________________
કલશ-૧૧૮
૬૧
આહાહા! આ આત્માને જ્યાં શુદ્ધ અનાકુળ અતીન્દ્રિય સ્વરૂપનો અનુભવ થયો, પ્રતીત થઈ તો સમ્યકરૂપે પરિણમન થયું. પરંતુ તે હજુ વીતરાગ નથી થયો તેથી તે કારણે ચારિત્રમોહનો રાગ થાય છે. ચારિત્રમોહ કર્મ સત્તામાં પડયું છે. તે ત્રણ કષાયની પ્રકૃત્તિ સહિત છે. એ પ્રકૃત્તિનો ઉદય એટલે વિપાક પણ છે. એ વિપાકથી ત્યાં ઉત્પન્ન થયેલા પંચેન્દ્રિયના વિષયના સંસ્કાર પણ છે. ઉદયનાં કારણે નહીં.
શું કહે છે? ફરીથી... ઉદય પણ વિધમાન છે, પંચેન્દ્રિય વિષય સંસ્કાર પણ વિદ્યમાન છે. સમકિતીને કર્મનો ઉદય છે. એ ઉદય જડમાં આવ્યો. પરંતુ અહીંયા આત્માની પર્યાયમાં પણ પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે. એટલે કે ચારિત્રદોષના સંસ્કાર છે એમ કહે છે. અરે....! આવી વાત!
ચારિત્ર મોહકર્મની સત્તા છે, તે કર્મનો ઉદય પણ છે. અને સંસ્કાર પોતાથી છે. પાંચ ઇન્દ્રિય વિષયના સંસ્કાર છે તે ચારિત્રમોહના નિમિત્તના લક્ષે છે. એ સંસ્કાર કર્મને લઈને નથી. સમ્યગ્દર્શન થયું. અનુભવ થતાં તેને વિષયની રુચિમાં સુખબુદ્ધિ હતી તે ચાલી ગઈ પરંતુ વિષયની વાસનાના સંસ્કાર ગયા નહીં. કેમકે તે ચારિત્રનો દોષ છે તેથી એ ગયો નહીં. આનો તો અભ્યાસ જોઈએ. એલ.એલ.બી. અને બી. એ. ભણવા માટે દશ-વીસ વર્ષ કાઢે છે ને તેમ આનો અભ્યાસ કરે તો સમજાય!
- આ આત્મા મહાન પ્રભુ છે. એટલું તો આવ્યું હતું ને- “અપ્પા સો પરમપ્પા” આ આત્મા છે તે પરમાત્મા છે. જે પરમાત્મા થઈ ગયા તે વ્યક્તરૂપે થઈ ગયા. આ ભગવાન આત્મા પરમ આત્મા, પરમ સ્વરૂપ, પરમ પરિણામિક-જ્ઞાયકભાવ સ્વરૂપ છે, બધા આત્માઓ આવા છે. આવા પરમાત્મ સ્વરૂપની દૃષ્ટિ થઈ અને દૃષ્ટિપૂર્વક સમ્યક્ પરિણમન થયું તેનું નામ સમ્યગ્દર્શન છે. તેને ધર્મની પહેલી સીઢી કહેવામાં આવે છે. આવી સ્થિતિ હોવા છતાં તેને હજુ ચારિત્ર મોહકર્મ જડ છે તે સત્તામાં વિધમાન છે. તેને ઉદયમાં વિપાકમાં પણ ચારિત્રમોહનો ઉદય આવે છે. જ્યારે આત્મામાં પાંચ ઇન્દ્રિયના વિષયના સંસ્કાર પોતાનાથી છે.
અહીંયા સમ્યગ્દર્શન છે અને સાથે પંચેન્દ્રિય વિષયના સંસ્કાર પણ છે, બન્ને છે. સમ્યગ્દષ્ટિને અંતર ભાન હોવા છતાં પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે તેમ સિદ્ધ કરવું છે. તેને પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે માટે તે આત્માને ભૂલી જાય છે તેમ નથી. તેને આત્મા તો દૃષ્ટિમાં રહે છે. મુખ્ય છે તેમ તરવરે છે. ધ્રુવમાં દૃષ્ટિ પડી છે તે હવે ધ્રુવમાંથી ખસતી નથી. પરંતુ પર્યાયમાં પંચેન્દ્રિય વિષયના સંસ્કાર ઊભા છે. (ત્રણ કષાયનું) દુઃખ છે તેમાં આત્માને તે ભૂલી જાય છે તેમ નથી. તેને દ્રવ્યનું તો જ્ઞાન ને ભાન છે. પરંતુ સ્વરૂપની સ્થિરતા નથી. અનંતાનુબંધીનો ભાવ ગયો તેટલી સ્થિરતા છે. બીજા કષાયની અસ્થિરતાનો ભાવ સમ્યગ્દષ્ટિધર્મીને છે. આત્મજ્ઞાનીને પણ ચારિત્ર મોહનીયના નિમિત્તે પોતાનામાં પાંચ ઇન્દ્રિયના વિષયના સંસ્કાર ઉભા છે. આહાહા! વિષયની આસકિત ઊભી છે પરંતુ વિષયમાંથી સુખબુદ્ધિ ચાલી