________________
કલશ-૧૧૭
૪૫ ભોક્તા નથી. તે કાળે તેને ભવિષ્યનો ભવ બંધાતો નથી. જ્યારે શુભભાવ આવે ત્યારે ભવિષ્યના ભવનો બંધ પડે છે. આટલું તો જોર છે. કેમકે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભવ તો છે. એ ભવનો બંધ ક્યારે થશે? જ્યારે શુભભાવ આવશે ત્યારે વૈમાનિકનો બંધ થશે. નહીંતર અશુભભાવ હોય ત્યારે બંધ પડે તો બીજી ગતિનો પડે... ત્યાં આયુષ્ય ન હોય.
જ્ઞાનીને રાગ આવે છે તેનાથી બંધ થાય છે... પરંતુ અહીંયા તો રાગ અને બંધને બન્ને શેયમાં નાખીને તેનો જ્ઞાતા છે એમ બતાવવું છે. આહાહા! આવી લાંબી વાતો છે કેટલી ! જ્ઞાનીને રાગમાંથી સ્વામીત્વનો અભિપ્રાય છૂટી ગયો છે તેથી રાગ આવ્યો તેનો કર્તા-ભોક્તા થતો નથી. તે કારણે અશુભભાવ વખતે તેને આયુ બંધાતું નથી. સમકિતી તો સ્વર્ગમાં જ જાય છે... બીજે ક્યાંય જાય નહીં. જો સમ્યક પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય અને નરકમાં જાય તે બીજી વાત છે. સમ્યગ્દષ્ટિને આત્માનું ભાન થયું. હવે તેને શુભભાવ આવે છે. તો તેને તે સમયે વૈમાનિકનું આયુષ્ય બંધાઈ જશે.
આહાહા! કોઈ કહે છે ને કે – શ્રીમદ્ રાજચંદ્ર તે તો સીધા મહાવિદેહમાં ગયા અને ત્યાં આઠ વર્ષે કેવળજ્ઞાન પામશે તે બધી વાત ખોટી છે. કેમકે મિથ્યાષ્ટિ હોય તે જ મનુષ્ય મરીને મનુષ્ય થાય. લોકોને એ પણ ખબર ન મળે કે તેઓ વૈમાનિક સ્વર્ગમાં ગયા છે. આહાહા ! સ્વર્ગમાંથી નીકળી મનુષ્ય થઈ અને મોક્ષ જવાના. પણ અત્યારે અહીંથી સીધા મનુષ્ય થયા ત્યાં (એમ નથી). તેના ભક્તોને પણ ભાન ન મળે, ખોટા વખાણ કરી નાખ્યા તેમના
પેલો એક ક્ષુલ્લક ભોપાલમાં મળ્યો હતો તે કહેતો હતો. સુરતની પાસે હમ્પી છે ત્યાંનો છે એ કહે – શ્રીમદ્જી મહાવિદેહમાં ગયા છે અને તેઓ કેવળીપણે વિચરે છે. તેના ભક્તો તો જાણે ઓહો... ઓહો! પરંતુ આ સિદ્ધાંત વિરુદ્ધ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય હોય તો તેને મનુષ્યનો બંધ પડતો નથી. પરંતુ વૈમાનિક બંધ પડે છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય જ્યોતિષમાં ન જાય, નરકમાં ન જાય, તિર્યંચમાં ન જાય તેમજ મનુષ્ય મરીને મનુષ્ય પણ ન થાય.
એ બંધને અને બંધના ભાવને જ્ઞાનના શેય તરીકે ગણવામાં આવ્યો છે. જ્યારે અજ્ઞાની તે ભાવ મારો છે તેમ માની તે રાગ અને દ્વેષને કરે છે અને તેને ભોગવે છે.
કેમ કે મિથ્યાત્વરૂપ પરિણામ ગયા હોવાથી આવું પરિણમન હોતું નથી. આવા અશુધ્ધશાન ચેતનારૂપ પરિણામ મિથ્યાષ્ટિને હોય છે.” એ શુભ અને અશુભભાવ મારા છે અને મારું કર્તવ્ય છે અને તે માટે કરવા લાયક છે, મારે ભોગવવા લાયક છે આવો ભાવ મિથ્યાષ્ટિને હોય છે. આહાહા! શરીર, વાણી, મન, ધંધાનો કર્તા આત્મા અજ્ઞાન ભાવે પણ નથી તે શુભભાવનો કર્તા અને ભોક્તા થાય છે. આવી વાતું છે ભાઈ અરે!
અનાદિનો રખળતો.... રઝળતો હતો તેમાં માંડ મનુષ્યપણું મળ્યું અને એમાં જૈનધર્મ મળ્યો પરંતુ જિનવર કહે એ ધર્મ ના સમજ્યો. તો તેની અનંતકાળથી એની એ દશા જ રહી.
“વળી કેવો હોતો થકો નિરાસવ હોય છે? “જ્ઞાનસ્ય પૂM: ભવન” પૂર્ણ જ્ઞાનરૂપ