________________
૨૬
કલશામૃત ભાગ-૪ વિષય, વાસના તેમાં સુખબુદ્ધિ રહે તે મિથ્યાત્વ છે. પોતાનામાં જે દયા-દાન-વ્રત-ભક્તિપૂજાના શુભભાવ થાય છે તેમાં સુખબુદ્ધિ-ધર્મબુદ્ધિ રહે તે મિથ્યાત્વ છે.
વીતરાગી ત્રિલોકીનાથ જૈન પરમેશ્વર એમ કહે છે કે – તારી ચીજ અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તે સિવાયની બીજી કોઈ ચીજને પોતાની માનવી તે મિથ્યાત્વ છે. પોતાનામાં થતો શુભભાવ જે દયા-દાન-વ્રત-ઉપવાસ છે એ વ્રતાદિને લોકો સંવર માને છે અને તપને નિર્જરા માને છે. લોકોને કઠણ પડે એવું છે. એ વાતાદિ તે (આત્માથી) જુદી ચીજ છે. બાપુ! બારવ્રત અને પંચમહાવ્રતના વિકલ્પ થાય તે તો શુભરાગ છે, તે ચૈતન્યનું સ્વરૂપ નહીં, અને ઉપવાસ આદિ કરવાનો વિકલ્પ છે તે રાગ છે. એ શુભરાગમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ ભાવ છે.
પ્રશ્ન:- ધર્મનું કારણ છે?
ઉત્તર- એ કહીએ છીએ. અમે આ બધું કરીએ તેને તમે ધર્મ કહેતા નથી? અહીંયા કહે છે – પ્રભુ! એકવાર સાંભળ! અનંત કાળ ગયો ચોર્યાશીના અવતારમાં, તેમાં અનંતવાર જૈનનો સાધુ પણ થયો. દિગમ્બર સાધુ થયો હોં!! તો પણ અંદરમાં થતાં દયા-દાન-વ્રતભક્તિ-પૂજાના ભાવ એ ધર્મ છે એમ માન્યું છે. આ શરીરની ક્રિયા થાય તે મારાથી થાય છે એવી માન્યતા હતી. તે માન્યતા મિથ્યાત્વનું કારણ છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વની સાથે રહેલા રાગદ્વેષ છે. (પર) ચીજને અનુકૂળ માની તેમાં પ્રેમ થવો અને પ્રતિકૂળ ચીજને દેખીને વૈષ થવો એ રાગપરને દ્વેષ છે. આહાહા ! ગજબની વાતું છે બાપુ !
જીવના જે અશુધ્ધચેતનારૂપ વિભાવ પરિણામ” તે ધર્મ નહીં. અનંતકાળથી અશુધ્ધચેતનારૂપ છે વિભાવ પરિણામ અર્થાત્ વિકારી પરિણામ. “તે બે પ્રકારના છે. એક પરિણામ બુદ્ધિપૂર્વકના છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ-બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે.”
આહાહા!મિથ્યાત્વભાવરૂપના જે રાગ-દ્વેષ ભાવ છે તે બુદ્ધિપૂર્વકના છે. એ બુદ્ધિપૂર્વકના પરિણામ મન દ્વારા પ્રવર્તે છે... , ચૈતન્ય દ્વારા નહીં. આત્મા તો શુદ્ધ આનંદકંદ ચૈતન્યપ્રભુ છે. આ જે મિથ્યાત્વ ભાવ અને રાગ-દ્વેષના ભાવ તે મન દ્વારા પ્રવર્તે છે, તે બહારના વિષયના આધારે પ્રવર્તે છે, અર્થાત્ તેનું લક્ષ બહાર છે. મિથ્યાત્વનું લક્ષ કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર આદિ ઉપર છે અથવા મિથ્યાત્વનું લક્ષ પરદ્રવ્ય ઉપર છે. પરદ્રવ્યને પોતાનું માનવું તે મિથ્યાત્વ છે, તેથી મિથ્યાત્વનો વિષય પર છે. ઝીણી વાત બહુ બાપુ! વીતરાગ માર્ગ બહુ ઝીણો.
બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે “મારા પરિણામ આ રૂપે છે, શું કહે છે? નિમિત્તના લક્ષથી મિથ્યાત્વ-રાગ-દ્વેષ રૂપ પ્રવર્તે છે. તે બુદ્ધિપૂર્વક છે. તેને ખ્યાલમાં આવે છે કે – આ વિકાર આવી છે. જેને ખબર નથી તેને પણ જાણવામાં આવે છે કે આ મિથ્યાત્વભાવ છે, અથવા તે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. આ મિથ્યાત્વના પરિણામ છે તેમ જાણે છે. અથવા અન્ય જીવ પણ અનુમાન કરીને કે – આ રાગ