________________
૩૨
કલશામૃત ભાગ-૪ એને સહારો નિમિત્તનો છે, તેના આશ્રયે વિકાર ઉત્પન્ન થાય છે. થાય છે પોતાથી પણ તેનું લક્ષ કર્મ ઉપર જાય છે. આવું છે ભાઈ ! એ ભાઈ કહેતા હતા કે – આખી જિંદગી વઈ ગઈ. ત્યાં સ્થાનકવાસીમાં મોટા મોટા ભાષણ કરતા હતા.
પ્રશ્ન:- શ્રીગુરુનો ઉપદેશ મળે તો ને?
ઉત્તર:- પાત્ર જીવ હોય તો ઉપદેશ મળ્યા વિના રહે નહીં. મહાવિદેહમાં ભગવાન બિરાજે છે ત્યાં કેમ જન્મ ન લીધો? વિદેહમાં અસંખ્યાત કેવળી પરમાત્મા બિરાજે છે. સીમંધર ભગવાનનો ૫૦૦ ધનુષનો દેહ છે. એક કરોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં સીતેર લાખ છપ્પન હજાર કરોડ વર્ષ જાય એવું એક કરોડપૂર્વનું આયુષ્ય છે. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, સિદ્ધમાં નહીં હોં! એ વિદેહમાં કેમ ન જમ્યા? શ્રવણ કરવાની યોગ્યતા હોય તો ત્યાં જન્મ થાય ને!
શ્રોતા-આપ ને અહીંયાથી દેખાય છે? આપ તો ભગવાન પાસેથી થઈને આવ્યા છો.
અહીંયા તો કહે છે – જેટલો બુદ્ધિપૂર્વક થતો વિકાર તે ખ્યાલમાં આવે છે. ધર્મી જીવ - અર્થાત્ જેણે શુદ્ધ સ્વભાવનો અનુભવ કર્યો તે બુદ્ધિપૂર્વકના વિકારને તો છોડી ધે છે. ચૈતન્ય ભગવાન આત્મા આનંદ સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ જે નિર્મળ પ્રભુ છે તેની શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ દ્વારા તે મિથ્યાત્વ આદિ જાણવામાં આવે છે... તેને તો તે છોડી ધે છે. પરંતુ અબુદ્ધિપૂર્વકના જેટલાં સૂક્ષ્મ વિકાર રહે છે તે જાણકારીમાં આવતા નથી.
આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે.”
લ્યો! શું કહે છે? ખ્યાલમાં આવનારા વિકારી પરિણામ ને ધર્મી જીવ છોડી ધે છે. કેમકે – આત્મા આનંદ સ્વરૂપ છે તેવા અનુભવપૂર્વકનું સમ્યગ્દષ્ટિને ભાન છે. હવે જે અબુદ્ધિપૂર્વકના પરિણામ રહ્યા, પોતાની જાણકારીથી બહાર રહ્યા તેને મટાડવાનો ઉપાય - શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ છે. પોતાની ચૈતન્યની શુદ્ધિનું ભાન તો થયું છે પરંતુ વિશેષ અનુભવ કરવાથી અબુદ્ધિપૂર્વકના જે રાગાદિભાવ તેનો પણ નાશ થઈ જાય છે. આહા ! આવી વાતો હવે !
બુદ્ધિપૂર્વકને અબુદ્ધિપૂર્વક ને... એ બધા મારગડા જુદા પ્રભુ! વીતરાગના શાસ્ત્રો કોઈ જુદી જાતના છે.
શ્રોતા- રાગ બુદ્ધિપૂર્વક હો કે અબુદ્ધિપૂર્વક હો પરંતુ તેને મટાડવાનો ઉપાય શુદ્ધસ્વરૂપનો અનુભવ જ છે!
ઉત્તર- બુદ્ધિપૂર્વક રાગને તો સીધો મટાડી શકે છે. અબુદ્ધિપૂર્વકનો રાગ, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાથી મટી જાય છે. ધર્મીને તે રાગ ખ્યાલમાં તો નથી પરંતુ અંદરમાં શુદ્ધ