________________
૩)
કલશામૃત ભાગ-૪ નથી. આહાહા! સમ્યગ્દર્શનના પરિણામ પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાનના આશ્રયે થાય છે. આહાહા ! કેવી ભાષા? બાપુ! મારગડા બહુ જુદા ભાઈ !
તેથી સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે.” જુઓ, આ ધર્મની પહેલી સીઢી અને પહેલું પગથિયું. સમ્યગ્દર્શનમાં; શુદ્ધજીવ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણાનંદ તેનો અનુભવ થતાં.. મિથ્યાત્વ અને રાગ-દ્વેષના જે પરિણામ હતા તેનો સમ્યગ્દષ્ટિ નાશ કરે છે. આવી વાતો ! આ શું કહે છે? પકડાવું કઠણ પડે તેવું છે... પેલું તો સહેલું સટ હતું. દયા પાળવી, વ્રત કરવા, ઉપવાસ કરવા, કંદમૂળ ન ખાવા, પ્રત્યેક વનસ્પતિની મર્યાદા કરવી... એ બધું સહેલું ને સટ્ટ હતું. ધૂળમાંય સહેલું નથી સાંભળને! ભાઈ... તને ખબર નથી પ્રભુ! એ બધા વિકલ્પને રાગની ક્રિયાઓ છે. ભગવાન આત્મા સ્ફટિકની જેમ નિર્મળ છે. આવે છે ને.. “જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે... શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો,
જામનગરમાં સ્ફટિકનો કાચ છે. ત્યાં છ લાખનું મોટું સોલેરિયમ પણ છે. આ તો ૯૧ ની સાલની વાત છે. ત્યાંના મોટા ડોકટર હતા, તેનો અઢી હજારનો પગાર હતો તે વ્યાખ્યાનમાં આવતા હતા. એકવાર તે રાજકોટમાં વ્યાખ્યાનમાં તે ડોકટર આવેલા હતા. ત્યાં અમે જોવા ગયેલા. અમને બતાવ્યું” તું આવડું મોટું સ્ફટિક ધોળું. એ સ્ફટિક તદ્ગ નિર્મળ અને સ્વચ્છ હોય છે. એની સામે લાલ-પીળાં ફૂલ મૂકો તો સ્ફટિકમાં ડંખ દેખાય પણ તે સ્ફટિકનું સ્વરૂપ નથી. એમ ભગવાન આત્મા ચૈતન્ય સ્ફટિક રતન છે. આ પુણ્ય ને પાપના ભાવ કષાય છે અને તેનાં અભાવ સ્વરૂપને ભગવાને ધર્મ કહ્યો છે.
અહીંયા કહે છે કે – સમ્યગ્દષ્ટિ જીવ પહેલાંથી જ આવા પરિણામ મટાડે છે. તેને ખ્યાલમાં આવે છે કે – આ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ છે તેને સમકિતી પહેલેથી જ છોડી દે છે. કેમ કે આત્મા ચૈતન્ય ભગવાન પવિત્રતાનો પિંડ પ્રભુ છે. આત્મામાં તો જ્ઞાન-દર્શન-આનંદ એવી અનંત શક્તિ છે. અને એક શક્તિમાં અનંત સામર્થ્ય છે. આહાહા! આ ભગવાન આત્મા તે શરીર વિનાનો, પુણ્ય-પાપના રાગ વિનાની અંદર ચીજ છે. એ ચીજમાં તો અનંતી શક્તિ છે. શક્તિ નામ ગુણ, જેમાં અનંત ગુણ છે જેવા કે – જ્ઞાન, દર્શન, આનંદ, વસ્તુત્વ, અસ્તિત્વ, સ્વચ્છત્વ, કર્તા, કરણ, જીવત્વ આદિ સુડતાલીસ તો આપણે કહી છે પરંતુ એવી એવી તો અનંત શક્તિ છે. એક એક શક્તિમાં અનંત સામર્થ્ય છે. તેમજ એક એક શક્તિની અનંતી પર્યાય છે. આહાહા ! અંદર આવો ભગવાન બિરાજે છે. તેની ખબરું ન મળે અને અમે ધર્મ કરીશું, અમે ધર્મ કરીએ છીએ. કેવો ધર્મ કરીશ? ધર્મનો ધરનારો એવો જે ધર્મી આત્મા પોતે છે તેની તો ખબર ન મળે અને ધર્મ થશે? ક્યાંથી થશે?
અહીંયા કહે છે – શુદ્ધ અનંતગુણનો પ્રભુ છે તેની દૃષ્ટિ કરે છે, તે તો આશ્રય કરે છે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. સમ્યગ્દર્શનાદિ ભાવ જીવના સહારાના છે. મિથ્યાત્વાદિ ભાવ જે બુદ્ધિમાં ખ્યાલમાં આવે છે તેટલા વિકારના પરિણામને સમ્યગ્દષ્ટિ છોડી ધે છે.