________________
કલશ-૧૧૬
૩પ હવે સર્વથા નિરાગ્નવ કહે છે. આહાહા ! અંદરમાં સમ્યગ્દર્શન થયું છે, રાગ મારી ચીજ નથી તેવું આત્મભાન થયું છે, છતાં રાગ થાય છે તો તે સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ કરતાં... કરતાં કરતાં રાગના કણ કણનો નાશ થઈ જશે, ત્યારે તે નિરાસ્રવ થઈ જશે. ત્યારે આસ્રવ રહિત થશે.
શું કરતો થકો નિરાસ થાય છે? “વ પૂરવૃત્તિમ સનાં છિન્દન” (પૂર્વ) નામ નિશ્ચયથી જેટલી શેય વસ્તુ છે સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા તો ધૂળ છે પરંતુ દેવ-ગુરુને શાસ્ત્ર પણ પર ચીજ છે. ત્રણલોકનો નાથ એમ કહે છે કે – અમારા પ્રત્યેના લક્ષથી તને રાગ થશે. કેમકે તે પર છે. હવે એ રાગનો પણ સ્વાનુભવ દ્વારા નાશ કર; બીજો કોઈ ઉપાય નથી.
“પરણેય રંજિત' તેમ પાઠમાં છે ને! પરને જાણતાં રાગ થતો હતો. દેવગુરુશાસ્ત્ર ને જાણતા પણ રાગ થતો હતો. તે પરય છે અને સ્વણેય અહીં અંદરમાં છે. પરશેય રંજિત થતાં એમાં જે રાગ થતો હતો તે પણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં... કરતાં રાગનો નાશ થઈ જશે. ત્યારે તે આસ્રવ રહિત જ થશે. આસવ એટલે સમજ્યાને ? પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ. આસ્રવથી નવા કર્મ આવે છે. જેમ વહાણમાં પાણી આવે, તેમ આત્મામાં જેટલા પુણ્ય-પાપના ભાવ થાય છે એ છિદ્રો છે... અને તેને કારણે નવા કર્મો આવે છે. માટે તેને આસવ કહેવામાં આવે છે. અરે! એક તત્ત્વની ખબર ન મળે અને જિંદગી એમ ને એમ ચાલી જાય છે.
આહાહા ! પરમાત્મા એમ ફરમાવે છે કે – સમ્યગ્દષ્ટિને જે નિરાગ્નવ કહ્યો એ તો મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષને કહ્યો હતો. મિથ્યાત્વ સંબંધી અભાવની અપેક્ષાથી નિરાન્સવ કહ્યું હતું. પરંતુ સર્વથા નિરાસવ તો ત્યારે થશે કે જ્યારે – પરણેયમાં આસક્તિરૂપ રાગને જીતે ત્યારે. સમકિતી રાગને પોતાનો માનતો નથી પરંતુ તેને પરશેયમાં આસક્તિ થાય છે તે આસક્તિના રંજિત પરિણામ છે. સ્વરૂપનો અનુભવ કરતાં... કરતાં સાધક તેનો નાશ કરશે. અરે ! આવી વાતું હવે!
અહીં પ્રવચનમાં, ઘરવાળી આવી ન હોય તો તેના ધણીને પૂછે – આજે તમે શું સાંભળી આવ્યા? કોણ જાણે ! આમ ને તેમ ને, એવી કાંઈક વાતું કરતા હતાં. ભગવાન આમ કહે છે. આત્મા નિર્મળ છે એવું કોણ જાણે કાંઈક કહ્યું હતું. આખી દુનિયાની બધી ખબર છે. મેં દુનિયાની બધી નાડું બહુ જોઈ છે. અહીં તો લાખો માણસોનો પરિચય થયો છે. દશ-દશ હજાર માઈલ તો ત્રણ વખત હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. દશ હજાર માઈલ મોટર દ્વારા ફર્યા. ઘણાં તીર્થ જોયા છે. ઘણું જોયું. ઓહો ! મારગડા જુદા ભાઈ !
શ્રોતા પહેલાં આટલો પ્રવાસ કર્યો તો હવે ક્યારે જવાનું છે? ઉત્તર- હવે શું જાય? શરીર કામ કરે? શરીરને ૮૮ વર્ષ તો થયા. અહીંયા કહે છે – “ર્વ પરવૃત્તિમાં સત્તાં ઉચ્છિન્દન” જેટલી શેય વસ્તુ છે તેમાં