________________
કલશ-૧૧૬
૨૫ થોડા દિવસ પહેલાં પ્રતાપગઢનો એક માણસ તીર્થંકર થઈને આવ્યો હતો. એક મહિના પહેલાં તેનો પત્ર પણ આવેલો. હું તીર્થકર છું, કેવળી છું, મારે ચાર કર્મનો નાશ થયો છે. હું ત્યાં આવું એટલે મારા માટે ત્યાં બધી વ્યવસ્થા કરજો. મારું સ્વાગત થવું જોઈએ.
પ્રતાપગઢનો એ ભાઈ અહીંયા આવેલો. આ રામજીભાઈને બધાં બેઠાં હતાં. પછી તે બોલ્યો – મને ચાર કર્મનો નાશ થયો છે, હું કેવળી છું, – આ સાચી વાત કહું છું. પછી કહે – ભગવાનને પણ ચાર કર્મનો નાશ થયો હતો અને ચાર કર્મ બાકી હતા. મને પણ ચાર કર્મ બાકી છે. ભગવાનને ચાર કર્મ બાકી હતા એટલે તેની પાસે પૈસા ન હતા, મારે પણ ચાર કર્મ બાકી છે તેથી મારી પાસે પૈસા નથી. કપડાં પહેરેલા હતાં. આમ ગરીબ માણસ હતો. અમારા જેવા માટે આશ્રમ રાખો જેથી અમને રોટલા મળે.
પછી મેં કહ્યું – ભાઈ ! આ તને શું થયું છે? આ તો મિથ્યાષ્ટિપણું છે. તોપણ સાંભળે અને પાછો હસે, પછી ઊભો થયો અને પગે લાગ્યો. મેં કહ્યું - આ મિથ્યાષ્ટિ છે. તીર્થકર અને કેવળી કોને કહેવાય તેની તને ખબર છે? આ તું શું કહે છે? હજુ તો સાધુ કોને કહેવા તેની ખબર ના મળે, સમકિતી કોને કહેવા તેની ખબર ન મળે... અને થઈ ગયા તીર્થકર અને કેવળી?
તે ગાંડો ન હતો પરંતુ તેના મગજમાં પાવર ચડી ગયેલો. વળી પાછો કહે – અહીંયા તો અમારી કિંમત નથી થતી, હવે મારે અગાસ જાવું છે. ત્યાં શ્રીમને માનનારા તેના ભક્તો છે.. ત્યાં મારી કિંમત થશે! આવા પણ જીવ હોય છે. આમ તે દિગમ્બર હતો, શ્વેતાંરમ્બર ન હતો. આડું અવળું ક્યાંથી ચાલે ! પાછો ઊભો થઈને પગે લાગે. અરે બાપુ! હજુ સમ્યગ્દર્શન કોને કહેવું તેની ખબર ન મળે અને સાધુ થઈ ગયા? કેવળી-તીર્થકર થઈ ગયા?
અહીંયા કહે છે કે – ચેતના માત્ર શુદ્ધ સ્વરૂપ છું; આ સમસ્ત કર્મની રચના છે; આમ અનુભવતાં મનના વ્યાપારરૂપરાગ મટે છે. બહારની જે કર્મની રચના છે તે મારી નથી.. તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે. હવે પછી અબુદ્ધિપૂર્વક રાગની વ્યાખ્યા કરશે. પ્રવચન નં. ૧૧૩
તા. ૦૪/૧૦/'૭૭ ભાવાર્થ આમ છે - “મિથ્યાત્વ - રાગ - દ્વેષરૂપ છે જીવના જે અશુધ્ધચેતનારૂપ વિભાવપરિણામ”, મિથ્યાત્વ અર્થાત્ પુણ્ય ને પાપના ભાવમાં ધર્મ છે, પરને હું કરી શકું છું, પરથી મારામાં કંઈક થાય છે એવો જે મિથ્યાત્વ ભાવ તે સ્વરૂપથી વિપરીત ભાવ છે.
શું કહે છે? સૂક્ષ્મ વાત છે, અનંતકાળથી સાંભળી નથી. આત્મામાં જે મિથ્યાત્વ થાય છે તે શું છે? એ મિથ્યાત્વ અઢાર પાપમાં એક મોટું પાપ છે.
આ આત્મા પરનું કાંઈ કરી શકે છે, પરનું ભલું બુરું કરી શકે છે એવી માન્યતા તે મિથ્યાત્વ છે અર્થાત્ મહાપાપ છે. પોતાનામાં પાપના પરિણામ જે થાય છે – હિંસા, જૂઠ, ચોરી,