________________
૫૯
કલશ-૧૧૮ મિથ્યાષ્ટિ” (૨૭૭ શ્લોક) પર્યાય નયથી મિથ્યાષ્ટિ એટલે કે જેની દૃષ્ટિ પર્યાય ઉપર અને રાગ ઉપર છે તે મિથ્યાષ્ટિ છે અને જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે તે સમ્યગ્દષ્ટિ છે. પ્રવચન નં. ૧૧૬
તા. ૮/૧૦/૭૭ કળશ ટીકાનો ૧૧૮ કળશનો ભાવાર્થ છે.
સમયમ અનુસરન્ત: લપિ” સમયે સમયે અખંડિત ધારાપ્રવાહરૂપ ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી.”
અનાદિ કાળનો કોઈ મિથ્યાષ્ટિ જીવ તેણે નિગોદથી માંડીને અનંત અનંત ભવ કર્યા. એ મિથ્યાષ્ટિની અનાદિ કાળથી પર્યાય બુદ્ધિ છે. તેની રુચિ વર્તમાન જ્ઞાનની વિકાસરૂપ એક સમયની અવસ્થા ઉપર છે. દયાદાન-વ્રત-ભક્તિ આદિનો જે શુભરાગ તેનાં ઉપર તેની રુચિ છે. એને પર્યાયબુદ્ધિ મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે.
“ભાવાર્થ આમ છે–કોઈ અનાદિ કાળનો મિથ્યાષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો” અનાદિ કાળનો મિથ્યાષ્ટિ જીવ, પોતાના સ્વભાવના પુરુષાર્થથી કાળલબ્ધિને પ્રાપ્ત કરતો થકો એટલે કે અનંતગુણ રત્નાકર પ્રભુ એવું પોતાનું નિધાન, એ નિધાન ઉપર નજર કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે. પોતાના પુરુષાર્થથી કાળલબ્ધિ પાકી એમ કહે છે. કાળલબ્ધિ પાકી તેમાં સાથે પુરુષાર્થ પણ આવ્યો... એકલી કાળલબ્ધિથી કાર્ય થયું છે એમ નથી.
(૧) પુરુષાર્થની કાળ લબ્ધિ, (૨) સ્વભાવની કાળલબ્ધિ, (૩) ભવિતવ્યતાની કાળલબ્ધિ, (૪) કાળની કાળલબ્ધિ, (૫) નિમિત્તના અભાવની કાળલબ્ધિ, આ રીતે એક સાથે પાંચે બોલ છે.. સમજમાં આવ્યું?
આહાહા? જેની અનાદિ કાળથી વર્તમાન, વર્તમાન પર્યાય એટલે પ્રગટ અંશ એવા રાગાદિ વિકાર-વિકલ્પ તેના ઉપર જેની દૃષ્ટિ છે તે મિથ્યાષ્ટિ છે. આકરી વાત છે. અનંતગુણથી ભરેલ નિધાન સામાન્ય ધ્રુવ ચૈતન્ય વસ્તુ તેના ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શનમાં સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
પર્યાયબુદ્ધિમાં સંસાર અને રાગની પ્રાપ્તિ હતી. અનાદિ કાળથી પર્યાયબુદ્ધિમાં તેને વર્તમાન પર્યાય-રાગના અંશ ઉપર દૃષ્ટિ છે તે મિથ્યાષ્ટિ છે, તે જીવ અનંત સંસારમાં રખડવાવાળો છે. એવો જીવ હવે ગુંલાટ ખાય છે કે એક સમયની પર્યાય જેટલો હું નથી. હું તો પૂર્ણ પરમાત્મ સ્વરૂપ છું, પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છું. પરંતુ આ વાત તેને અભ્યાસ વિના અને અંતર્મુખ થયા વિના બેસે નહીં.