________________
૪૦
કલશામૃત ભાગ-૪ અનુભવમાં આત્માનું જ્યાં ભાન થયું તો હવે તે ૫૨શેયને જાણવાવાળો રહી ગયો. ૫૨શેયમાં કોઈ શેય મારું છે તેવી સૃષ્ટિ તો છૂટી ગઈ. પછી તે સમકિતી ગૃહસ્થાશ્રમમાં હો, આઠ વર્ષની બાલિકા હો; પોતાના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિથી અનુભવ થયો તેને કહે છે કે – તેની પાસે તો જ્ઞાનચેતના છે. પછી યુવાન થતાં તેનો પતિ હો ! મોટો દીકરો હો ! પેટમાં ગર્ભ હો ! તે બધા શેયને ધર્મી જાણે છે બસ. ગજબ વાત છે ભાઈ !
આહાહા ! ધર્મી જીવને આત્માનું ભાન થયું છે. જ્ઞાનચેતનામાં ૫૨શેયને પોતાના માનતો નથી, તે શેયને જાણે છે કે – આ છે બસ. ધર્મી પોતાના ભાવમાં રહીને અર્થાત્ જ્ઞાનચેતનામાં રહીને ૫૨શેયને જાણે છે... એ અપેક્ષા અહીં લીધી છે. ધર્મી કોઈ ચીજને પોતાની માનતો નથી તે અહીં કહેવું છે. આહાહા ! રાગ થાય છે, દ્વેષ થાય છે પરંતુ તેને જ્ઞાનમાં શેય તરીકે જાણવામાં આવે છે. ભગવાન આત્માના જ્ઞાનનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક પ્રગટ થયો તો પોતાનામાં હવે ૫૨નું જાણવું રહ્યું... પરંતુ ૫૨ને પોતાનું માનવું રહ્યું નહીં. આહાહા ! આવી વાત છે!
“સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે.” આમાં કોઈ એમ તક૨ા૨ ક૨ે કે – ધર્મીને જ્ઞાનચેતના જ છે, રાગ અને દુ:ખ છે જ નહીં. પરંતુ એ કઈ અપેક્ષાએ બાપુ! અહીંયા તો સાધકને દુઃખ છે પરંતુ તેને ૫૨શેય તરીકે જાણે છે એ અપેક્ષા અહીંયા લેવી છે. કોઈ એમ જ કહે કે – જ્ઞાનીને દુઃખનું વેદન છે જ નહીં તો તે એકાન્ત મિથ્યાર્દષ્ટિ છે.
અહીંયા તો જ્ઞાનચેતના, પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ચેતના તેનો જ્યાં સ્વસન્મુખ થઈને અનુભવ થયો તો જ્ઞાનચેતનાનું જ્ઞાનપણું સ્વપ૨પ્રકાશકનું જાણપણું પ્રગટ થયું. ધર્મી હવે રાગાદિને ૫૨શેય તરીકે જાણે છે. સમ્યગ્દષ્ટિને રાગ આવે છે તે ૫૨ચીજ છે તેને પોતાનામાં રહીને જાણે છે તેવો ૫૨પ્રકાશક સ્વભાવ પોતાનો છે. જ્ઞાનચેતનાને કા૨ણે તે ૫૨શેયને જાણે છે, એ જાણવાની પર્યાય તે મોક્ષનો માર્ગ છે – ધર્મ છે. તેથી તે મોક્ષનું કા૨ણ છે. આહાહા ! આવો માર્ગ છે.
શુદ્ધ જ્ઞાનચેતના તે મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. જે બંધનું કા૨ણ છે તેનું તો જ્ઞાનકરે છે... એટલું અહીં લેવું છે. અરે ! એણે ભગવાનને (નિજાત્માને ) ભૂલીને ભૂલો કરી છે. એ ભૂલને અહીંયા કર્મચેતના અને કર્મફળચેતના કહે છે. વિકાર થાય અને વિકારી ફળના વેદનમાં એકાકાર થાય તે કર્મચેતના અને. કર્મફળ ચેતના છે. મિથ્યાર્દષ્ટિ અનાદિથી શુભ – અશુભભાવનો કર્તા અને શુભ – અશુભભાવના ફળનો વેદક (ભોક્તા ) છે.
જ્યારે ધર્મી થયો, પોતાનો ચૈતન્ય ધર્મ જે જ્ઞાનને આનંદ સ્વભાવ તેની પર્યાયમાં જ્યારે ધર્મીની પરિણતિ પ્રગટ થઈ... આહાહા ! દ્રવ્ય ગુણમાં તો અનંતઆનંદ, અનંતજ્ઞાન, અનંત પ્રભુતા પડી છે... પણ એ પ્રભુતાની પરિણતિ પર્યાયમાં પ્રગટ થઈ ત્યારે સમ્યગ્દર્શન થતાં એ જ્ઞાનચેતના પ્રગટ થઈ. જેમ કેવળી જાણે છે તેમ સમ્યગ્દષ્ટિ જ્ઞાન ચેતનાને જાણે છે. એ જ્ઞાન ચેતના “મોક્ષનું કા૨ણ છે, તે બંધનું કા૨ણ નથી.”