________________
કલશ-૧૧૮
૫૧ ”િ(સમયમ) સમયે સમયે અખંડિતધારાપ્રવાહરૂપ (અનુસરન્ત: 19) ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે-કોઈ અનાદિ કાળનો મિથ્યાદેષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો, ચારિત્રમોહકર્મની સત્તા વિદ્યમાન છે, ઉદય પણ વિદ્યમાન છે, પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિદ્યમાન છે, ભોગવે પણ છે, ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે; તોપણ જે રીતે મિથ્યાષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ-દ્વેષ કરે છે, માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દષ્ટિ જીવ નથી. સમ્યગ્દષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે, શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી. આવી અવસ્થા સમ્યગ્દષ્ટિ જીવને સર્વ કાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે. જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથીસાક્ષાત્ પરમાત્મા છે. ૬-૧૧૮.
કળશ નં. – ૧૧૮: ઉપર પ્રવચન પ્રવચન ને. ૧૧૫–૧૧૬
તા. ૦૭-૦૮/૧૦/૭૭ આમાંથી કોઈ લોકો એમ લે કે સમકિતીને બિલકુલ બંધ નથી, દુઃખ નથી. ( તો એમ નથી.) અહીંયા તો અનંત સંસારનું કારણ એવા રાગ-દ્વેષ અને તેના ફળ છૂટી ગયા છે. હવે તેને અલ્પ સંસાર છે તેને ગૌણ કરી ને (તેને ગણ્યો નથી).
જેમ ત્રિકાળી (જ્ઞાયક) ચીજને સત્ય કહી, મુખ્ય કરી અને “છે” તેમ કહ્યું. અને પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને “નથી' એમ કહ્યું, શું કહ્યું? ભૂતાર્થ જે ભગવાન આત્મા! એક સમયમાં ત્રિકાળી આત્મબળ તે સત્ય છે એમ કહ્યું અને પર્યાય છે છતાં તેને ગૌણ કરીને “નથી' એમ કહ્યું. તેમ અહીંયા પણ “રાગ નથી તેમ કહ્યું; તો એમ નથી. સમજમાં આવ્યું?
ભગવાન આત્મા ! એક સમયમાં અનંતગુણ રત્નાકર પ્રભુ છે. તેને સત્ય કહ્યો અને તેની પર્યાય છે. તે પછી નિર્મળ પર્યાય હો ! તો પણ ત્યાં અસત્ય કહી છે નહીં' એમ કહ્યું. એટલે કે ગૌણ કરીને છે નહીં” એમ કહ્યું. એમ અહીં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનું અંતર છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષનો નાશ થયો તે કારણે (નિરાસ્ત્રવ કહ્યો) સમકિતીને અસ્થિરતાનો રાગ છે તેને ગૌણ કરીને નથી” એમ કહેવામાં આવ્યું. સમજમાં આવ્યું? આવી વાતો છે. તેને સમજવાની દરકાર ક્યાં?
ભગવાન આત્મા એક સમયમાં નિત્યાનંદ પ્રભુ “વત્વમ' ભૂતાર્થ છે.