________________
કલશ-૧૧૯
૬૯ કર્મબંધમાં ગણવામાં આવ્યા છે. જો મિથ્યાત્વ નથી એવા રાગ-દ્વેષને કર્મબંધનાં કારણમાં ગણવામાં આવ્યા નથી.
આહાહા!મિથ્યાત્વને કર્મના ઉદયનો સહારો છે. મિથ્યા શ્રદ્ધાની સાથે જે રાગ-દ્વેષ છે તે રાગ-દ્વેષને ગણવામાં આવ્યા છે. મિથ્યાત્વ જતાંમિથ્યા શ્રદ્ધાનો નાશ થતાં, પોતાના જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુની અંતરમાં દૃષ્ટિ થતાં, અનુભવમાં આવ્યા પછી ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ મોહના પરિણામ નથી. ચારિત્રમોહના ઉદયથી થતા અસ્થિરતાના પરિણામને અહીં ગણવામાં આવ્યા નથી.
સમ્યગ્દર્શન અને તેની અનુભવની પ્રધાનતાથી કથન છે. સાધકને રાગ-દ્વેષ આવે છે પણ તેને મિથ્યાત્વનો સહારો નથી. મિથ્યા શ્રદ્ધાના સહારાથી જે રાગ-દ્વેષ થાય છે તેને રાગવૈષ ગણવામાં આવ્યા છે. આવું વાંચી અને કોઈ એકાંત લઈ લ્ય કે જ્ઞાનીને બિલકુલ રાગ-દ્વેષ છે જ નહીં. ભાઈ ! કઈ અપેક્ષાએ વાત છે તે સમજ!
અહીંયા તો સમ્યગ્દર્શનના જોરમાં આત્માના આશ્રયના અનુભવમાં રાગ-દ્વેષ-મિથ્યાત્વ છે જ નહીં. તેને હવે રાગ દ્વેષ છે જ નહીં તેમ ગણવામાં આવ્યું છે. આહાહા ! રાગ દ્વેષ હોવા છતાં પણ જો મિથ્યાત્વ નથી તો એ રાગ-દ્વેષ તેને છે નહીં એમ કહે છે. આહાહા ! એકતાબુદ્ધિ નથી તો રાગ-દ્વેષ નથી. આ બધું આવું ઝીણું સમજવાનું છે.
આહાહા! રાગ-દ્વેષ-મોહ શબ્દ ત્યાં પરમાં સાવધાની લેવાનું મોહ” શબ્દ ત્યાં મિથ્યાત્વ ન લેવું. “ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહ પરિણામ હોતા નથી. અહીં મોહ” શબ્દ મિથ્યાત્વ લેવું. ચારિત્રમોહના સહારાના જેટલા રાગ-દ્વેષ છે એટલે કે પર તરફની સાવધાની એમ લેવું.
આ કારણથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહ પરિણામ હોતા નથી”. શ્રી જયસેન આચાર્યની ટીકામાં એમ લીધું કે- અહીંયા પંચમ ગુણસ્થાનથી ઉપરની વાત છે. ગૌણપણે સમ્યગ્દષ્ટિ લેવા પરંતુ મુખ્યપણે પંચમગુણસ્થાન ઉપરાંત સમ્યગ્દષ્ટિની વાત લેવી છે. ગૌણપણે સમ્યગ્દષ્ટિ તેમાં આવી જાય છે. આ બધી વાત જયસેન આચાર્યની ટીકામાં છે. સમ્યગ્દષ્ટિને રાગ દ્વેષ નથી. એ પંચમ ગુણસ્થાનથી ઉપરવાળાની વાત મુખ્યપણે કહેવામાં આવી છે. ગૌણપણે તો સમ્યગ્દષ્ટિને પણ મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ નથી. તેથી એનો નિષેધ કરવામાં આવ્યો છે. કેટલી અપેક્ષાથી વાત આવતી હોય.
છઠે ગુણસ્થાને જ્યાં વીતરાગી ચારિત્ર છે તે ત્રણ કષાયના અભાવપૂર્વક છે. એ મુનિ જંગલમાં રહે છે તેને ચારિત્રમોહનો રાગ ગણવામાં આવ્યો નથી. એટલે સમ્યગ્દષ્ટિને રાગ
ષ-મોહના પરિણામ થતા નથી. આવી વાત છે. ગૌણપણે ગણવામાં આવે છે, તેથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહના પરિણામ હોતા નથી. “મોહ” શબ્દ ત્યાં મિથ્યાત્વ ન લેવું. “માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ હોતો નથી.”