________________
૫૮
કલશામૃત ભાગ-૪ વિધમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે-“યદ્યપિ પૂર્વવદ્ધ: પ્રત્યયા: દ્રવ્યપા: સત્તા ન હિ વિનતિ” જોકે એમ પણ છે કે સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષ રૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે [દ્રવ્યરુપ: પ્રત્યયા:] મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ” સમકિત હોવા પૂર્વે જીવ મિથ્યાષ્ટિ હતો, અને ત્યારે કર્મ બંધન હતું. હવે સમકિત થયું છે છતાં હજુ અંદર થોડા પરિણામ બાકી છે. તે ક્ષાયિક ન થાય ત્યાં સુધી છે.
મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે સ્થિતિબંધરૂપે જીવના પ્રદેશોમાં વિદ્યમાન છે.” મિથ્યાત્વ છે તેનો અર્થ શું? સમકિત થયું છે પરંતુ ક્ષાયિક નથી થયું તેથી અંદર હજુ પ્રકૃત્તિ પડી છે. આ વાત વર્તમાન સમકિતીની છે ને! ક્ષયોપશમ સમકિત છે તેને પણ (મિથ્યાત્વ) કર્મ પ્રકૃત્તિ સત્તામાં પડી છે. ઉદય આવે છે તો ક્ષય થઈ જાય છે. સમકિતીને ચારિત્રમોહનો ઉદય આવે છે, એ રાગનો ઉદય આવીને ખરી જાય છે. તેમ ગણવામાં આવ્યો છે.
આહાહા! દ્રવ્યરૂપસ્થિતિબંધરૂપ થઈને જીવના પ્રદેશોમાં તે કર્મરૂપ વિધમાન છે એવા પોતાના અસ્તિત્વને છોડતા નથી” સમ્યગ્દષ્ટિને કર્મના પરમાણું હો અને તેની સ્થિતિ પણ હોય તેવા કાળે તે પોતાના સ્વરૂપને છોડતો નથી. અનેક કર્મ સત્તામાં પડયા છે તો ઉદય પણ આવે છે. “સમયમ અનુસરન્ત: પિ” સમયે સમયે અખંડિતધારા પ્રવાહરૂપ ઉદય પણ દે છે; તો પણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી” એ ઉદય પરમાં છે, મારામાં નથી. આવું હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી. આમાં હજુ ગરબડ કરે. સમ્યગ્દષ્ટિ કોને કહેવાય એની ખબર નથી ! આ દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા અને તેને માન્યા તે સમકિત અને તેને જાણ્યા તે જ્ઞાન અને વ્રત-તપ કરો એ ચારિત્ર ધૂળમાંય નથી સાંભળને !
શ્રોતા-આ પંચમકાળ છે તેથી.
ઉત્તર- પંચમકાળ છે તેથી શું છે? આ શીરો થાય છે લોટનો, સાકરનો અને ઘીનો, તો પંચમકાળમાં શું માટીનો શીરો થાય છે? શું ઘીની જગ્યાએ પાણી નાખે છે? લોટની જગ્યાએ ધૂળ નાખે છે? સાકરની જગ્યાએ અફીણ નાખે છે? પંચમ આરાનો હલવો હોય કે ચોથા આરાનો હોય પરંતુ હલવો તો હલવો છે.
પંચમઆરો છે તો શું છે? પંચમઆરાના તિર્યંચનું સમકિત અને સિદ્ધનું સમકિત બન્નેનું સમકિત સરખું છે. શું સમકિતમાં ફેર છે? ફેર તો સ્વરૂપની રમણતા અર્થાત્ ચારિત્રમાં છે.
ભાવાર્થ આમ છે–કોઈ અનાદિ કાળનો મિથ્યાદેષ્ટિ જીવ” અનાદિકાળથી પુણ્યપાપના ભાવનો કર્તા થઈને મિથ્યાદેષ્ટિ થયો. સ્વભાવ ઉપરથી દષ્ટિ હઠાવી અને વિકારના પરિણામ ઉપર દૃષ્ટિ હોવાથી તેને અનાદિથી પર્યાયબુદ્ધિ થવાથી તે મિથ્યાષ્ટિ હતો. આહાહા પર્યાય દૃષ્ટિ તે મિથ્યાષ્ટિ તેમ આવ્યું હતું ને? પાછળના શ્લોકમાં આવ્યું હતું કે “પર્યાય બુદ્ધિ