________________
કલશ-૧૨૦
૭૧ આત્માઓ. “જીવ' એમ ન કહેતાં “આસન્ન ભવ્ય જીવો' એમ કહ્યું, “’ નો અર્થ એટલો કર્યો - લાયક ભવ્ય પ્રાણી. આહાહા! ધર્મ કરવો હોય તો શું કરવું! (તે કહે છે.)
(શુદ્ધનયમ) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્ય વસ્તુમાત્રનો,” શુદ્ધનયની વ્યાખ્યા જ આ કરી. આહાહા ! ભગવાન આત્મા અંદર શરીરથી ભિન્ન, કર્મથી જુદો, પુણ્યપાપના રાગાદિભાવથી જુદો, એક સમયની પર્યાયથી પણ જુદો એવો જે શુદ્ધનય, અહીંયા વસ્તુને શુદ્ધનય કહી છે. નય તે વિષયી છે અને સામેની ચીજ છે તે વિષય છે. નય છે તે સમ્યક શુદ્ધ ચૈતન્ય પરિણામ એવા જ્ઞાનનો અંશ છે. અને તેનો વિષય શુદ્ધ ચિદાનંદ પૂર્ણ ભગવાન આત્મા છે.
અહીંયા જે શુદ્ધનય કહ્યો તે ત્યાં ૧૧ મી ગાથામાં કહ્યો છે. “વવદરોડમૂલ્યો મૂલ્યો રેસિવો કુસુદ્ધાળો” બહુ ઝીણું બાપુ! આ આત્મા એક સમયમાં ભૂતાર્થ સત્યાર્થ પ્રભુ છે. તે અનંતગુણોનો સમુદાય છે. વસ્તુ છે તે વિકારથી રહિત અને પર્યાયથી પણ રહિત છે. એવો એક સમયમાં ભગવાન આત્મા નિર્વિકલ્પ અને ભેદથી રહિત છે. આ પર્યાયને આ દ્રવ્ય એવા ભેદ પણ જેમાં નથી. આ નિર્વિકલ્પની વ્યાખ્યા થઈ.
ભગવાન આત્મા અંદર પવિત્ર અને શુદ્ધ છે. શુદ્ધ કોણ છે? ચૈતન્ય આત્મા. કેવો છે? તો કહે છે – “વસ્તુમાત્ર” અર્થાત્ વસ્તુ.. વસ્તુ છે. જેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ વસેલા છે તે વસ્તુ છે. જેમાં અનંતજ્ઞાન-દર્શન આદિ છે એવો જે આ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન તેને અહીંયા શુદ્ધનય કહેવામાં આવે છે. રાત્રે પ્રશ્ન થયો હતો કે – શુદ્ધનય એટલે? અહીં વસ્તુને શુદ્ધનય કહી છે. હજુ તો ભાષા સમજવી કઠણ પડે!
અનંતકાળથી પોતાની ચીજ પરિપૂર્ણ અંદર પડી છે. અનંતજ્ઞાન - આનંદ આદિ ગુણનિધાન ભગવાન આત્મા અંદર છે. શક્તિએ તો પરમાત્મા સ્વરૂપ જ છે... અને સ્વરૂપે પરમાત્મા સ્વરૂપ જ છે. આવા આત્માને અહીંયા શુદ્ધનય કહેલ છે.
શુદ્ધનય અર્થાત્ એક અભેદ શુદ્ધ ચૈતન્ય વસ્તુમાત્ર. (g1શ્ચમ) એ ચીજમાં એકાગ્ર થવું. “સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો વિરોધ કરી” ગુણ-ગુણીના ભેદરૂપ કોઈપણ વિકલ્પ. ગુણી ભગવાન આત્મા છે તેમાં આનંદ આદિ અનંતગુણ તેવો ભેદ કરવો તે પણ વિકલ્પ છે – રાગ છે. એ વિકલ્પથી રહિત ચિત્ત થઈને. “સમસ્ત રાગાદિ વિકલ્પ' અર્થાત્ કોઈપણ રાગના વિકલ્પરૂપ વૃત્તિ ઊઠે છે, જેવી કે – દયા-દાન-વ્રત-ભક્તિના રાગનો સ્થૂળ વિકલ્પ. અંદરમાં ગુણી આત્મા છે તે શુદ્ધચૈતન્ય અખંડ છે, અભેદ છે એવી વૃત્તિ ઊઠાવવી તે પણ રાગ છે.
(૩) ચિત્તમાં નિશ્ચય લાવીને, (વ) એટલે નિશ્ચય અને ચિત્ત' શબ્દ જ્ઞાનની પર્યાય. આહાહા! ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ પ્રભુ છે અને તેનું લક્ષણ જ્ઞાન છે. અહા ! એ