________________
૨૨
કલશામૃત ભાગ-૪
વળી સમ્યગ્દષ્ટિ જીવ જે રીતે નિરાસ્રવ છે તે કહે છે (શાર્દૂલવિક્રીડિત ) सन्न्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन् परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् आत्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।। ४-११६ ।।
.
ખંડાન્વય સહિત અર્થ:- “આત્મા યવા જ્ઞાની સ્યાત્ તા નિત્યનિયાસવ: ભવત્તિ" (આત્મા) જીવદ્રવ્ય (યા) જે કાળે, (જ્ઞાની સ્વાત્) અનન્ત કાળથી વિભાવમિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે, સ્વભાવ-સમ્યક્ત્વરૂપ પરિણમે છે, ( એવો કોઈ જીવ હોય છે, ) ( તવા ) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં (નિત્યનિયાન્નવ: ) સર્વથા સર્વ કાળ સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ અર્થાત્ આસ્રવથી રહિત (મતિ ) હોય છે. ભાવાર્થ આમ છે-કોઈ સંદેહ
"
ક૨શે કે સમ્યગ્દષ્ટિ આસ્રવ સહિત છે કે આસ્રવ રહિત છે ? સમાધાન આમ છે કે આસ્રવથી રહિત છે. શું કરતો થકો નિરાસ્રવ છે ? “નિષ્નવ્રુદ્ધિપૂર્વ રાનું સમગ્ર અનિશ સ્વયં સન્યસ્યન્” (નિન) પોતાના (વૃદ્ધિ ) મનનું (પૂર્વ) આલંબન કરીને થાય છે જેટલા મોહ-રાગદ્વેષરૂપ અશુધ્ધ પરિણામ, એવા જે ( i ) ૫૨દ્રવ્ય સાથે રંજિત પરિણામ-જે (સમગ્રં) અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે-તેને (અનિશ) સમ્યક્ત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં ( સ્વયં) સહજ જ ( સન્યસ્યન્) છોડતો થકો. ભાવાર્થ આમ છે કે-નાના પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શ૨ી૨-ભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો ‘હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું,’ ઇત્યાદિરૂપ રંજિત થતો નથી; જાણે છે કે-‘હું ચેતનામાત્ર શુદ્ધસ્વરૂપ છું; આ સમસ્ત, કર્મની રચના છે.’ આમ અનુભવતાં મનના વ્યાપારરૂપ રાગ મટે છે. “અવ્રુદ્ધિપૂર્વક્ અપિ તું ખેતું વારંવારમ્ સ્વશક્તિમ્ સ્પૃશન્”(અબુદ્ધિપૂર્વમ્)મનના આલંબન વિના મોહકર્મના ઉદયરૂપ નિમિત્તકા૨ણથી પરિણમ્યા છે અશુધ્ધતારૂપ જીવના પ્રદેશ, (તં અપિ) તેને પણ (નેવું) જીતવાને માટે (વારંવારમ્) અખંડિતધારા-પ્રવાહરૂપે (સ્વશ િં) શુદ્ધ ચૈતન્યવસ્તુને (સ્પૃશન્) સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદતો થકો. ભાવાર્થ આમ છેમિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ છે જીવના જે અશુધ્ધચેતનારૂપ વિભાવપરિણામ તે બે પ્રકા૨ના છેઃ એક પરિણામ બુદ્ધિપૂર્વક છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ-બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે ‘મારા પરિણામ આ રૂપે છે,’ તથા અન્ય જીવ પણ અનુમાન કરીને