત પાળ્યા પરંતુ રાગમાં ધર્મ છે એમ માન્યું, એ મહા મિથ્યા શ્રદ્ધા થઈ.
ચાર શબ્દ છે – “શુદ્ધનય” એટલે અભેદ નિર્વિકલ્પ ચૈતન્ય વસ્તુ. એ અખંડાનંદ વસ્તુમાં એકાગ્ર થવું તે વર્તમાન પર્યાય. ત્રિકાળી ધ્રુવ અનંતગુણનો પિંડ–દળ એ વસ્તુ, એમાં એકાગ્ર થવું તે પર્યાય. આહાહા! “રેવાપ્રણવ' એટલે નિશ્ચયથી એકાગ્રતા કરવી. “વનયત્તિ' અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરવો. એક જ્ઞાયકમૂર્તિના અનુભવનો અંતરમાં અખંડધારાએ અભ્યાસ કરવો. રાગથી ભિન્ન ભગવાનનો અભ્યાસ કરવો. નિશાળમાં અભ્યાસ કરે છે ને! અંગ્રેજી વિષય આદિનો (તે) અભ્યાસ તો પાપનો છે. અહીં કહે છે કે – આ એક અભ્યાસ તો કર પ્રભુ!
શ્રોતા- ઓલો અભ્યાસ ન કરે તો માર પડે ને?
ઉત્તર:- એ એમ કહે છે કે – આ અભ્યાસ નહીં કરે તો ચોરાસીના અવતારના માર પડે. બહારમાં પૈસા કરોડો રૂપિયા થયા. અમે દાન આપીએ છીએ તેથી દાનવીર. પેલો જૈનતિન કહેવાય છે.
આહાહા! બાપુ. જૈન શું એ સમજવું મહાકઠણ છે. જિન સ્વરૂપી ભગવાન તેને અનુભવમાં લેવું તે જૈન છે. આકરી વાત છે ભાઈ ! ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ પરમાત્માનું આ ફરમાન છે. ભાઈ ! તેં સાંભળ્યું નથી. તારી ચીજ તો અંતર અનંતજ્ઞાન, અનંતઆનંદનું મોટું દળ છે. જેમ બરફની પાટ હોય તેમ આ શાંતરસની અંદરમાં પાટ પડી છે. આહાહા! શાંતિ... શાંતિ.. શાંતિ.... શાંતિ.. શાંતિ એટલે અકષાય સ્વભાવ. એવા અકષાય સ્વભાવની તારા આત્મામાં પાટ ભરી છે, ભાઈ ! તને ખબર નથી.
જેમ વિરડામાંથી સ્વચ્છ પાણી મેળવે છે. નદીમાં રેતી હોય તેમાં ઊંડો ખાડો કરે તો પાણી નીકળે. ખાડામાં થોડું પાણી હોય પરંતુ તેમાંથી પાણી ભર્યા કરો તો પાણી આવ્યા જ કરે. તેમ ભગવાન આત્મા અનંત આનંદનો સાગર પ્રભુ છે. એમાં એકાગ્ર થતાં જે આનંદની ધારા આવે એ ધારા તૂટે નહીં. એ આનંદનો અખંડ અભ્યાસ છે. ત્રિલોકીનાથ પરમાત્મા, પોતાના આત્મામાં – નિજ સ્વરૂપમાં, અંદરમાં અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરે છે. તેમ