________________
૫૨
કલશામૃત ભાગ-૪ વવદરોડમૂલ્યો' પર્યાયમાત્ર અસત્યાર્થ છે. એમ કહ્યું. અને “મૂલ્યો સિવો ; સુદ્ધાગો” એ ભૂતાર્થ સત્ય સાહેબ! પૂર્ણાનંદનો નાથ તે એક સત્ય છે, પર્યાય માત્રને અસત્યાર્થ કહ્યું તે પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને અસત્ય કહ્યું. મુખ્ય વસ્તુને મુખ્ય કરીને, નિશ્ચય કરીને સત્ય કહ્યું. તેમ અહીંયા સમ્યગ્દષ્ટિને મુખ્ય તેને સ્વભાવનો આશ્રય છે. તે કારણે તેને રાગ-દ્વેષ, કર્મ પણ હોવા છતાં તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું?
કોઈ એકાન્ત પકડી લે કે સમ્યગ્દર્શન થયું તો હવે તેને આસ્રવ બંધ છે જ નહીં, તો તો સ્વચ્છંદી થઈ જશે. આસ્રવ બંધ તો દસમાં ગુણસ્થાન સુધી છે.
શ્રોતા- પોતાના સ્વભાવ ) માં નથી.
ઉત્તરઃ- પોતાનામાં છે જ નહીં. પરમાં છે પણ તેનું સ્વામીપણું નથી. તેને સ્વામીપણું સ્વભાવનું છે... એ અપેક્ષાએ અહીં કથન કરેલ છે. કર્મ છે, વિકાર થાય છે, સામગ્રી પણ છે પરંતુ તેનું સ્વામીપણું નથી તે કારણે તેને આસ્રવ નથી તેમ કહ્યું છે. તેને સામગ્રી નથી, તે ચારિત્ર મોહ અપેક્ષાએ રાગને કરતો છતાં કરતો નથી, ભોગવવા છતાં ભોક્તા નથી તેમ કહેવામાં આવ્યું છે. આહાહા ! આકરી વાતું! વીતરાગનો ધર્મ બહુ ઝીણો છે. અત્યારે તો જૈનના નામે કંઈકને કંઈક ચલાવે છે.
અહીંયા તો કહે છે–વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા છે. “જિન સોહી આત્મા” વીતરાગ સ્વરૂપી પરમાત્મા છે. એમ જ્યાં પ્રતીતમાં શ્રદ્ધામાં, જ્ઞાનમાં, અનુભવમાં આવ્યું તો એ સમકિતીએ પૂર્વે જે મિથ્યાત્વ સંબંધી કર્મ બાંધ્યા હતા તે મોજૂદ છે, અને તેની સ્થિતિ પણ છે, અને તેના ફળમાં સામગ્રી પણ છે, અને તે સામગ્રીનો ભોક્તા પણ દેખાય છે છતાં તેને ગૌણ કરીને તેને આસ્રવ છે નહીં; બંધન છે નહીં તેમ કહેવામાં આવ્યું છે. અહીં સમ્યગ્દર્શનના મહાભ્યની મુખ્યતા દેખાડી છે. આહાહા ! આવું ક્યાં સમજવા જાય? એક બાજુ સંસારના પાપના ધંધા એમાં નવરાશ ન મળે અને (કદાચિત ) નવરો થાય તો આવી વાત સાંભળવા મળે નહીં ! અરે તે ક્યાં જશે? તેનું શું થશે? કાંઈ ખબર ન મળે ! અને પાછો એકાન્ત તાણી જાય કે સમ્યગ્દષ્ટિ થયો તો તેને આસ્રવ ને બંધ નથી.
- દશમા ગુણસ્થાને આસ્રવ ને બંધ છે ને? અહીં તો દૃષ્ટિની મુખ્યતાએ સમકિતીની વાત છે. સમકિત થયું તેનું સ્વામીપણું આત્મામાં ગણીને, અહીંયાની ચીજમાં તેનું સ્વામીપણું નથી એમ તેને આસ્રવ ને બંધ નથી. એને જે આસ્રવ ને બંધ છે તે કર્મધારામાં જાય છે. એ કર્મધારાને જ્ઞાની (જ્ઞાનના) શેય પણે જાણવાવાળો છે. એ અપેક્ષા અહીં લેવામાં આવી છે. બહુ મોટું કામ.
- રાગ છોડી આખી જિંદગી બ્રહ્મચર્ય પાળતો હોય પરંતુ રાગના પ્રેમમાં મિથ્યાષ્ટિ પૂર્ણ આસ્રવ અને બંધમાં પડ્યો છે. અને સમકિતી છન્નુ હજાર સ્ત્રીઓના ભોગમાં દેખાય