________________
૩૪
કલશામૃત ભાગ-૪ નહીં. વાણી મળી તો શું સ્વરૂપ કહે છે તે સમજ્યો નહીં. તેથી વાણી મળ્યા ન મળ્યા બરોબર કરી. અનંતવાર તે મહાવિદેહક્ષેત્રમાં ભગવાન પાસે જમ્યો છે. આ અઢીદ્વીપમાં મનુષ્ય છે. અઢીદ્વીપ પીસ્તાલીસ લાખ યોજનાનો છે. મનુષ્યક્ષેત્ર પીસ્તાલીસ લાખ યોજનમાં છે. એ અઢીદ્વીપ પછી અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે, જ્યાં એકલા તિર્યંચ-પશુ જ રહે છે. આહાહા ! એ પીસ્તાલીસ લાખ યોજનમાંનો એક કણ બાકી નથી રહ્યો કે - જ્યાં તેણે અનંતભવ ન કર્યા હોય! તેણે મહાવિદેહક્ષેત્રમાં અનંતભવ કર્યા છે. ત્યાં સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા ત્રિકાળ | બિરાજમાન હોય છે. વીસ તીર્થંકર સિદ્ધ થાય તો બીજા વીસ થાય, બીજા વીસ થાય, બીજા વીસ થાય. ત્યાં તો અનાદિથી તીર્થકરો મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન જ છે. એની પાસે સમવસરણમાં પણ ગયો છે. પરંતુ ત્યાંથી ધોયેલા મૂળાની જેવો જ રહ્યો. ત્યાં શું કહે છે? શું સમજવું છે તેની દરકાર કરી નહીં.
ભગવાનના સમવસરણમાં સાંભળ્યું, હીરાના થાળ, મણી – રતનના દીવાને કલ્પવૃક્ષના ફૂલથી તેમની આરતી પણ ઉતારી પરંતુ તેનાથી શું થયું? એ તો શુભભાવ રાગ છે.
અહીંયા તો શુદ્ધ સ્વરૂપને અનુભવવાનો આ એક જ ઉપાય છે. મોક્ષના માર્ગનો એક જ ઉપાય છે. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધસ્વરૂપે છે. તેનો અનુભવ કરવો, એનું વેદન કરવું – સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ કરીને વેદન કરવું એ એક જ ઉપાય છે. આહાહા ! આ બધી અંતરની અંતરની.. અંતરની વાતું છે, બહારમાં કાંઈ ન મળે.
વળી શું કરતો થકો નિરાસવ હોય છે? સમ્યગ્દષ્ટિ જીવ! ધર્મી જીવ! જેને આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેનો અનુભવ થયો છે, પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન-નિર્વિકલ્પ ચૈતન્ય પ્રભુનો અનુભવ થયો છે. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાશ્રમમાં ચોથે ગુણસ્થાને ભલે હોય ! ભરત ચક્રવર્તી હતા તેને છ ખંડ હતા, છ— હજાર સ્ત્રીઓ, છ— કરોડ ગામ, છમ્ન કરોડ પાયદળ હતા. પરંતુ તેમને અંદરમાં ભાન હતું કે – આ મારી ચીજ નથી, મારી ચીજ તો આનંદકંદ પ્રભુ છે. આવું ભાન ગૃહસ્થાશ્રમમાં પણ થાય છે.
“વળી શું કરતો થકો નિરાસવ હોય છે? “વ પૂરવૃત્તિમ સવનાં છત્ત્વન અવશ્ય જ જેટલી શેય વસ્તુ છે તેમાં રંજકપણારૂપ પરિણામ ક્રિયા” જ્ઞાની પોતાના સિવાયની જેટલી જાતની યોગ્ય ચીજ છે તેમાં રંજાયમાનપણાના રાગને છોડી ધે છેમાટે તે નિરાસ્ત્રવ થાય છે, આસવ રહિત થાય છે. આહાહા ! રાગ છૂટી જાય છે ત્યારે નિરાસ્ત્રવ કહેવાય છે એમ કહે છે. પહેલા તો કહ્યું કે- ચોથે ગુણસ્થાને નિરાસ્ત્રવ છે. હવે અહીંયા કહે છે કે- પરશેયમાં જેટલો રંજાયમાનપણાનો રાગ છે તે બધાને સર્વથા છોડશે તો નિરાસ્ત્રવ થશે. સમજાણું કાંઈ?
પહેલાં તો એમ કહ્યું હતું કે – સમ્યગ્દષ્ટિ તો નિરાસ્રવ જ છે. પરંતુ તે વાત મિથ્યાત્વ અને રાગદ્વેષ જે મિથ્યાત્વ સાથેના થાય છે તે અપેક્ષાએ તેને નિરાગ્નવ કહ્યો હતો. અહીંયા તો