________________
કલશ-૧૧૮
૬૩ ખોલી નાખ્યા. પરંતુ હજુ પૂર્ણ ખજાનો બહાર નીકળ્યો નથી. સમજમાં આવ્યું?
શ્રોતા:- એકવાર ચાવી મળે પછી ખુલેને! ઉત્તર- સાધકને સમ્યગ્દર્શન છૂટતું નથી પરંતુ ચારિત્રદોષ હજુ બાકી છે તે વાત ચાલે છે. શ્રોતા:- કાયમ જ્ઞાનધારા રહે છે?
ઉત્તર:- કાયમ જ્ઞાનધારા રહે છે ને રાગધારા રહે છે. આ જ સમજવાનું છે. જેટલો આત્માનો અનુભવ થયો તેટલું તો શુદ્ધતાનું વેદન છે. પરંતુ હજુ પૂર્ણ શુદ્ધતા નથી તે કારણે વિષય સંસ્કાર પણ છે. પૂર્ણ શુદ્ધતા નથી તેથી તેને વિષય સંસ્કારનું વેદન છે, જો રાગનું વેદન ન હોય તો વીતરાગ થઈ જાય. હા, એ રાગના વેદનમાં સુખબુદ્ધિ થઈ જાય તો મિથ્યાદેષ્ટિ થઈ જાય.
પ્રશ્ન- જો રાગ-દ્વેષ કર્મનો દોષ નથી તો જીવનો દોષ પણ ક્યાં છે?
ઉત્તર- અરે ! અહીંયા પરની વાત છે? ( રાગને કરનારો) મહાપાપી છે. સમ્યગ્દષ્ટિ પણ જેટલું પાપનું સેવન કરે છે એટલો પાપી છે.
શ્રોતા- સાધક પાપ કરે અને તેને પુણ્ય થાય છે.
ઉત્તર- એ વાત બીજી અપેક્ષાએ છે. અહીંયા એ વાત નથી લેવી. અહીંયા તો સાધકને પૂર્ણ દશા પ્રગટ નથી થઈ તેથી તેને પંચેન્દ્રિય વિષય સંસ્કારનું વેદન છે. સમ્યગ્દર્શનના કાળમાં પણ તે પાંચ ઇન્દ્રિયના વિષયના સંસ્કારનો રાગ કરે છે–વેદે છે એમ લેવું છે. આહાહા! રાગને ન વેદતો હોય તો વીતરાગ થઈ જાય અને રાગમાં સુખબુદ્ધિ થઈ જાય તો મિથ્યાષ્ટિ થઈ જાય.
શ્રોતા:- તો તો જ્ઞાનીને દોષ જ નથી લાગતો.
ઉત્તર- એ વાત બીજી અપેક્ષાએ કહી છે. એ વાત તો દૃષ્ટિનું જોર બતાવવા કહી છે. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે તો હવે તેને ચારિત્ર અંગીકાર કરવાનું નથી એમ નથી. અહીંયા તો કહે છે કે- સમ્યગ્દષ્ટિને પણ ભોગની વાસના થાય છે. વાસના તે ચારિત્રનો દોષ છે... છતાં તેમાં સુખબુદ્ધિ નથી, તેમાં મજા છે એમ માનતો નથી, તેને તો ઝેર જાણે છે. મારી કમજોરીથી મારામાં પાંચ ઇન્દ્રિયના વિષયનો રોગ થાય છે. અહીંયા તો વીતરાગ માર્ગ છે.
શ્રોતા:- દરેક અપેક્ષા સમજવી જોઈએ.
ઉત્તર- જે જે અપેક્ષા જ્યાં હોય તેમ સમજવું જોઈએ. એક બાજુ કહે- જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. બીજી બાજુ કહે- જ્ઞાનીને ભોગ છે જ નહીં, તે તો આનંદનો ભોગી છે. એક બાજુ કહે કે- જ્ઞાનનો ભોગ છે. રાગનો ભોગ છે ત્યાં ચારિત્રનો દોષ બતાવવો છે. એ રાગ થયો છે તે કોઈ કર્મના કારણે થયો નથી, પરંતુ પોતાના કારણે થયો છે.
આ કળશમાં કહ્યું કે- સાધકને પંચેન્દ્રિય વિષયના સંસ્કાર વિદ્યમાન છે. એમ ન કહ્યું કેકર્મને લઈને સંસ્કાર થાય છે. ત્રણ બોલ લીધા- (૧) કર્મ સત્તામાં પડ્યા છે, (૨) એ કર્મપ્રકૃતિનો ઉદય-પાક આવે છે, (૩) આત્મામાં પંચેન્દ્રિયના સંસ્કાર છે તે પોતાથી થયા છે.