________________
૨૪
કલશામૃત ભાગ-૪ ચાત તવા નિત્ય નિરwવ: ભવતિ” જે કાળે, અનંત કાળથી વિલાપ-મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે;”
આત્મા એટલે ભગવાન જીવદ્રવ્ય-વસ્તુ છે. જીવપદાર્થ અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ છે. અનંતકાળથી મિથ્યાત્વ ભાવરૂપ પરિણમ્યું હતું તે પોતાની યોગ્યતા મેળવીને અંદર જે નિકટ પર્યાય પડી છે તે પ્રાપ્ત થતાં, વિભાવ પરિણામ સહજ જ છૂટી જાય છે.
સ્વભાવ - સમ્યકત્વરૂપ પરિણમે છે, (એવો કોઈ જીવ હોય છે,) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં સર્વથા કાળ સમ્યગ્દષ્ટિ જીવનિરાસવ અર્થાત્ આસવથી રહિત હોય છે.
(સમ્યગ્દષ્ટિ) થયો ત્યારથી તે સર્વકાળ નિરાસ્રવ છે. સર્વથા, સર્વકાળ (એમ કહ્યું ) જોયું! નિત્ય નિરાગ્નવ એમ કહ્યું ને! સર્વથા, સર્વકાળ અને સર્વ સમ્યગ્દષ્ટિ જીવ આસવથી રહિત છે.
ભાવાર્થ આમ છે - કોઈ સંદેહ કરશે કે – સમ્યગ્દષ્ટિ આસવ સહિત છે કે આસવ રહિત છે? સમાધાન આમ છે કે આસવથી રહિત છે. શું કરતો થકો નિરાસવ છે? “નિનવૃદ્ધિપૂર્વ રા સમ નિશં સ્વયં સન્મયજીનપોતાના મનનું આલંબન કરીને થાય છે જેટલા મોહ-રાગ-દ્વેષરૂપ અશુધ્ધ પરિણામ એવા જે પરદ્રવ્ય સાથે રંજિત પરિણામ - જે અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે-તેને સમ્યકત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં સહજ જ છોડતો થકો.”
મિથ્યાત્વ આદિ તો બધા છૂટી ગયા, બીજા બધા આસ્રવ છોડવા બાકી છે. રુચિપૂર્વક જે રાગ હતો તે છૂટી ગયો.... પરંતુ બીજા હજુ અસ્થિરતાના પરિણામ સમ્યગ્દષ્ટિને પણ છે. અબુદ્ધિપૂર્વકનો રાગ છે, રુચિ પૂર્વકનો રાગ નથી.
ભાવાર્થ આમ છે કે - નાના પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શરીરભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો “હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું, ' ઇત્યાદિરૂપ રંજિત થતો નથી;
સમ્યગ્દષ્ટિ જીવ, પરમાં રંજાયમાન થતો નથી. હું દેવ છું, હું પૈસાવાળો છું, હું પત્નીનો પતિ છું, હું નરેન્દ્ર છું. એ બુદ્ધિ સમ્યગ્દષ્ટિને છૂટી ગઈ છે. આહાહા! તે તો જાણે છે કે – હું શુદ્ધચેતનામાત્ર છું. આહાહા! સમ્યગ્દષ્ટિ થયો તો ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા! ચેતનની ચેતના સ્વરૂપ હું છું. આહાહા ! એ.. પુણ્ય પાપની ચીજ મારી નથી. તેમ સમ્યગ્દષ્ટિને જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી ભાન થઈ ગયું છે. તેથી પરમાં રંજાયમાન થતો નથી.
શામાં રંજાયમાન થતો નથી? પુણ્યના ફળથી હું દેવ છું, હું મનુષ્ય છું, હું પૈસાથી સુખી છું, કુટુંબ કબિલાથી સુખી છું આમ અજ્ઞાની મિથ્યાદેષ્ટિ માને છે પરંતુ તેમ સમકિતી માનતો નથી. હું દુઃખી છું, હું નિધન છું, ઇત્યાદિરૂપ રંજાયમાન થતો નથી.