________________
૬O
કલશામૃત ભાગ-૪ આહાહા! રાગથી ભિન્નતાનો અભ્યાસ કરતાં અને અભેદ વસ્તુનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે. સંસાર એટલે રાગાદિ અને રાગાદિનું ફળ તેના ઉપરથી જેની રુચિ હુઠી જાય છે.
આનંદ સ્વરૂપ પોતાનો ભગવાન જે અતીન્દ્રિય આનંદનું દળ છે તેની અંતરદષ્ટિ થવાથી સમ્યગ્દર્શન શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. શાંતિ શાંતિ.. ચારિત્રની શાંતિ પ્રગટે છે તેમ પાઠમાં છે. આનંદ તો છે પણ આનંદની સાથે સુખની લહેજત પણ સાથે છે. અકષાય સ્વભાવ; વીતરાગ સ્વરૂપ પ્રભુ આત્મા છે તેનો અનુભવ થતાં પર્યાયમાં વીતરાગતા અને શાંતિ આવે છે. અનંતાનુબંધીનો અભાવ થઈને શાંતિ આવે છે. આવો માર્ગ સાંભળ્યોય નહીં હોય.
અહીં કહે છે- કાળલબ્ધિ પ્રાપ્ત કરતો થકો સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો. ગુણ શબ્દ પર્યાય સમજવું. તે સમ્યગ્દર્શનની પર્યાયરૂપે પરિણમ્યો. આહાહા ! અનંત કાળથી રાગ અને એક સમયની પર્યાયના પરિણમનનો વિકલ્પ હતો. એ વિકલ્પરૂપ અવસ્થા મારી છે તેવો અનુભવ તે મિથ્યાદેષ્ટિ છે. આહાહા ! પોતાનું ચિદાનંદ નિત્ય સ્વરૂપ ઉત્પાદવ્યયની પર્યાયથી ભિન્ન છે. ધ્રુવ દ્રવ્ય સ્વભાવ, પૂર્ણ પરમાત્મ સ્વભાવ તેનો અંતરમાં આશ્રય કરવાથી શાંતિ, સુખ, પવિત્રતા આદિ (નિર્મળ ) પર્યાયનું વેદન પ્રગટ થાય છે.
અજ્ઞાનમાં રાગ-દ્વેષનું વદન હતું. મિથ્યાશ્રદ્ધા અને સાથે રાગ-દ્વેષનું વદન હતું. ભગવાન આત્મા પોતાની પૂર્ણ શક્તિના સામર્થ્યવાળું તત્ત્વ છે. તેનો આશ્રય કરવાથી તેને સમ્યગ્દર્શનની સાથે શાંતિ ઉત્પન્ન થાય છે. કેમકે મિથ્યાત્વમાં, મિથ્યાત્વના રાગ દ્વેષનું વદન હતું. જ્યારે સમકિતીને ત્યાં શાંતિનું વેદન છે.
સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો” પોતાની ચીજ પૂર્ણ છે તે રૂપે એટલે કે પ્રતીતરૂપે પરિણમ્યો. તેના જ્ઞાનમાં અનુભવમાં પ્રતીતરૂપ દશા પ્રગટી “ચારિત્રમોહ કર્મની સત્તા વિધમાન છે” સમ્યગ્દર્શન થયું તો જેવી વસ્તુ હતી તેવી જ્ઞાનમાં શેય બનાવી. અનુભવ દશામાં પ્રતીતનું પરિણમન થયું. સમજાય છે? આ તો થોડો અભ્યાસ હોય તો સમજાય એવું છે.
પ્રશ્ન- દર્શનગુણ અને ચારિત્રગુણમાં શું ફરક છે?
ઉત્તર-દર્શનગુણ છે તે તો પ્રતીતિરૂપ ગુણ છે. ચારિત્રગુણ તે સ્વરૂપમાં રમણતારૂપ છે. સમ્યગ્દર્શન થતાં સ્વરૂપની પ્રતીત થઈ છતાં સ્વરૂપની રમણતા નથી. આત્માના પ્રદેશ ઉપર ચારિત્રમોહ નામનું એક કર્મ છે. તેની સ્થિતિ પડી છે, તેના નિમિત્તથી અસ્થિરતાનો રાગ પણ થાય છે.
ચારિત્રમોહ કર્મની સત્તા વિધમાન છે, ઉદય પણ વિધમાન છે” ચારિત્રમોહ એટલે કષાયના ભાવો. અનંતાનુબંધી સિવાયના ત્રણ કષાયના ભાવો કર્મ પ્રકૃત્તિરૂપે વિધમાન છે. કર્મ સત્તામાં તો છે પણ તેનો વિપાક અર્થાત્ ઉદય પણ આવે છે. “પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિધમાન છે” જ્ઞાનીને સમ્યગ્દર્શન થયું હોવાથી તેને પંચેન્દ્રિય વિષયમાં સુખબુદ્ધિ નથી, પરંતુ તેને હજુ પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે. તેને આસકિતનો ભાવ છે.