________________
કલશ-૧૧૭
૪૭.
કળશ નં. - ૧૧૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૫
તા. ૦૭/૧૦/'૭૭ પૂર્ણાનંદ સ્વરૂપ જ્ઞાનમાં જાણવામાં આવ્યું ત્યારે તેની દૃષ્ટિમાં પુણ્ય-પાપના ભાવની રુચિ છૂટી ગઈ. અને પુણ્ય-પાપના ફળમાંથી પણ રુચિ છૂટી ગઈ. સમ્યગ્દર્શનની અપેક્ષાએ તેનું પરિણમન તો શુદ્ધ છે. હવે તેને અશુધ્ધ પરિણમનની મીઠાશ ચાલી ગઈ અને અશુધ્ધ પરિણામના ફળરૂપ સંયોગી ચીજ તેની મીઠાશ પણ છૂટી ગઈ. ધર્મી જીવને સ્વરૂપના આનંદમાં મીઠાશ આવે છે, જ્યારે અજ્ઞાનીને પુષ્ય ને પાપના ભાવ અને સંયોગી ભાવમાં અને તેનાં ફળમાં મીઠાશ આવે છે. આહાહા ! આટલી દિશા ફેરથી દશા ફરી ગઈ છે.
મિથ્યાદૃષ્ટિની દશામાં પુણ્ય-પાપના ભાવ મારા છે એવું માનીને તે કરે છે અને ભોગવે છે. અને એ પુણ્ય આદિના ફળમાં, સંપદામાં મીઠાશ-પ્રેમ કરે છે. મિથ્યાદેષ્ટિને પોતાની સ્વસંપદાની તો ખબર નથી. હવે સમ્યગ્દષ્ટિ થયો તો તેને એનો પ્રેમ ઊડી ગયો. સમ્યગ્દર્શન થતાં પરની અને રાગની મીઠાશ ઊડી ગઈ. એ કારણે તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું?
શિષ્યનો પ્રશ્ન છે કે- સમ્યગ્દષ્ટિને તો બધું છે ને! અને તમે કહો છો કે તે આસ્રવ રહિત છે. આસ્રવ રહિત છે. અહીં કોઈ આશંકા કરે છે- આશંકાનો અર્થ કે- આપ કહો છો તે ખોટું છે તેમ નથી પરંતુ આપ શું કહો છો તે મારી સમજમાં આવતું નથી. તેનું નામ આશંકા છે.
“સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા નિરાસ્ત્રવ કહ્યો અને એમ જ છે,” તેને પુણ્ય-પાપનો આસ્રવ છે જ નહીં, એ એમ જ છે એમ કહે છે. કેમકે પુણ્યના અર્થાત્ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ તે મારા છે અને તેનાથી મને લાભ છે એવું મિથ્યાષ્ટિપણું હતું એ મિથ્યાષ્ટિપણું સમ્યગ્દષ્ટિ થતાં ઊડી ગયું. એ પુણ્ય ને પાપ હોવા છતાં અને એ.. પુણ્ય ને પાપના ફળરૂપ સંયોગ હોવા છતાં તેને તેમાંથી મીઠાશ છૂટી ગઈ છે અર્થાત્ સ્વામીપણું છૂટી ગયું છે. વાત બહુ ઝીણી અને માર્ગ પણ ઝીણો ભાઈ !
ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હોય તો પણ તે મારી ચીજ નથી. તે મારામાં નથી. અને હું તેમાં નથી. હું જ્યાં છું ત્યાં તો જ્ઞાન ને આનંદ ને શાંતિ પડી છે. આહાહા ! આવી સમ્યગ્દષ્ટિની દષ્ટિ હોવાથી તેને નિરાસ્ત્રવ કહ્યો છે. ( શિષ્યને આશંકા છે) કે તેને નિરાસ્ત્રવ કેવી રીતે કહ્યો?
सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ।
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।।५-११७।। સાધકને હજુ રાગ છે, પુણ્ય છે, એ ભાવો તો આવે છે, વળી કર્મ પણ વિધમાન છે અને તેઓ પુણ્યની સામગ્રીને ભોગવતા પણ દેખાય છે તો પછી તે સર્વથા નિરાસ્ત્રવ કેવી રીતે છે?