________________
કલશ-૧૧૮
૬૫ આવે તો આખી વસ્તુ ફરી જાય છે. સમજમાં આવ્યું?
સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી. રાગની અવસ્થા હોવા છતાં તેનું સ્વામીપણું નથી, તેમાં પોતાપણું નથી. એ અપેક્ષાએ કર્મબંધ નથી એમ કહેવામાં આવે છે. “આવી અવસ્થા સમ્યગ્દષ્ટિ જીવને સર્વકાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે.” આત્માનો અનુભવ કરતાં... કરતાં... કરતાં કરતાં સર્વજ્ઞ પરમાત્મા થઈ જાય ત્યાં સુધી આવી અવસ્થા છે. શું આવી અવસ્થા હોય છે? આત્માનો અનુભવ પણ છે અને કર્મનો ઉદય પણ છે અને સંસ્કાર પણ છે અને તેનો થોડો થોડો નાશ પણ કરતો જાય છે.
“જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી- સાક્ષાત્ પરમાત્મા છે.” પહેલાં દૃષ્ટિએ પરમાત્મા થયા પછી પર્યાયમાં થોડા સંસ્કાર હતા તેને પણ ખપાવતો જાય છે. એને પણ ક્યાં સુધી ખપાવતો જાય છે? પૂર્ણ પરમાત્મા થાય ત્યાં સુધી બસ પરમાત્મા થયા પછી કાંઈ છે નહીં. સંસ્કાર નથી અને સંસ્કારનો નાશ કરવો તેમ પણ નથી. અરેરે ! આવી વાતું !
પહેલાં એકેન્દ્રિય, બેઇન્દ્રિયનું શીખતા હોય. એમાં આ વાત ક્યાંથી હોય! કોઈ ઝાઝા અપવાસ કરે તો એ અપવાસીનું તપસ્વીનું સન્માન કરે કે– આ મોટા તપસ્વી છે. ક્રિયાકાંડને અને રાગને ધર્મ માને છે તે મિથ્યાષ્ટિ છે. મેં આહાર છોડ્યો એવું જડનું અભિમાન કરે છે. વિકલ્પથી રહિત, રાગથી રહિત, શુદ્ધ ચિદાનંદ આત્મા દૃષ્ટિમાં ન આવ્યો અને શુદ્ધ પરિણમન ન થયું ત્યાં બધી વાત વ્યર્થ-ફોગટ છે. આહાહા ! અપવાસ કરે કે સામાયિક કરે કે પોષા કરે કે પડિમા લ્ય કે સંથારા કરે કે બે-બે મહિનાની સંલેખના કરે.. પણ તે બધા એકડા વિનાના મીંડા છે.
તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી- સાક્ષાત્ પરમાત્મા છે.” સાધકને હજુ થોડા સંસ્કાર છે તેનો નાશ કરતો જાય છે. આત્માનો અનુભવ પણ વર્તમાનમાં વર્તે છે અને (રાગ પણ છે) આવી દશા પૂર્ણતા ન થાય ત્યાં સુધી હોય છે. નિર્વાણ થયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. સંસ્કારે નથી તેનો નાશ કરવો તેમ પણ નહીં. એ પર્યાય તો હવે પૂર્ણ કૃતકૃત્ય થઈ ગઈ. વસ્તુ પૂર્ણાનંદનો નાથ કૃતકૃત્ય જ છે. જે વસ્તુ કૃતકૃત્ય છે તેને કાંઈ કરવું.. ફરવું છે જ નહીં. પર્યાયમાં જ્યાં પૂર્ણતા થઈ ગઈ તો કૃતકૃત્ય થઈ ગયો. જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી રાગ છે, અને એ રાગનો નાશ કરવાનો પણ છે એટલે કે આત્મામાં સ્થિરતા કરવી એમ ! આત્મામાં સ્થિરતા કરતાં રાગનો નાશ થાય છે. આવી રીતે સાધક જીવ છે ત્યાં સુધી થાય છે. નિર્વાણ થયા પછી શું કરવું? આહાહા ! પૂર્ણાનંદનો નાથ પર્યાયમાં કૃતકૃત્ય થઈ ગયો. જેમ દ્રવ્ય કૃતકૃત્ય છે તેમ પર્યાય કૃતકૃત્ય થઈ ગઈ. હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નહીં.
અહીંયા તો હજુ સાધકને રાગ છે. સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે તો રાગનો નાશ થઈ જાય છે. આવી રીત છે. નિર્વાણ થયા પછી કંઈ કરવાનું નથી. બાપુ! આ તો શાંતિથી