________________
કલશામૃત ભાગ-૪ રંજકપણું,” જોયું ? જ્ઞેય વસ્તુની આસક્તિ. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તો છે નહીં, તેનો નાશ કરીને તો અનુભવ કર્યો છે. હવે આસક્તિનું જેટલું રંજકપણું છે એવી પરિણામ ક્રિયા. હિંસાજૂઠ–ચોરી આદિના આસક્તિના પરિણામ હો કે દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ હો ! તે બન્ને ક્રિયા રાગ છે.
૩૬
“જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે.” આહાહા ! આકરું કામ ભાઈ ! અહીંયા તો એકલો શુભની ક્રિયામાં ધર્મ માનીને... અમને ધર્મ થયો, અમે ધર્મ કરીએ છીએ, અમે વ્રત કર્યા એટલે સંવર થયો અને તપ કર્યા એટલે નિર્જરા થઈ... અને આનાથી મોક્ષ થઈ જશે. પ્રભુ ! તને ખબર નથી ભાઈ !
પેલા સર્વોદય હોસ્પીટલવાળા મુંબઈમાં નહોતા કહેતા...! સર્વોદય હોસ્પીટલ મોટી છે તેમાં વ્યાખ્યાન આપતાં, હમણાં તે વિનંતી કરવા આવ્યા હતા. પૈસા કરોડ રૂપિયા છે. દીકરો એકેય નથી દિકરીને પરણાવી દીધી અને ત્રીસેક લાખ આપ્યા. તેઓ કહે – મહારાજ ! આપની વાત ચાર હજાર ભવ પછી સમજાશે. ચાર હજાર ભવ ક્યાં કરશો બાપુ ! આવા માણસોને આત્માની કાંઈ દરકાર ન મળે. ચા૨ હજાર ભવ પછી વાત સમજાશે લ્યો ! અરે... ભાઈ ! ભવની ક્યાં ખબર છે ? ક્યાં જઈશ બાપુ ! એ નિગોદના ઘ૨ મોટાં છે તેની તને ખબર નથી. આ બટાકા, સકકરકંદ, ડુંગળી, લસણ તેની એક કટકીમાં અસંખ્ય શરી૨ અને એક શરી૨માં અનંતા જીવ છે ભાઈ ! તને ખબર નથી. લસણની રાય જેટલી કટકીમાં અસંખ્યાત ઔદારિક શરી૨ અને એક એક શરીરમાં અનંતા જીવ છે, આમ ભગવાને કહ્યું છે. સમજાણું કાંઈ ?
અહીંયા કહે છે – જેને આત્માની રુચિ થઈ છે તેને વાયદા હોય ? એનો અર્થ તેને રુચિ નથી. જેને જેની રુચિ અને જરૂરિયાત હોય તેનો તે પુરુષાર્થ કર્યા વિના રહે જ નહીં.
મુંબઈમાં આપણે ‘દેવદર્શન' શ્વેતામ્બરનો હોલ છે તેમાં વ્યાખ્યાન રાખીએ છીએ ને ! વ્યાખ્યાનમાં દશ-દશ હજાર માણસ આવે... શુભભાવે. અમારા ઉ૫૨ લોકોને પ્રેમ તો છે ને ! તત્ત્વને સમજવાની જીવોને દ૨કા૨ બહુ થોડી.
અહીંયા કહે છે – આત્મામાં જે રાગ થાય, શુભાશુભભાવ થાય તેને મૂળથી ઉખેડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસ્રવ થાય છે. ત્યારે નિરાસ્રવ થાય છે. જોયું ? પહેલું મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષનો અભાવરૂપ નિરાસ્રવ કહ્યો. પછી હવે આ વાત લીધી. ત્યાં કોઈ પકડી રાખે કે - જુઓ; જેટલા અંશે બુદ્ધિપૂર્વક રાગ છે, સમ્યગ્દષ્ટિને, અરે ! મુનિને પણ છઢે સાતમે ગુણસ્થાને રાગનો ભાવ આવે છે. મુનિ તો નગ્ન દિગંબર સંત છે, તેઓ જંગલમાં રહે છે. તેમનું મુનિપણું તો અંદરમાં છે. તેઓ તો આનંદના ઝૂલામાં ઝૂલતા હોય છે. એમને પણ પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે રાગ છે. તેમને પણ આત્માનો અનુભવ કરતાં... કરતાં નાશ થશે, બીજો કોઈ ઉપાય નથી.