________________
કલશ-૧૧૬
૩૯ (સવનાં ઝિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે. ભાઈ ! આ તો મારગડા જુદા છે નાથ ! સંસારના ભાવમાં ગુંચ્યો પડયો છે. તેનાથી છૂટીને કદાચિત્ ધર્મના નામે તે વ્રત-તપ-ભક્રિતમાં પડયો છે. ત્યાંથી હુઠીને (નિજ) ભગવાન સન્મુખ જવું તેમાં મહાપુરુષાર્થ જોઈએ ભાઈ ! એ પુરુષાર્થની ગતિ શું છે? તેના પરિણામ કેવા છે? એ વાતનો તેણે ખ્યાલય કર્યો નથી.
ભાવાર્થ આમ છે-“ય જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે. એક તો તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી.” પહેલાં એમ લીધું કે – શેય વસ્તુ છે તેમાં રંજકપણારૂપ પરિણામ. હવે કહે છે – શેય જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે. સમ્યગ્દષ્ટિ શેયને માત્ર જાણે છે બસ. શેય એક છે તેમ જાણવા માત્ર રહે છે, પછી તે દેવ-ગુરુ-શાસ્ત્ર હો! કે કુટુંબ-પરિવાર, લક્ષ્મી-આબરૂ હો ! તે બધાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનમાં માત્ર જાણે છે. શેયો મારા છે તેવી દષ્ટિ ધર્મીને છૂટી ગઈ છે. તે હવે જ્ઞાનમાત્ર-જ્ઞાનચેતના (ને જાણે છે ). આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ધર્મીને એ જ્ઞાનચેતના પર્યાયમાં પ્રગટ થઈ છે. તે જાણે છે કે – જેટલા જોયો છે તે જ્ઞાનમાં જાણવા લાયક રહ્યા છે પરંતુ તે મારા માનવા લાયક નથી. એ શેયની પ્રત્યે રાગ કરવો કે દ્વેષ કરવો તે પણ હવે રહ્યું નથી. સમાજમાં આવ્યું?
જાણપણામાત્ર છે, રાગ-દ્વેષરૂપ નથી. જેમ કે - કેવળી સકળ શેયવસ્તુને જાણે દેખે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવાય છે.” સર્વજ્ઞ ભગવાન કેવળી પરમાત્મા “સકળ શેયને” અર્થાત્ ત્રણકાળ, ત્રણલોકને જાણે છે પરંતુ કોઈ વસ્તુમાં રાગ દ્વેષ કરતા નથી. શુદ્ધ જ્ઞાન ચેતના અર્થાત્ જાણવું.. જાણવું.. જાણવું... જાણવું. જાણવું. જાણવું રહી ગયું તે શુદ્ધશાન ચેતના. આખી ભાષા જ જુદી જાતની છે. અત્યારે તો માર્ગમાં બહુ ફેરફાર થઈ ગયો.
એ શુદ્ધ જ્ઞાન ચેતનાને સમકિતમાં ઉતારશે. જાણવું. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવામાં આવે છે. શું કહ્યું? સર્વદ્રવ્ય-ગુણ-પર્યાય સિવાય જગતના જેટલા (શેય પદાર્થો) છે તે બધાને જ્ઞાન જાણે છે, તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે, તેને (શુદ્ધ) કર્મચેતના પણ કહેવામાં આવે છે.
સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી.”(સાધકને) એક જ્ઞાનચેતના જ લીધી. તેને રાગ-દ્વેષ થાય છે પણ તેને તે જાણે છે એમ અહીંયા લીધું છે. વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે તે અહીંયા લીધું છે. આહાહા ! કોઈ એકલું તાણીને કહે કે – સમકિતીને એકલી જ્ઞાનચેતના જ છે અને રાગાદિ વ્યવહાર છે જ નહીં.. તો એમ નથી.
ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ જ્ઞાનચેતના દ્વારા શેયને જાણે. પછી તે અરિહંત દેવ હો, ગુરુ હો, શાસ્ત્ર હો, આહાહા! ભગવાન આત્માનો ચેતના સ્વભાવ છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા તે જ્ઞાનરતનથી ભરેલો, અતીન્દ્રિય આનંદથી ભર્યો પડ્યો પ્રભુ છે. સમ્યગ્દષ્ટિને