________________
४८
કલશામૃત ભાગ-૪ બહુ ઝીણી વાત છે.
પરંતુ જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ જેવો હતો તેવો જ વિધમાન છે તથા તે કર્મના ઉદયે નાના પ્રકારની ભોગ સામગ્રી જેવી હતી તેવી જ છે”
સમકિતીને આત્માના પ્રદેશ ઉપર હજુ જડ આઠ કર્મો છે. જડ આઠ કર્મો છે અને આપ કહો છો કે- જ્ઞાની નિરાસ્ત્રવી છે?
પોતાના અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનો સમ્યગ્દર્શનમાં અનુભવ થયો ત્યારથી તેને કર્મ અને કર્મથી મળતી સામગ્રી તેમાંથી રસ અને રુચિ ઊડી ગયા છે. કર્મના ઉદયને કારણે જેવી હતી તેવી સામગ્રી પણ છે. સમ્યગ્દર્શન થયું એટલે બહારની સામગ્રી ચાલી જાય છે? સામગ્રી તો હોય છે.
“તથા તે કર્મના ઉદયે નાના પ્રકારનાં સુખ-દુ:ખને ભોગવે છે” જરાક સુખ દુઃખ કલ્પનામાં આવે છે તેને વેદે છે. આહાહા ! આ સમ્યગ્દર્શનના મહાભ્યનું વર્ણન છે. સમ્યગ્દર્શન શું ચીજ છે? અને સમ્યગ્દર્શનનો વિષય ભગવાન પરમાનંદ સ્વરૂપ, અનંતગુણ ભંડાર છે એ જેના વિષયમાં આવ્યો તેને બધા પર વિષયો છૂટી ગયા. તે કોઈ દૃષ્ટિનો વિષય રહ્યો નહીં.
“ઇન્દ્રિયશરીર સંબંધી ભોગ સામગ્રી જેવી હતી તેવી જ છે, સમ્યગ્દષ્ટિ જીવ તે સામગ્રીને ભોગવે પણ છે” આહાહા! દેવ જેની સેવા કરે, હીરાના થાળ, મણી રતનના વાટકા અને તેમાં બદામનું શાક, પીસ્તાના પાપડ એવી સામગ્રી પણ છે અને ભોગ પણ છે.
શ્રોતા:- પીસ્તાના પાપડ ન બને.
ઉત્તર:- અત્યારે પણ બને છે. ગૃહસ્થોને ઘેર ત્યાં તમારે ઘેર નહીં હોય. મુંબઈમાં સોનાના સિંહાસન ઉપર મોટો અધિકારી બેસતો હતો. તેને સવારે દૂધમાં બદામ-પીસ્તા વગેરે માલ મસાલા આવે. મૂઢ જીવ તેને પ્રેમથી ભોગવે છે. હું તેનો કર્તા અને હું તેનો ભોકતા એમ માની મિથ્યાદૃષ્ટિ જીવ તેને ભોગવે છે. હવે સમ્યગ્દષ્ટિ થયો તો બહારની વિષય સામગ્રી જેવી હતી તેવી જ છે. ઇન્દ્રિય શરીર સંબંધી ભોગ સામગ્રી જેવી હતી તેવી જ છે. જીવ સામગ્રીનો ભોકતા પણ છે.
આહાહા! સમકિતી ચક્રવર્તી હોય છે. શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થકર હતા, ચક્રવર્તી હતા અને કામદેવ હતા. એ ચક્રવર્તીની દાસી એટલી તાકાતવાળી કે કરોડો રૂપિયાનો હીરો હોય, તે હીરાનો આમ ભૂકકો કરી અને ચક્રવર્તીને ચાંદલો કરે. કરોડો-અબજો રૂપિયાના હીરાની ભસ્મ બનાવે અને તેમાંથી રસોયા ખોરાક બનાવે. ચક્રવર્તી, તીર્થકર હજુ મુનિ નથી થયા, તે જમવા બેસે ત્યારે હીરાના થાળ, મણી રતનના કટોરા અને દેવ વીંઝણાથી પવન નાખે... તો પછી સમકિતીને નિરાસ્ત્રવ કેમ કહો છો? પ્રભુ એકવાર શાંતિથી સાંભળ તો ખરો !
“આટલી સામગ્રી હોવા છતાં નિરાક્ઝવપણું કઈ રીતે ઘટે છે? એવો કોઈ પ્રશ્ન કરે