________________
૫૪
કલશામૃત ભાગ-૪ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ રાગ આવે તેનો પણ જ્ઞાતા છે. એ રાગને સમકિતીએ પરણેયમાં નાખી દીધો છે. સમજમાં આવ્યું?
કદાચિત્ કોઈ પણ નયથી” જુઓ! વ્યવહારનયથી નહીં. આત્માનું સમ્યગ્દર્શન શું ચીજ છે તેની અજ્ઞાનીને ખબર નથી. અનંતકાળમાં અનંતવાર તે દિગમ્બર જૈન સાધુ થયો, અઠ્ઠાવીસ મૂળ ગુણ પાળ્યા પરંતુ અંદરમાં રાગના વિકલ્પનો પ્રેમ છૂટયો નહીં, તેની રુચિ છૂટી નહીં. તો કાંઈ જ છૂટયું નહીં. જ્યારે જ્ઞાનીને રાગની રુચિ અને આખી દુનિયાની સુચિ છૂટી ગઈ છે, સર્વે સંયોગ હોવા છતાં.... તેનાથી છૂટી ગયો છે. આવી વાતો છે. દિશા ફરતાં તેની દશા ફરી ગઈ. સમકિતીની દશા ફરી ગઈ. સમકિતીની દિશા પોતાની વસ્તુમાં થઈ હોવાથી તેની દશા ફરી ગઈ છે. ધ્રુવ ચૈતન્ય આનંદનો નાથ પ્રભુ છે તેની પર સમકિતીની દૃષ્ટિ પડી છે. તે મારું સત્ છે, રાગાદિ મારા ત્રિકાળમાં છે જ નહીં. આવી દૃષ્ટિની અપેક્ષાએ તેને આસ્રવ ને બંધ કોઈ નથી કહેવામાં આવતા નથી.
“જ્ઞાનાવરણાદિરૂપ પુગલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન થતું નથી.” નવા નવા કર્મબંધ તેને થતાં નથી. સમકિતીને જ્ઞાનાવરણાદિ કર્મનું આવરણ આવતું નથી. આહાહા ! નિરાવરણ અને અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ છે. એવા આનંદમાં એકતા થઈ, આનંદનો પ્રેમી થયો તેને જ્ઞાનાવરણાદિ કર્મ આવતા નથી. કારણકે જ્ઞાનાવરણાદિ કર્મ આવે એવા ભાવ તેને છે જ નહીં. જે અલ્પ રાગાદિ ભાવ છે તેનો પ્રેમ અને રૂચિ નથી. એ રાગાદિ પોતાનાથી ભિન્ન છે તેમ જાણે છે.
“અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ-દ્વેષ પરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે;” શું કહે છે જુઓ! સમકિતીને અંદર ત્રણ કષાયના ભાવવાળો રાગ છે. પંચમ ગુણસ્થાને બે કષાયવાળો અને છઠે એક કષાયનો એવો રાગ છે. તો જીવને એટલો અલ્પબંધ છે. રાગ-દ્વેષના અબુદ્ધિપૂર્વકના પરિણામથી બંધ થતો હતો પણ તે અલ્પ બંધ થતો હતો. મિથ્યાત્વમાં જે અનંત સંસારનો બંધ હતો તે હવે નથી. પછી તે દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ થાય અને તે પરિણામ મારા છે એવી દૃષ્ટિ મિથ્યાષ્ટિની હોવાથી તે અનંતસંસારના (પરિભ્રમણમાં) કામ આવતા હતા. આહાહા! આવી વાતો!
આહાહા! દુનિયા બિચારી ક્યાં પડી છે? ૨ખળતાં ભિખારી છે. આહાહા ! આ લાવ... આ લાવ.. બાયડી લાવ, આબરૂ લાવ, પૈસા લાવ, મકાન કરો.. અરેરે. પ્રભુ તું ક્યાં ગયો! તારામાં અનંત સંપદા પડી છે ને નાથ! તારી સંપદાનો અખૂટ ખજાનો છે. એનો તને પ્રેમ નહીં, રુચિ નહીં, આશ્રય નહીં, અવલંબન નહીં અને જે તારી ચીજમાં નથી એવા દયા-દાનવ્રતના પરિણામમાં તારી રુચિ છે. એ રાગનું આલંબન તે જ મિથ્યાત્વ છે. બસ, તે જ આગ્નવ બંધનું કારણ છે. સમકિતીને તેવો બંધ છે જ નહીં. અલ્પ રાગ છે તો અલ્પ સ્થિતિ આદિનો બંધ છે તે કહે છે.