________________
કલશ-૧૧૮
૪૯
છે” આટલી આવી સામગ્રી અને દેવોએ બનાવેલાં મોટા મહેલ હોય તેમાંના એક હીરાની કિંમત અબજોની હોય એવા એવા મોટા મહેલ હોય... તેમાં તે રહે છે. ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. તો કહે છે કે—સમ્યગ્દષ્ટિ આવી સામગ્રીમાં પડેલા દેખાય છે અને તેના ભોકતા પણ દેખાય છે ને ? આટલી સામગ્રી (મધ્યે ) રહેતા તે નિરાસ્ત્રવ કેમ હોય છે ? આવો કોઈ પ્રશ્ન કરે છે. આહાહા ! સમ્યગ્દર્શન શું ચીજ છે અને મિથ્યાર્દષ્ટિની કેટલી હિનતા છે તે લોકોને ખબર નથી. ઝીણી વાત છે ભાઈ !
આહા ! પુણ્ય અને દયા-દાન-વ્રતના પરિણામમાં ધર્મ છે એવી જેની માન્યતા છે તે મિથ્યાષ્ટિ છે. હજારો રાણીઓનો ત્યાગ કરી મુનિ થયો પરંતુ અંદ૨માં રાગની રુચિ અને રાગનો પ્રેમ છે, તેને ભગવાન આનંદનો પ્રેમ છૂટી ગયો છે. એ મિથ્યાર્દષ્ટિ એક ટંક ખાય કે મહિના મહિનાના ઉપવાસ કરે તો પણ તેને આસ્રવ સહિત ગણવામાં આવ્યો છે. તેને મિથ્યાશ્રદ્ધા છે તે કારણે આસવમાં ગણવામાં આવ્યો છે. આવીને આવી સામગ્રીમાં સમકિતી જીવ ઉદાસ છે. તેને સારી દુનિયાથી અને ૫૨માંથી પ્રેમ છૂટી ગયો છે. જેની પર્યાય બુદ્ધિ જ છૂટી ગઈ છે. આત્માનો એક અંશ પ્રગટયો છે તેની પણ રુચિ છૂટી ગઈ છે. જ્યાં ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ પ્રભુ ! તેનો અનુભવ થયો અને એ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, ત્યાં આગળ આવી સામગ્રી હોવા છતાં તેમાંથી સ્વાદની બુદ્ધિ છૂટી ગઈ છે. એ સ—૨સ છે તેવો રસ ન રહ્યો. સમજમાં આવ્યું ?
“द्रव्यप्रत्ययसन्ततौ सर्वस्याम् एव जीवन्त्यां ज्ञानी नित्यम् निरास्त्रवः कुतः कवना પ્રદેશોમાં પરિણમ્યું છે પુદ્ગલપિંડરૂપ અનેક પ્રકા૨નું મોહનીયકર્મ, તેની સંતતિ– સ્થિતિબંધરૂપ ઘણા કાળ પર્યંત જીવના પ્રદેશોમાં રહેવું તે” આત્માના પ્રદેશોમાં કર્મની સ્થિતિ પણ રહે છે અને તું કહે છે કે જ્ઞાની સદા નિરાસ્ત્રવ છે ? સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ શું છે ? ઝીણી વાત બાપુ !
લોકો બહા૨થી માની લ્યે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે સમકિત છે અને હવે વ્રતને તપ કરો (તે ચારિત્ર ) આવું માનનાર બિલકુલ મિથ્યાર્દષ્ટિ મૂઢ છે. સમ્યગ્દષ્ટિને શુભભાવ આવે છે પરંતુ તેને કાળા નાગ જેવો ઝેર જેવો દેખાય છે. જ્યારે અજ્ઞાનીને અશુભ રાગમાં પણ રસ અને મીઠાશ... મીઠાશ છે. આહા ! દૃષ્ટિ ફેરે સૃષ્ટિ કેવી ઉત્પન્ન થાય છે તેની અલૌકિક વાત છે. અહીંયા કહે છે કે—પ્રભુ આપ તો સમકિતીને નિરાસ્ત્રવ કહો છો ને ? તેના આત્માના પ્રદેશ ઉપર આઠ કર્મ પડયા છે અને તેની સ્થિતિ ત્યાં રહેશે. “જેટલી હોત, જેવી હોત તેટલી જ છે, વિધમાન છે, તેવી જ છે નિશ્ચયથી; તોપણ સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે શું વિચારીને કહ્યું ? આવું હોવા છતાં પણ સર્વકાળ, સર્વથા પુણ્ય-પાપના ભાવ તેને છે જ નહીં, તેનું ફળ પણ તેને છે જ નહીં... આવું કેમ કહ્યું ? આહાહા ! મિથ્યાર્દષ્ટિની દિશા પર ઉપર છે એટલે તેની દશામાં મિથ્યાત્વભાવ છે.