________________
૫૬
કલશામૃત ભાગ-૪ અર્થાત્ તે મારા છે એવી બુદ્ધિ છૂટી ગઈ છે. તે પહેલાં દરજ્જાનો ધર્મી સમકિતી છે. પુણ્ય ને પાપમાંથી પ્રેમ એટલે રાગ છૂટી ગયો છે. કેમકે પુણ્ય ને પાપના ભાવ ઝેર છે—કાળો નાગ છે. જેમ કાળો નાગ દેખીને ડરે તેમ પુણ્ય ને પાપના ભાવ ધર્મીને કાળા નાગ જેવા દેખાય છે. આહાહા! આવી વાતો સાંભળવા મળે નહીં. અરેરે... વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકીનાથ પરમેશ્વરનો આ પોકાર છે.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને પુણ્ય પ્રકૃતિમાં અનુભાગ અધિક પડે છે?
ઉત્તર:- હા, વિશેષ પડે છે. છતાં તેની ઈચ્છા નથી. કેમકે તેની રુચિ છૂટી ગઈ છે ને! તેઓ માને છે કે- આ ચીજ મારી નથી મારામાં નથી, તે મારી ચીજમાં નથી, મારી મીઠાશમાં નથી, પરમાં હો તો હો ! મારામાં નથી, આવા કારણે તેને બંધ થતો નથી.
“જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ પ્રીતિરૂપ પરિણામ, દુષ્ટ પરિણામ, પુદ્ગલ દ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ એવા ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે,” આ કારણ છે, આ કારણે આવું કહ્યું છે. ભાઈ ! સમ્યગ્દર્શન શું ચીજ છે. તે લોકોને ખબર ન મળે અને એના વિના વ્રત ને તપ ને અપવાસ કરે અને તેનાથી ધર્મ થઈ જાય તેમ માને) ધૂળેય ધર્મ નથી થતો, એ તો રખડી મરવાના છે.
અહીંયા કહે છે કે- ધર્મીને-સમ્યગ્દષ્ટિને, પુણ્ય પાપના પુદ્ગલ પરિણામમાંથી આત્મબુદ્ધિ ઊડી ગઈ છે. તેને દયા-દાન-વ્રતના પરિણામ આવે છે પરંતુ તે મારા છે તેવી આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. એ પુણ્યના ફળમાં પાછળથી આ ધૂળ, ચક્રવર્તીના રાજ આદિ મળે પણ તેની આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. હું તો એકલો આનંદસ્વરૂપ છું. મારી ચીજ મારામાં છે, બહારની ચીજ બહારમાં છે, તે મારામાં નથી. આવું અંતર અંદરમાં પડી ગયું છે.
ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે” ત્રણેય અર્થાત્ પુણ્યના ભાવનો પ્રેમ-રાગ-દ્વેષનો ભાવ, મોહભાવ એવા સર્વ વિકલ્પથી આત્મબુદ્ધિ હટી ગઈ છે. આવા ત્રણેય વિપરીત પરિણામોથી રહિતપણું એવું કારણ છે.
“તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ કર્મ બંધનો કર્તા નથી” છ ખંડનું રાજ્ય હો! છન્નુ હજાર સ્ત્રી હો ! પણ તેને તેમાંથી મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ છે, તો રાખે છે કેમ? તે રાખતો જ નથી. પોતાનામાં એ છે જ નહીં. જિનની વીતરાગની આવી વાતો બીજે ક્યાંય છે નહીં. જેને પુષ્ય ને પાપનો પ્રેમ, દ્વેષ છૂટી ગયો એટલે જે વિપરીત બુદ્ધિ હતી કે–પરવસ્તુ મારી, રાગ મારો એવી બુદ્ધિ તેને ન શોભે.
સાધકને રાગ આવે છે પણ તેનો કર્તા થતો નથી. એને તો રાગ જ્ઞાતાનું પરશેય થઈ ગયું. રાગ પરશેય થઈ ગયું તો મારામાં આસ્રવ આવ્યો તે રહ્યું ક્યાં? એ અપેક્ષાએ તેને બંધ નથી તેમ કહ્યું છે. સાધકને રાગની રુચિ-સ્વામીપણું છૂટી ગયું છે પરંતુ જેટલી અસ્થિરતા, આસકિત છે તેટલો આસવ છે અને તેટલો બંધ પણ છે. એને ગૌણ કરીને “નથી' એમ