________________
કલશ-૧૧૬
૨૭ ને મિથ્યાત્વ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા વિપરીત છે, વળી વ્રત-તપની ક્રિયાથી ધર્મ માને છે તે મિથ્યાત્વ પરિણામ બીજાના અનુમાનથી પણ જાણી શકાય છે. જે જીવના આવા પરિણામ છે તેને બુદ્ધિપૂર્વકના પરિણામ કહેવાય છે. એ બુદ્ધિપૂર્વકના પરિણામ મન દ્વારા પ્રવર્તે છે, અન્ય દ્વારા પ્રવર્તે છે. મિથ્યાત્વનો વિષય નિમિત્ત છે. એ રાગ-દ્વેષ પોતાનાં દ્વારા ખ્યાલ આવે છે અને બીજા દ્વારા પણ ખ્યાલ આવે છે... કે... આ જીવ મિથ્યાત્વી છે અને રાગી-દ્વેષી છે. આનું નામ બુદ્ધિપૂર્વક પરિણામ કહેવામાં આવે છે.
ત્યાં આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે;” આહાહા! ધર્મી જીવ પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા છે જે પૂર્ણાનંદ અને અનંત રત્નાકરથી ભર્યો થકો ભગવાન આત્મા છે... આવી સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ હોવાથી જ્ઞાયકભાવને પરિપૂર્ણ ( જાણે છે.) સમ્યગ્દષ્ટિની દૃષ્ટિનો વિષય પરમાત્મ સ્વરૂપ જ્ઞાયકપ્રભુ હોવાથી... ખ્યાલમાં આવવાવાળા મિથ્યાત્વ, રાગ-દ્વેષને સમ્યગ્દષ્ટિ મટાડી શકે છે. ભારે આકરું કામ! હજુ તો આ સમ્યગ્દષ્ટિના ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકનું પાંચમું ગુણસ્થાન તો ક્યાં રહ્યું? એ હજુ કોને કહેવું? ત્યાર પછી મુનિની છઠ્ઠા ગુણસ્થાનની દશાની તો અલૌકિક વાતું છે.
અહીંયા તો ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ અવિરતીને પણ આવા મિથ્યાત્વના પરિણામ બુદ્ધિપૂર્વક જાણવામાં આવે છે. માટે તેને છોડી છે. કેમ કે આવા પરિણામ જીવની જાણકારીમાં છે. આહાહા ! જ્ઞાનીને ખ્યાલમાં આવે છે. લોકો કહે છે ને કે – સમ્યગ્દર્શન છે તે કેવળીગમ્ય છે. તો પછી મિથ્યાત્વની ખબર ના પડે પરંતુ તેવા જીવ પુણ્યમાં ધર્મસુખ માને છે, પાપ બુદ્ધિમાં સુખ માને છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. આવી વાતો સાંભળવા મળે નહીં. ત્યાં એ શું કરે?
મજૂરી કરી કરીને રળ્યા, પૈસા રળ્યાં ને આ રળ્યાં ને તે રળ્યાં મજૂરી કહેવાય શું કહેવાય? લ્યો! બાપા તો એમ કહે છે કે – મોટા મજૂર કહેવાય. આહાહા ! એ તો રાગ ને ષની મોટી મજૂરી કરે છે. પરનું સંચાનું કે પૈસાનું કાંઈ કરી શકતા નથી. એ કરે તો રાગદ્વેષને પુષ્ય ને પાપના ભાવ (અજ્ઞાનભાવે ) કરે.
પ્રશ્ન-પુણ્ય વિના પૈસા આવે કેવી રીતે?
ઉત્તર- ધૂળમાંય પૈસા પુણ્યને લઈને નથી આવતા. બુદ્ધિના બારદાન પાસે કરોડો રૂપિયા દેખાય છે, નથી ખબર પડતી? બુદ્ધિના બારદાન ખાલી ખોખા સમજ્યા? એવા પણ અબજોપતિ દેખાય છે.
શ્રોતા- સો માં એક નીકળે પણ નવ્વાણું તો બુદ્ધિવાળાને !
ઉત્તર- બુદ્ધિના ખાં હોય અને બે હજાર પેદા કરવા હોય તોય પરસેવા ઊતરી જાય છે. નથી જોયા? અહીંયા તો ૮૮ વર્ષ થયા.. ઘણું જોયું છે. અહીંયા તો સત્તર વર્ષની ઉંમરથી આ અભ્યાસ છે. સીત્તેર - એકોતેર વર્ષથી દુનિયા બધી જોઈ છે. દુકાનમાં હતા ત્યારથી એકોત્તરની