________________
૬૨
કલશામૃત ભાગ-૪ ગઈ છે. સમજમાં આવ્યું?
શ્રોતા:- બન્ને ધારા ચાલે છે.
ઉત્તરઃ- બન્ને ધારા એક સાથે ચાલે છે. જ્ઞાનધારા સ્વભાવ સન્મુખ છે અને રાગધારા પર સન્મુખ છે. સમકિતીને પણ વિકારની લાગણી ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિને તો એકલી મિથ્યાધારા હોવાથી તે તો આત્માને ભૂલ્યો છે. તેના માટે “ભૂલ” શબ્દ છે. સમ્યગ્દષ્ટિને આત્માની ભૂલ નથી હોતી. બહારમાં છ ખંડનું મોટું ચક્રવર્તીનું રાજ્ય હોય તો પણ સમ્યગ્દર્શન ધારાવાહી રહે છે. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ પ્રભુ છે, તેની પર્યાયમાં જ્ઞાન અને શાંતિની ધારા ચાલે છે. તેને પૂર્ણ શાંતિ ન હોવાના કારણે અશાંતિધારા પણ ચાલે છે.
“પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિધમાન છે, ભોગવે પણ છે” ભોગનો અર્થ-વિષય સંસ્કારના રાગનું પરિણમન થાય છે અને તેનું વેદવું ભોગવવું છે. એક બાજુ આનંદને ભોગવે છે અને એક બાજુ રાગને ભોગવે છે. સમ્યગ્દર્શન છે પરંતુ હજુ ચારિત્ર નથી એ વાતને સિદ્ધ કરવી છે ને! આહાહા ! રાગને ભોગવે પણ છે.
“ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે;” આહાહા ! જ્ઞાન દ્વારા તે વેદનમાં પણ આવે છે. જોયું? શ્રદ્ધા દ્વારા વેદન છે તેમ ન કહ્યું. જ્ઞાન દ્વારા વેદે છે એટલે કે –રાગ વેદાય છે તેમ જ્ઞાન જાણે છે. પર્યાયમાં રાગનો ભોક્તા પણ છે. આ તો શાંતિથી સમજવાની ચીજ છે બાપા!
અજ્ઞાનીને અનાદિકાળથી વિષયના સંસ્કારને પ્રેમ છે; તેમાં સુખબુદ્ધિ છે. જ્યારે જ્ઞાનીને વિષયના સંસ્કાર છે પણ તેમાં સુખબુદ્ધિ નથી.
શ્રોતા- એ ચારિત્રનો દોષ છે.
ઉત્તર-ચારિત્રનો તો દોષ છે. ગોમટસારમાં આવ્યું છે કે-અવિરતી પંચેન્દ્રિયના વિષયથી નિવર્યો નથી. આવો શ્લોક છે.. ગોમ્મટસારમાં. તે જાણે છે કે- આનંદ મારામાં છે, આવું હોવા છતાં પણ તેને રાગની આસક્તિના પરિણામ ઉત્પન્ન થાય છે... અને તે રાગને ભોગવે પણ છે. રાગના સંસ્કાર છે અને રાગને વેદતો નથી આ શું વાત છે એમ કહે છે. પહેલાં તો ના પાડી હતી કે સમ્યગ્દષ્ટિ રાગને વેદતો નથી. એ કઈ અપેક્ષાએ કહ્યું હતું.
અહિંયા પાછા પકડે કે- રાગને વેદે છે. સમ્યગ્દષ્ટિને રાગનું વેદન છે જ નહીં એ કઈ અપેક્ષાએ કહ્યું છે? એ તો મિથ્યાત્વ સાથેના રાગ-દ્વેષનું તેને વેદન નથી, તેનું દુઃખ નથી, તેનો આશ્રય નથી. સમજમાં આવ્યું? આવો મારગ છે.
કહે છે કે આત્મામાં આનંદનો અનુભવ થયો તો ભગવાન આત્માના નિધાનના તાળા ખુલ્લી ગયા. અનાદિથી તેને રાગ અને સ્વભાવની એકતાબુદ્ધિ હતી. રાગમાં સુખ છે તેવી એકતાબુદ્ધિમાં ચૈતન્ય નિધાનને તાળા મારી દીધા હતા. આહાહા! એ ખજાનાને તાળા મારી દીધા છે. હવે ચાવી મળી તો ખજાના ખુલ્લી ગયા. સમ્યગ્દર્શનરૂપી ચાવીથી ચૈતન્યના ખજાના