________________
૬૪
કલશામૃત ભાગ-૪ બહુ ઝીણી વાત છે ભાઈ !
ચોર્યાશીના અવતારમાં રખડી રખડીને હેરાન-દુઃખી છે. જેની દૃષ્ટિ રાગ અને પુણ્ય પર્યાય ઉપર તે મહાદુઃખી છે. એ હવે અહીંયા ગુલાંટ ખાય છે– પલટો મારે છે. આત્મા આનંદ સ્વરૂપ છે. પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનો અનુભવ થયો ત્યારથી રાગ સાથેની એકત્તાબુદ્ધિ છૂટી ગઈ. સાધકને સ્વભાવની એકતાબુદ્ધિ થઈ હોવા છતાં તેને પંચેન્દ્રિય વિષયના સંસ્કારની એટલે કે રાગની વિદ્યમાનતા છે. તે ચારિત્રનો દોષ છે.
મિથ્યાદેષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ દ્વેષ કરે છે” અજ્ઞાની કર્મના ઉદયને પોતાનો માનીને કરે છે. અજ્ઞાની ઈષ્ટ–અનિષ્ટ વિષય સામગ્રીને ભોગવતો થકો.. રાગ-દ્વેષનો કર્તા થાય છે. અહીં આ કળશમાં તો એમ સિદ્ધ કરવું છે કે- (જ્ઞાનીને અસ્થિરતાના) રાગવૈષ થાય તે સંસ્કારને લઈને થાય છે. રાગને કરવા લાયક જાણીને તે કરે છે એમ નથી.
માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દષ્ટિ જીવ નથી. સમ્યગ્દષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે” જોયું? પહેલાં કહ્યું કે- મિથ્યાદૃષ્ટિ આત્મ સ્વરૂપને જાણતો નથી. હવે કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. શુદ્ધ આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે, તેના અનુભવમાં તેને શાંતિનું વેદન છે. તે શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે. શરીર, કુટુંબ, કબીલા, લક્ષ્મી, આબરુ વગેરે કર્મનો ઉદય છે, તે મારી ચીજ નથી. એ જડ કર્મ-વેરીનું લશ્કર છે- દુશ્મનનું લશ્કર છે. પરમાં બધું- આબરુ, કીર્તિ, બાયડી, છોકરાં, હજીરા (મકાન ) એ બધું કર્મનો એટલે કે વેરીનો ફેલાવ છે, તે મારી ચીજ નથી તેમ ધર્મી જાણે છે. એમ કહે છે.
શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી” ઉદય આવે છે તેનો નાશ કરવાનો પ્રયત્ન પણ છે. તે ઉદાસીન હોવા છતાં રાગ આવી જાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી એ આ અપેક્ષાએ કહ્યું છે. પંચેન્દ્રિય વિષયના સંસ્કારને તે દુઃખરૂપ જાણે છે. કર્મનો ઉદય આવે છે તેને ખપાવે છે. જેટલો જેટલો આત્મા તરફ વળે છે તેટલા પ્રમાણે રાગનો નાશ થાય છે. જેટલો આત્મા તરફ ઝુકાવ છે એટલો એટલો રાગને ખપાવે છે નાશ કરે છે.
પહેલાં કહ્યું કે- સંસ્કારને કારણે રાગ થાય છે. હવે કહે છે તેને ખપાવે અર્થાત્ નાશ કરે છે. એક શેઠ એમ કહેતા હતા કે જ્ઞાની, ઉદય આવે તેને ખપાવે છે? ઉદય છે, તો હોય તેને ખપાવે કે ન હોય તેને? જેટલો જેટલો સ્વરૂપનો આશ્રય લ્ય છે તેટલા રાગનો નાશ થાય છે. આહાહા! રાગને ખપાવે છે તો રાગ છે કે નહીં? છે તેને ખપાવે છે કે જે ન હોય તેને ખપાવે ! આકરી વાત છે ભાઈ ! અહીંયા તો દરેકે દરેક વાતને જાણવી જોઈએ. એક પણ ન્યાયમાં ફેર