________________
૪૨
કલશામૃત ભાગ-૪ મજા નથી તેવા રાગ-દ્વેષથી બે ભાગ પાડે છે. આકરી વાત છે ભાઈ !
ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન”, જુઓ! પહેલાં એમ કહ્યું હતું કે – પોતાના જ્ઞાનમાં જ્યાં જ્ઞાનનું ભાન થયું તો બધી શેય વસ્તુ જાણવા લાયક રહી ગઈ. કોઈ ચીજ ઠીક છે – કોઈ ચીજ અઠીક છે તેવું રહ્યું નહીં. જો એવું રહ્યું નહીં તો રાગ-દ્વેષ પણ રહ્યા નહીં; એ અપેક્ષાએ અહીં વાત કહી છે.
અહીંયા કહે છે કે – આત્મામાં પરશેયનું જાણવું તો રહ્યું પરંતુ જાણવા ઉપરાંત આ ઇષ્ટ છે તેથી રાગમાં મજા છે એવું માની તે રાગનો કર્તા થાય છે. અને તે રાગને ભોગવવાની અભિલાષા કરે છે. જ્ઞાની-ધર્મી રાગનો જ્ઞાતા-દેણા છે અને અજ્ઞાની રાગનો કર્તા અને ભોક્તા થાય છે. આવી વાતું હવે... પછી માણસને લાગે કે – આવો ધર્મ? પકડાય નહીં, સમજાય નહીં તેવો ઝીણો ધર્મ? બાપુ! ધર્મ તો આ છે, તે પકડાય એવો જ છે, સમજાય એવો જ છે.
આહાહા ! જાણનાર ભગવાન કોને ન જાણે? ન જાણી શકે એવો પ્રશ્ન ત્યાં ક્યાં છે? જાણનાર કોને ન જાણે? અગ્નિની ઉષ્ણતા કોને ન બાળે? તેમ ભગવાન આત્મા કોને ન જાણે? તે બધાને જાણે પરંતુ શેયમાં ઇષ્ટ – અનિષ્ટપણું કરે નહીં. આહાહા ! અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ, જેને સ્વરૂપનું ભાન નથી તે શેયને જાણે તો છે... પરંતુ જાણવાના કાળમાં ઇષ્ટ – અનિષ્ટ (માની) રાગ-દ્વેષ કરે છે. રાગ કરી અને રાગને ભોગવવાની અભિલાષા કરે છે. આ શરીરને ભોગવું; આ લાડુને ભોગવું; દાળ-ભાતને ભોગવું એમ અજ્ઞાની ભોગવવાની અભિલાષા કરે છે. તે પરને ભોગવતો નથી... તે ભોગવે છે પોતાના વિકારને... સમજમાં આવ્યું? ગજબ વાત છે. એક એક કળશમાં ઘણી ઘણી વાત ભરી ધે છે.
ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુધ્ધચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી તે બંધનું કારણ છે.” પહેલાં જ્ઞાનચેતના કહી હતી. બધા શેયોને જાણે તે જ્ઞાનચેતના; એ જ્ઞાનચેતના શેયમાં ઇષ્ટ – અનિષ્ટના ભાગ નથી પાડતી. ઇષ્ટ અનિષ્ટ ભાગ નથી પાડતી તો રાગ-દ્વેષ થતા નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે તેથી જાણે તો છે.. , ઉપરાંત આ ઇષ્ટ છે આ અનિષ્ટ છે એવા રાગ-દ્વેષ કરે છે... તેનું નામ કર્મચેતના છે, તેને ભોગવવાનું નામ કર્મફળચેતના છે. જે વિકારને કરે છે અને વિકારને ભોગવે છે તે મિથ્યાષ્ટિ છે. આહાહા! તેને જૈનની ખબર નથી કે – તેનું જૈનપણું શું છે?
અજ્ઞાનીને કર્મચેતના અને કર્મફળચેતના તેનો સ્વાદ આવે છે માટે તે બંધનું કારણ છે. એ બન્ને ચેતના બંધનું કારણ છે. બંધનું કારણ એટલે મિથ્યાત્વ તે દર્શનમોહના બંધનું કારણ છે.
“આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી.” અનંત શેયોમાં આ ઠીક છે અને આ અઠીક છે એવું જ્ઞાની સમકિતીને થતું નથી. પછી તે સાક્ષાત્ તીર્થંકર હો તો પણ તે ઇષ્ટ છે-ઠીક છે એવું જ્ઞાનીને થતું નથી. આ ઘણી મોટી વાત છે. ભક્તિના પ્રેમનો રાગ આવે છે પરંતુ જ્ઞાની રાગનો