________________
૬૮
કલશામૃત ભાગ-૪ હરખાય ગયો. આ બહારના પુણ્ય ને પાપના ફળમાં હરખાય ગયો. તેને સન્નિપાત થઈ ગયો.
પ્રશ્ન:- માર્ગ દેખાડનાર ન મળે તો શું થાય?
ઉત્તર- એની દરકાર પોતે કરી નથી. આહાહા! સમવસરણમાં ભગવાન અનંતવાર મળ્યા, અનંતવાર વાણી સંભળાવી પરંતુ કેવળી આગળ રહી ગયો કોરો- લૂખો રહી ગયો. ત્યાં પણ તેણે પોતાની દરકાર કરી નહીં.
સમવસરણમાં અનંતવાર ગયો, સાક્ષાત્ ત્રણલોકના નાથના દર્શન કર્યા, વાણી સાંભળી, પૂજા કરી હીરાના થાળથી.. આવી રીતે પૂજા કરી. મણીરતનના દીવા અને કલ્પવૃક્ષના ફૂલથી જય હો પ્રભુનો કર્યું પરંતુ તેમાં શું મળ્યું ! રાગ મળ્યો. એ રાગમાં એકતાબુદ્ધિ તે મિથ્યાદેષ્ટિ છે. આકરી વાત છે બાપુ! ધર્મ અપૂર્વ વાત છે. લોકો માની બેસે કે- આ અપવાસ કર્યા સામાયિક કરી, પોષા કર્યા, પડિમા કરી તો થઈ ગયો ધર્મ તેમાં ધૂળમાંય ધર્મ નથી. મિથ્યાત્વનું પોષણ છે. રાગની મંદતામાં ધર્મ માને તો તે મિથ્યાષ્ટિ છે- તેમાં મિથ્યાત્વનું પોષણ છે.
દ્રવ્યનું સ્વરૂપ છે તે બંધનું કારણ નથી. ઉપર કહ્યું કે દ્રવ્યકર્મનો બંધ નથી તેવું જ નિશ્ચયથી દ્રવ્યનું સ્વરૂપ છે. આવા દ્રવ્યનું સ્વરૂપ ભૂલીને તે રાગ-દ્વેષ અને મોહના અશુધ્ધિ પરિણામ કરે છે તે બંધનું કારણ છે.
કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છેચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી;
જડકર્મનો ઉદય ભલે હો ! પરંતુ એ જડ કર્મના ઉદય માત્રથી બંધ થતો હોત તો ઉદય તો સદા રહે છે. શું કહે છે? જે જડ કર્મ પડ્યા છે તેનો પાક આવે છે. પાક તો કર્મમાં આવે છે ત્યારે તેમાં આત્મા જોડાય છે તો રાગ-દ્વેષ થાય છે, ઉપયોગને જો કર્મનાં ઉદયમાં ન લગાવે તો બંધ થતો નથી. આહાહા ! અટપટી વાતો છે.
અરેરે! અનંતકાળમાં તેણે કંઈ કર્યું નહીં. નગ્ન મુનિ જૈન સાધુ થયો આ વસ્ત્રવાળા દ્રવ્યલિંગી નહીં તે તો કુલિંગ છે. દ્રવ્યલિંગરૂપ નગ્નપણું અનંતવાર ધારણ કર્યું, પંચમહાવ્રત પણ અનંતવાર લીધા. પરંતુ તેનાથી શું મળ્યું? એ તો રાગ છે. રાગની એકતા બુદ્ધિમાં મિથ્યાત્વભાવ છે. આકરું કામ ભાઈ !
અહીં કહે છે કે- ચારિત્ર મોહના ઉદયમાત્રથી બંધ નથી થતો. એ ઉદયમાં જોડાય અને રાગ-દ્વેષને કરે તો બંધ થાય છે. ઉદયમાં જોડાય અને જીવના રાગ દ્વેષ-મોહ પરિણામ થાય છે તો કર્મબંધન થાય છે.
અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી” ગમે તેટલા ઉદય જડમાં હો તો તેનાથી શું? આ લાખ વાતની વાત છે. “રાગ-દ્વેષ-મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે” જુઓ ! આ મુદ્દાની રકમ છે. જેમાં મિથ્યાત્વ ભાવ છે તેવા રાગદ્વેષને