________________
૭ર
કલશામૃત ભાગ-૪ જ્ઞાનલક્ષણથી (આત્માને) લક્ષિત કરે છે. આહાહા ! અપૂર્વ વાતો છે.
પ્રશ્ન- ચિત્તમાં નિશ્ચય એટલે શ્રદ્ધા કરવી?
ઉત્તર- સમ્યજ્ઞાનની પર્યાયમાં નિર્ણય કરીને એમ ‘ચિત્ત” શબ્દ લેવું. વર્તમાન જે જ્ઞાનની પર્યાય છે તે ત્રિકાળીનું લક્ષણ છે, એ જ્ઞાન પર્યાયમાં નિર્ણય લાવીને. આ તો મંત્ર છે. તેણે અનંતકાળમાં કદી કર્યું નથી. વ્રત-તપ-જપ-ભક્તિ-પૂજા-દયા એ અનંતવાર કર્યા, એ તો રાગ છે.
અહીંયા તો કહે છે કે – રાગથી પણ રહિત છે. સૂક્ષ્મ વિકલ્પ ઊઠે છે તેનાથી પણ રહિત છે; નિર્વિકલ્પ કહ્યો ને !! આ આત્મા ચૈતન્યપૂર્ણ, અખંડ, અભેદ છે... એવી જે રાગની વૃત્તિ ઊઠે તેવા સમસ્ત રાગને છોડીને. આવો માર્ગ છે.
તારા અંતરનો માર્ગ શું છે તે ભગવાન જિનેન્દ્રદેવ કહે છે. આ વાત ક્યારેય સાંભળી નથી અને ક્યારેય સમજી નથી. અંદરમાં ભગવાન છે તે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં અનંત જ્ઞાન આદિ બેહદ વસ્તુ છે. વસ્તુ અને વસ્તુનો સ્વભાવ બેહદ છે. જે સ્વભાવ હોય એને મર્યાદા ન હોય. અમર્યાદિત જ્ઞાન, અમર્યાદિત દર્શન, અમર્યાદિત આનંદ, અમર્યાદિત વીર્ય એવી અનંત શક્તિઓ, સંખ્યાએ અમર્યાદિત અને સામર્થ્યથી અમર્યાદિત વસ્તુ છે.
આહાહા! શું કહે છે? આ ભગવાન આત્મા અમર્યાદિત શક્તિ એટલે અનંતશક્તિચીજ અને એક એક શક્તિથી અમર્યાદિત અનંત સ્વભાવ. આહાહા ! એવા આત્મામાં સર્વ વિકલ્પથી રહિત થઈને જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય કરાવી... આટલું કરવાનું છે. બહુ માર્ગ ઝીણો પ્રભુ! સમ્યગ્દર્શન ધર્મની વાત ચાલે છે. એ તો ધર્મની પહેલી સીઢી પહેલું પગથિયું છે. અરે! ચારગતિમાં રખડતો-રઝળતો દુઃખી છે. મિથ્યાત્વના મહાપાપથી પરિભ્રમણ કરતો તે દરિદ્ર અને મહાદુઃખી છે. એ દરિદ્રતા ટાળવા માટે પ્રભુમાં અનંત સંપદા પડી છે.
અહીં નિર્વિકલ્પ ચીજ કહી. આત્મામાં અનંત... અનંત લક્ષ્મી પડી છે. જ્ઞાનલક્ષ્મી, દર્શનલક્ષ્મી, આનંદ લક્ષ્મી, સ્વચ્છતા, વિભૂતા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, જીવત્વ, ચિતિ આદિ અનંત સંપદાની લક્ષ્મી ભરી પડી છે... એવો સંપદાવાન પ્રભુ છે. આવી ચીજનો ચિત્તમાં નિશ્ચય લાવીને... જ્ઞાનની પર્યાયમાં આવો નિર્ણય કરીને “અખંડિત ધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે.”
વનયન્તિ” અર્થાત્ અનુભવે છે – અભ્યાસ કરે છે. આહાહા ! હું આનંદ સ્વરૂપ અખંડ જ્ઞાયક પ્રભુ છું તેવો જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કરીને નિર્ણયમાં અખંડધારાપ્રવાહરૂપ આત્મા તરફનો ઝુકાવ કરીને. આ શ્લોક બહુ ઊંચો છે.
જિનેન્દ્રદેવ પરમાત્મા એમ ફરમાવે છે કે તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો શું કરવું? તેની રીત અને વિધિ શું? હજુ તો પ્રથમ સમ્યગ્દર્શનની વાત છે. આ આસવ અધિકાર છે તેથી સમ્યગ્દષ્ટિને આસ્રવ નથી એમ સિદ્ધ કરવું છે અને મિથ્યાષ્ટિને આગ્નવ છે તે સિદ્ધ કરવું છે.