________________
કલશ-૧૧૬
૩૭ પ્રવચન નં. ૧૧૪
તા. ૦૬/૧૦/૭૭ પદાર્થ અમૂર્ત સ્વરૂપ છે. તેને અબદ્ધસ્પષ્ટ કહો કે – અમૂર્ત સ્વરૂપ કહો ! તે અમૂર્ત સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય, પર્યાયમાં મુક્ત સ્વરૂપને પ્રગટ કરવાનો ઉપાય તો ( એક જ છે) કે - મુક્ત સ્વરૂપ આત્માનો અનુભવ કરવો. “એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે.”
વળી શું કરતો થકો નિરાસવ હોય છે? આસ્રવ એટલે શુભ અશુભ ભાવ તે બંધનું કારણ છે તેનાથી રહિત જ્ઞાની નિરાન્સવ કેવી રીતે થાય છે.
“વ પરવૃત્તિમ સત્તાં છત્ત્વનઅવશ્ય જ એટલી શેયવસ્તુ છે તેમાં રંજકપણારૂપ પરિણામક્રિયા, જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ તેને (ઝિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે.”
અવશ્ય અર્થાત્ જરૂર નિશ્ચયથી. જેટલી પરવસ્તુ છે તે બધી શેય છે. તેમાં રાગનું રંજનપણું એ બંધનું કારણ છે. જેટલા શુભ અને અશુભ એવી પરિણામ ક્રિયા તેમાં અને શેયવસ્તુ છે તેમાં રંજનપણું તેને મૂળથી ઉખેડતો નિરાસ્રવ થાય છે. તે શુભ રાગ હો કે અશુભ ક્રિયા હો તેને મૂળથી નાશ કરતો સમ્યગદેષ્ટિ નિરાસ થાય છે. બહુ સૂક્ષ્મ વાત છે.
આહાહા ! ચૈતન્ય સ્વભાવ સૂક્ષ્મ છે. અનંત આનંદનો પ્રભુ એવા અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવાથી... શુભ અશુભ જેટલી ક્રિયા છે તેનો નાશ થાય છે. શુભક્રિયાથી આત્માનો અનુભવ અર્થાત્ સમ્યકત્વની દશા થાય છે તેમ તો છે નહીં, પરંતુ આત્માના અનુભવથી શુભ - અશુભ ક્રિયાનો નાશ થાય છે.
આહાહા ! બહુ ઝીણી વાત બાપા! ગુણી ભગવાન આત્મા અને જ્ઞાન, આનંદાદિ તેના ગુણ; એવા ગુણ-ગુણીના ભેદથી ઉત્પન્ન થતો જે વિકલ્પ-રાગ તે શુભક્રિયા છે તેનો પણ જેમાં અભાવ છે. શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ વીતરાગમૂર્તિ આત્મા છે... એ આત્માની અંદર લપેટાઈ જવું - આનંદકંદમાં લીન થઈ જવું તે શુભાશુભક્રિયાને મટાડવાનો ઉપાય છે.
શ્રોતા- આ એક જ ઉપાય છે? ઉત્તર:- ઉપાય તો એક જ છે. “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ.” પ્રશ્ન-ચોથાગુણસ્થાને અંતર્મુહૂર્ત માટે આસ્રવ રોકાય છે પછી પાછો થાય છે ને?
ઉત્તર- નહીં... નહીં, અહીંયા તો અનુભવની પ્રધાનતાથી કહેવું છે કે સમ્યગ્દર્શન થયું તો આસવ રોકાય ગયો તેમ કહેવામાં આવે છે. (સાધકને) થોડો આસ્રવ છે તો ખરો; પરંતુ એ આસ્રવ પણ છૂટી જાય છે તે અપેક્ષાથી કહ્યું છે. આસ્રવ બિલકુલ છે જ નહીં તેમ નથી. એ તો દશમા ગુણસ્થાન સુધી રાગ હોય છે. કોઈ એકાન્ત તાણી જાય કે -ધર્મીને બિલકુલ આગ્નવ છે જ નહીં... તો એમ નથી.
અહીંયા તો સમ્યગ્દષ્ટિ આત્માએ સ્વસમ્મુખ થઈ અંતરમાં આવો અનુભવ કર્યો કે - હું