________________
કલશ-૧૧૯
૬૭
પણ તેમાં એકતાબુદ્ધિ નથી. રાગનો તેને રંગ ચડી જાતો નથી. તે રાગમાં રંજાય જાય છે તેમ નથી જ્ઞાની રાગથી ભિન્ન રહે છે.
વળી તેને ‘ઉદ્વેગ' નામ દ્વેષ પણ નથી હોતો. ધર્મીને વિપરીત અશુધ્ધતાના ભાવ વિધમાન નથી. તેને રાગમાં એકતાબુદ્ધિ નથી એ અપેક્ષાએ રાગ વિધમાન નથી. જ્ઞાનીને વિપરીત માન્યતા નથી એ કા૨ણે તેને વિકાર વિધમાન છે જ નહીં.
(ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી માટે રાગાદિક નથી ) સમ્યગ્દષ્ટિને કર્મના ઉદયનો રંગ ચડતો નથી, તેને રાગનો રસ ચડતો નથી. શુભરાગ આવે છે પણ તેમાં એકતાબુદ્ધિ થતી નથી તો અશુભમાં એકતાબુદ્ધિ કેવી ? ૫૨દ્રવ્ય મારા છે તેવી એકતાબુદ્ધિ અંદ૨માંથી ચાલી ગઈ છે. માર્ગ ભારે આકરો ભાઈ !
સમ્યગ્દષ્ટિ ધર્મી જીવને આત્માના આનંદનો અનુભવ થયો. એવો જૈની જીવ, કર્મના ઉદયમાં રંજાયમાન નથી થતો. તેથી તેને એ કારણે રાગાદિ નથી. રાગમાં એકતાબુદ્ધિ નથી. માટે રાગ તેનો નથી.
“તેથી સમ્યગ્દષ્ટિ જીવને જ્ઞાનાવ૨ણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી” એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને જ્ઞાનાવરણાદિનો બંધ નથી. તેને રાગમાં એકતાબુદ્ધિ નથી પરંતુ પૃથ્થક બુદ્ધિ હોવાથી ભેદજ્ઞાન વર્તે છે... એ કા૨ણે તેને રાગ છે જ નહીં અને બંધન છે જ નહીં.
“વ”નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે;’ ‘વ’નિશ્ચયથી દ્રવ્યનું સ્વરૂપ આવું જ છે. એક સમયમાં વિકા૨થી અંજાયમાનપણું છૂટી ગયું. રાગ મારો તેવી એક સમયની મિથ્યાબુદ્ધિ હતી. એક સમયની ભૂલ એવી પર્યાયબુદ્ધિનો, દ્રવ્યબુદ્ધિથી છેદ કરી દીધો છે. હું તો શાયક સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્યઘન છું એવી દ્રવ્યબુદ્ધિ દ્વારા પંચેન્દ્રિય વિષય સંસ્કારનો નાશ કર્યો છે... તે કા૨ણે તેને કર્મબંધ છે જ નહીં.
E
“દિ તે વન્યસ્ય હાર્ળમ્” કા૨ણકે રાગ-દ્વેષ-મોહ એવા અશુધ્ધ પરિણામ બંધના કા૨ણ છે” રાગ દ્વેષને મિથ્યાત્વ પરિણામ એ બંધનું કારણ છે. મિથ્યાત્વ રહિતના રાગ-દ્વેષ તે બંધનું કા૨ણ રહ્યું નહીં. આ તો સમ્યગ્દર્શનના જો૨ની વાત કરે છે.
એક બાજુ એમ કહે કે– સમ્યગ્દષ્ટિને બંધ નથી, બીજી બાજુ કહે કે– ચારિત્રનો દોષ છે એટલો બંધ છે. જે અપેક્ષાએ કહ્યું એ અપેક્ષાએ સમજવું. આ સ્યાદ્વાદ માર્ગ છે, અનેકાન્ત માર્ગ છે. દૃષ્ટિના જોરની અપેક્ષાએ રાગ છે જ નહીં અર્થાત્ રાગથી બંધ નથી પરંતુ અસ્થિરતાની અપેક્ષાએ રાગ છે અને રાગથી બંધ પણ છે. આહાહા ! આવી વાતું છે.
પ્રશ્ન:- રાગને બંધરૂપ કહ્યો તે ચારિત્રની અપેક્ષાએ કહ્યો છે?
ઉત્ત૨:- ચારિત્રની અપેક્ષાએ રાગ છે અને બંધ છે. દૃષ્ટિ અપેક્ષાએ એકતાબુદ્ધિ નથી તેથી રાગ નથી અને બંધ નથી.. એમ કહેવું છે. આહાહા ! આવો માર્ગ અરે ! તેણે કોઈ દિવસ નિર્ણય કર્યો નથી. વાસ્તવિક સ્વરૂપની યથાર્થતા શું છે એવી તેણે દ૨કા૨ કરી નથી. દુનિયાની હોશું તેમાં