________________
કલશ-૧૧૮
૫૫
“તો પછી સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહીં” રાગની ધારામાં બંધ હો પરંતુ સ્વભાવ ધારામાં બંધ છે જ નહીં. અરે ! વીતરાગનો આવો માર્ગ.. પરંતુ જે જૈનમાં જન્મ્યા તે બિચારાને પણ સાંભળવા મળે નહીં. એ મજૂરની જેમ મજૂરી કરી કરીને... (૨ખળવા ચાલ્યો જાય ).
ત્રિલોકીનાથ તીર્થંકરદેવ અહીંયા એમ ફરમાવે છે કે જેને આત્માનું દર્શન થયું, પુણ્યને પાપના રાગથી ભિન્ન (નિજ ) ભગવાનના ભેટા થયા, ભગવાનના ભેટાવાળાને હવે આસ્રવ બંધ કેવા ! તેને અલ્પ આસ્રવ બંધ છે તેને અહીં ગણવામાં આવ્યો નથી. જેમ ભૂતાર્થ તત્ત્વ છે તે સત્યાર્થ છે અને પર્યાયને અસત્યાર્થ કહ્યું, તેમ સમ્યગ્દર્શનમાં ભગવાન આત્માનું ભાન થયું. હવે રાગાદિ છે, બંધ આદિ છે-પણ તેને અહીં ગણવામાં આવ્યા નથી એ અપેક્ષાએ વાત છે. સમજમાં આવ્યું ?
કહે છે-છઠ્ઠ ગુણસ્થાને મુનિ હોય, મહા ભાવલિંગી સંત મુનિરાજને બાહ્યમાં નગ્ન દશા હોય છે. તેને અંદરમાં પંચમહાવ્રતના વિકલ્પ આવે છે પણ એ વિકલ્પથી રહિત સ્વસંવેદન આનંદની પ્રચુર દશા અંદ૨માં વર્તે છે. તેને પણ રાગ આવ્યો તો એટલો બંધ છે.
આહાહા ! આચાર્ય કહે છે કે હું દ્રવ્યદૃષ્ટિવંત છું, મારી ચીજ શુદ્ધ ચૈતન્યઘન છે. મારી દૃષ્ટિમાં દ્રવ્યદૃષ્ટિ થઈ છે તો એ કા૨ણે હું તો શુદ્ધ છું. પરંતુ અનાદિથી મને રાગની પરિણિત પણ છે. આમ સાચા મુનિ ભાવલિંગી સંત કહે છે. ( બહા૨થી ) નગ્નપણું અને પાંચ મહાવ્રતની ક્રિયા એ કાંઈ સાધુપણું નથી. સાધુને તો અંદ૨માં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય એવા ભાલિંગી તે સાધુ છે. તેમને જરી રાગ આવે છે તો કહે છે કે- અમને આ જરીક રાગ આવ્યો છે. આ કળશ ક૨ના૨, અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે— “ભાષિતાયા” રાગના પરિણામ અમને છે. શાસ્ત્ર લખવાનો ભાવ-વિકલ્પ એ કલુષિત ભાવ છે. મારામાં કલુષિતતા હજુ છે. ન્યાયથી કહ્યું છે. જ્યારે અહીંયા કહે છે કે સમ્યગ્દષ્ટિને રાગ છે જ નહીં.
કઈ અપેક્ષાએ મુનિ કહે છે કે મારે હજુ કલુષિત રાગનો ભાવ છે. સમ્યગ્દષ્ટિને રાગ છે પરંતુ કઈ અપેક્ષાથી કહ્યું છે? અહીં કહે છે- (સાધક નિરાસ્તવ છે.) કેમકે તેને રાગનું સ્વામીપણું, પ્રેમ તેને ઊડી ગયો છે. આનંદના પ્રેમમાં આખી દુનિયાનો પ્રેમ ઊડી ગયો છે. સમ્યગ્દષ્ટિને છન્નુ હજા૨ સ્ત્રીઓ હોય પરંતુ અંદ૨માંથી તેની રુચિ ઊડી ગઈ છે. તે અપેક્ષાએ (બંધ નથી ) સાધક હોવાથી અલ્પ રાગાદિ થાય છે અને તેટલા આસવ બંધ પણ થાય છે. અને અલ્પ સ્થિતિ પણ પડે છે. તેને અહીંયા ગૌણ કરીને ‘નથી’ એમ કહેવામાં આવ્યું છે. આહાહા ! “સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું ત્રણકાળમાં કોઈ કહી શકે નહીં.”
“કેવો હોવાથી બંધ નથી ? “સત્તા દ્વેષમો વ્યવાસાત્” જે કા૨ણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી—જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ પ્રીતિરૂપ પરિણામ દુષ્ટ પરિણામ” ધર્મીને પુણ્ય-પાપના પરિણામમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. પુણ્ય પાપનો પ્રેમ