________________
૪૬
કલશામૃત ભાગ-૪
હોતો થકો.” જુઓ ! જ્ઞાનસ્વરૂપમાં જ્ઞાતાદેષ્ટા થઈને હવે જ્ઞાતાદૃષ્ટા... જ્ઞાતાદેષ્ટાનો અનુભવ અર્થાત્ પરિણમન કરતાં... કરતાં પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. સમજમાં આવ્યું ?
ભાવાર્થ આમ છે-જ્ઞાનનું ખંડિતપણું એ કે તે રાગ-દ્વેષ સાથે મળેલું છે. જ્ઞાનમાં ખંડ– ખંડ જે થાય છે તે રાગ-દ્વેષને કા૨ણે થાય છે. ખંડ-ખંડ જ્ઞાન રાગ-દ્વેષ સાથે મળેલું છે. જ્ઞાનીને રાગ-દ્વેષ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે.” રાગ-દ્વેષનો પછીથી નાશ થઈ અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અપૂર્ણ જ્ઞાન છે તો રાગના કારણે જ્ઞાન ખંડ–ખંડ થાય છે છતાં જ્ઞાનીને તો રાગનું જ્ઞાન છે તેથી તેને ખંડ નથી એમ કહે છે. જ્ઞાનમાં ખંડ ન આવ્યો અને એ જ્ઞાન અખંડનો અનુભવ કરતું... કરતું પૂર્ણ જ્ઞાન થઈ જાશે... અર્થાત્ કેવળજ્ઞાન થઈ જશે તેને જ્ઞાનનું પૂર્ણ જ્ઞાન કહેવાય છે.
“આવો હોતો થકો સમ્યગ્દષ્ટિ જીવ નિરાવ હોય છે.” આ કારણે જ્ઞાની પૂરો નિરાસ્રવ થઈ જાય છે. આસ્રવ અધિકાર છે ને ? જ્યારે બિલકુલ આસ્રવ રહિત પૂર્ણ જ્ઞાન દશા થાય છે ત્યારે નિરાસ્રવ થઈ જાય છે. સાધકને જ્યાં સુધી આસ્રવ છે ત્યાં સુધી તે આસ્રવનો જ્ઞાતાદેષ્ટા છે. તે જાણવાવાળો છે અને કરવાવાળો ને ભોગવવાવાળો તે નથી.
(અનુષ્ટુપ ) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्र त्ययसन्ततौ।
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः ।।५-११७।।
ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ આશંકા કરે છે-સમ્યક્ટેષ્ટિ જીવ સર્વથા નિરાસ્રવ કહ્યો, અને એમ જ છે, પરંતુ જ્ઞાનાવરણાદિદ્રવ્યપિંડ જેવો હતો તેવો જ વિધમાન છે તથા તે કર્મના ઉદયે નાના પ્રકારની ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, તથા તે કર્મના ઉદયે નાના પ્રકારનાં સુખ-દુઃખને ભોગવે છે, ઇન્દ્રિય-શ૨ી૨સંબંધી ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, સમ્યગ્દષ્ટિ જીવ તે સામગ્રીને ભોગવે પણ છે; આટલી સામગ્રી હોવા છતાં નિરાસવપણું કઈ રીતે ઘટે છે? એવો કોઈ પ્રશ્ન કરે છે-“દ્રવ્યપ્રત્યયસન્તતો સર્વસ્થામ્ વ નીવન્ત્યાં જ્ઞાની નિત્યમ્ નિરાવ: તા:” (દ્રવ્યપ્રત્યય) જીવના પ્રદેશોમાં પરિણમ્યું છે પુદ્ગલપિંડરૂપ અનેક પ્રકારનું મોહનીયકર્મ, તેની (સન્નતાૌ) સંતતિસ્થિતિબંધરૂપ ઘણા કાળ પર્યન્ત જીવના પ્રદેશોમાં રહેવું તે-( સર્વસ્યામ્) જેટલી હોત, જેવી હોત, ( નીવન્ત્યાં) તેટલી જ છે,વિધમાન છે, તેવી જ છે (વ)નિશ્ચયથી; તોપણ (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (નિત્યમ્ નિરાન્નવ:) સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે (તા:) શું વિચારીને કહ્યું ? “ શ્વેત્ કૃતિ મતિ:” ( શ્વેત્ ) હે શિષ્ય ! જો (રૂતિ મતિ: ) તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ. ૫-૧૧૭.
"