________________
૨૮
કલશામૃત ભાગ-૪ સાલથી શાસ્ત્ર વાંચન છે.
આહાહા..! અમારા કુંવરજીભાઈ હતા ને! અમારા ફઈના દિકરા ભાઈ હતા. તે ભાગીદાર હતા. લાખોના ધંધા કરતા હતા... એમાં શું છે? એમાં ક્યાં બુદ્ધિનું કામ છે? પૂર્વના પુણ્યના પરમાણું પડયા હોય અને એનો પાક આવે તો બહારમાં ધૂળ દેખાય એમાં પુરુષાર્થની અને ડહાપણની ક્યાં જરૂર છે?
અહીંયા તો કહે છે - હું પૈસા પેદા કરી શકું છું, પૈસા મેળવી શકું છું, પૈસા વાપરી શકું છું... એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વભાવ અને રાગ-દ્વેષના ભાવ ખ્યાલમાં આવે છે. હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છું, હું તો જ્ઞાયક ચૈતન્ય આનંદ રસકંદ છું એવી દષ્ટિ થતાં, જે બુદ્ધિપૂર્વકના વિકારભાવ થતાં હતાં તેને જ્ઞાની છોડી ધે છે. ઝીણી વાત છે પ્રભુ!
આ પૈસા બુદ્ધિને લઈને મળે છે? શ્રોતા- પુણ્યના ઉદયને લઈને પૈસા મળે છે? આ કામ તો પૈસાથી થાય છે ને? ઉત્તર:- ધૂળેય નથી થતું પૈસાથી. શ્રોતા- આ છવ્વીસ લાખનું પરમાગમ થયું તે?
ઉત્તર:- તે તેને લઈને થયું છે, કાંઈ પૈસાથી થયું છે? ભગવાન કહે છે – પરમાણું જગતનું અજીવતત્ત્વ છે. અનંત પરમાણું છે. અનંત પરમાણુંની પર્યાય એને કાળે ત્યાં થાય છે, પૈસાને લઈને નહીં. લોકોને ક્યાં તત્ત્વની ખબર છે!
શ્રોતા- ભલે ઉપાદાન પૈસા ન હોય, પરંતુ (પરમાગમ મંદિર થવામાં) પૈસા નિમિત્ત તો છે ને?
ઉત્તર- નિમિત્તનો અર્થ શું? (કંઇ) કરતો નથી તેનો અર્થ નિમિત્ત કહેવાય. આકરી વાતું બાપા! આ આંગળીને હલાવવી એને પણ આત્મા કરતો નથી. પૈસા તો જડ-માટી-ધૂળ છે. પરદ્રવ્ય જડ – અજીવ છે. અજીવને હું આમ કરી શકું છું. એ માન્યતા મિથ્યાષ્ટિ – અજ્ઞાનીની છે. તેને જૈન ધર્મની ખબર નથી.
પ્રશ્ન:- જેણે આવું સાંભળ્યું નથી તેને શું?
ઉત્તર- અજ્ઞાન બચાવ કરવા માટે છે? તેણે સાંભળવા અહીં આવવું જોઈએને!તમારા આ મનીઓર્ડર ઉપર છાપ મારે છે ને ! એ બચાવ કરે કે – મને ખબર ન હતી. નોકરો કામ કરતા હતા, એ કાંઈ બચાવ છે? તેમ અજ્ઞાન તે બચાવ છે? અમને ખબર નથી એ તો એનો બચાવ છે. માર્ગ તો આ છે ભાઈ !
પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવની આ આજ્ઞા – હુકમ છે. આહાહા! સમ્યગ્દષ્ટિ છે. તેણે એમ જાણ્યું છે કે- પુણ્યને પાપના ભાવથી ધર્મ નથી. મારો આત્મા ચૈતન્યમૂર્તિ ભગવાન સ્વરૂપ છે. બપોરે આવ્યું હતું કે - “શુધ્ધ આત્માની... આત્મની.. આત્મામાં.” આહાહા! એ ભગવાન ચૈતન્ય શુદ્ધ છે તેમ સાંભળ્યું નથી. એક સમયની જે પર્યાયની અવસ્થા છે, એને