________________
४४
કલામૃત ભાગ-૪ ઝવેરી માવજી ત્રિકમ એની ઝવેરી બજારમાં દુકાન હતી. એના લગ્ન ખૂબ ધામધૂમથી કરેલાં... અત્યારે તે ગરીબ – રાંક – ભિખારી થઈ ગયો. બાપુ! પુણ્ય ફરે ત્યારે શું થાય? પુણ્ય તારા રાખ્યા રહેતા નથી. પુણ્ય ખલાસ થાય તો બધું ચાલ્યું જાય.
આ ભાઈ કહેતા કે – અમારે જેઠાલાલ શામજી ભાટિયા મોટા ગૃહસ્થ હતા. દિકરાના લગ્નમાં તેની આખી નાતમાં બેડા ખેંચ્યા હતાં. એ છોકરાની વહુના શ્રીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે એ જેઠાલાલ પૈસા માંગવા આવેલો. બાપુ! મારી પાસે કાંઈ નથી, આ વહુને હોસ્પિટલમાં મૂકવા છે તેથી કંઈક ખર્ચના પૈસા આપો. ક્યારે પુણ્ય ફરે... એ કાંઈ રાખ્યા રહે એવું છે નહીં. ચલતી ફિરતી છાંયા છે'
અહીંયા તો પ્રભુ એમ કહે છે – આનંદનો નાથ જ્યાં જાગે છે (તો જ્ઞાનચેતના પ્રગટે છે). સાધકને રાગાદિ હોય છતાં તેને તે શેય તરીકે જાણે છે પરંતુ તેનો કર્તા ને ભોક્તા થતો નથી. દ્રવ્યલિંગી સાધુ થઈને પણ તેને હજારો રાણી છોડી છે, છતાં એ રાગની ક્રિયાનો હું કર્તા અને તેનો હું ભોક્તા છું તેમ તે માને છે તેથી મિથ્યાદેષ્ટિ છે. આટલો મોટો ફેર છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે તેથી તેને જ્ઞાતાદેખાની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીની દૃષ્ટિ પુષ્ય ને પાપના વિકાર ઉપર હોવાથી તેને મિથ્યાત્વ આદિ વિકારની ઉત્પત્તિ થાય છે. આહાહા! બહારમાં બાદશાહી દેખાય અંદરમાં ભિખારા હોય. આવી ચીજ છે.
રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુધ્ધચેતનાલક્ષણ કર્મચેતનાકર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી.” અહીંયા તો સાધક રાગનો જાણવાવાળો છે તે સિદ્ધ કરવું છે. કોઈ કહે કે-બિલકુલ રાગ છે જ નહીં. , તો તેમ નથી. અહીંયા જ્ઞાનચેતના રાગને જાણે છે તે સિદ્ધ કરવું છે. સાધકની જ્ઞાનચેતનામાં રાગનો અભાવ છે અને જ્ઞાનચેતનાનો રાગમાં અભાવ છે એટલે અહીંયા સિદ્ધ કરવું છે. આમાં કોઈ એકાન્ત લઈ જાય કે – સમ્યગ્દષ્ટિ થયો તો હવે તેને બિલકુલ રાગાસ્રવ છે જ નહીં તો તે એકાન્ત વાત છે. સમજમાં આવ્યું? આવી વાતો છે!
શાસ્ત્રના શાસ્ત્ર ભર્યા છે કે-દશમા ગુણસ્થાન સુધી રાગ આસ્રવ છે અને છ કર્મ પણ આવે છે. ચોથે ગુણસ્થાને બિલકુલ રાગ છે જ નહીં એનો અર્થ કે – જ્ઞાનચેતનામાં તે જાણવા લાયક છે એવું જાણીને.. જ્ઞાનચેતનામાં રાગ નથી એમ કહ્યું છે. આહાહા ! સમ્યગ્દષ્ટિને સંસાર વધે એવો છે જ નહીં. શુભભાવ આવે છે પણ તેને જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. સાધકને ભવિષ્યના ભવનો બંધ પડે છે... પરંતુ તે અશુભભાવના કાળમાં ભવબંધ પડતો નથી. તેને પોતાના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિનું જોર છે. અશુભભાવ આવે છે તે કાળમાં ભવિષ્યનો બંધ પડતો નથી પરંતુ જ્યારે શુભભાવ આવે ત્યારે ભવિષ્યનો બંધ બંધાશે.. કેમકે સમ્યગ્દષ્ટિ તો વૈમાનિક સ્વર્ગમાં જાય છે. મનુષ્ય ને તિર્યંચ હોય તો વૈમાનિક સ્વર્ગમાં જાય છે અને દેવ હોય તો મનુષ્યમાં આવે છે. ધર્મીને પણ અશુભભાવ આવે છે છતાં તે એ કાળમાં તેનો કર્તા અને