________________
કલશ-૧૧૬
૩૩ ચૈતન્યમૂર્તિ તરફ (દષ્ટિ) મૂકવાથી એ અબુદ્ધિપૂર્વક રાગનો પણ નાશ થાય છે. અરે ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે. આ તો ત્રણલોકના નાથ વીતરાગ જિનેશ્વરની વાણી છે, એ કાંઈ સાધારણ માણસને હાલી-મૂલીને બેસવી કઠણ છે.
આહાહા ! નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. આહાહા ! ધર્મી જીવને તો નિરંતર સુખનો સ્વાદ આવે છે. સમ્યગ્દષ્ટિ અતીન્દ્રિય આનંદને કાયમ-નિરંતર અનુભવે છે. સ્વરૂપ જાણકારી પછી અંદરમાં જે રાગાદિ રહી ગયા છે એ છૂટી જાય છે.
આહાહા ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાથી સહજ જ મટે છે. અંતર આનંદનો નાથ પરમાત્મા પોતે સચ્ચિદાનંદ સ્વરૂપે છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો તે હોં!અજ્ઞાની લોકો કહે છે – આત્મા.. આત્મા તે આત્મા નહીં. વીતરાગ-કેવળજ્ઞાની પરમેશ્વરે જે આત્મા કહ્યો તે અનંત આત્માઓ જગતમાં છે. પ્રત્યેક આત્મા નિર્મળાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ છે. તે જ્ઞાનને આનંદનું કંદ છે.
ચોથા ગુણસ્થાનેથી પણ અનભવ આગળ વધતાં... વધતાં. તે રાગનો નાશ કરશે. ચોથા ગુણસ્થાનમાં તો બધા રાગનો નાશ નથી થતો, પરંતુ અનુભવ કરવાથી ક્રમે ક્રમે નાશ થાય છે. તે હવે આત્મા તરફ ( વિશેષ) ઝૂક્યો છે ને!
પ્રશ્ન એમ છે કે- ચોથાગુણસ્થાને અબુદ્ધિપૂર્વકના બધા રાગનો નાશ થાય છે? બધોય ન જાય, પરંતુ જેટલો સ્વરૂપ બાજુ અનુભવ કરે તેટલા પ્રમાણમાં નાશ થાય છે.
પ્રશ્ન:- આ ક્રમ જ્યાં સુધી કષાય રહે ત્યાં સુધી રહે? ઉત્તર- ત્યાં સુધી કે અનુભવમાં આ (આત્મા) બાજુ ઢળે તો નાશ થઈ જાય છે. શ્રોતા:- સાધક દશા અહીંયાથી શરૂ થઈ જાય છે.
ઉત્તર- શરૂ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ સાધકને ધર્મની દશા ત્યાંથી શરૂ થાય છે. એ વિના અજ્ઞાનીને ધર્મ છે નહીં. જ્યારે જ્ઞાનીને તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં. અબુદ્ધિપૂર્વકનો રાગ સહજ જ મટે છે. હું તેનો નાશ કરું એવું તેને ખ્યાલમાં નથી. આ બાજુ (આત્માની સન્મુખ) અનુભવ કરવાથી સહજ જ મટે છે, “બીજો કોઈ ઉપાય છે નહીં.” શું કહે છે તે સમજવું કઠણ પડે!
“તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે.” ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપ આત્મા છે. અંદર સિદ્ધ સ્વરૂપ જ છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો.” આહાહા! સમ્યગ્દષ્ટિ પોતાના સ્વરૂપને સદા સિદ્ધ સમાન ત્રિકાળ જાણે છે. એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે આત્માને અનુસરીને નિર્મળ પરિણતિ થવી તે એક જ ઉપાય છે. અબુદ્ધિપૂર્વકના રાગનો નાશ કરવાનો ઉપાય છે. આ વાત ખ્યાલમાં આવે છે કે નહીં? ભાષા તો સાદી છે, ભાષા કાંઈ બહુ કઠણ નથી. ભાવ તો જે છે તે છે.
અરે! ચોર્યાશીના અવતારમાં રખડતો – રઝળતો ફરે છે તેને ભગવાનની વાણી મળી