________________
૨૦
કલશામૃત ભાગ-૪ આત્મા ઉ૫૨ દૃષ્ટિ થતાં સમ્યક્ત્વરૂપે પરિણમન થાય છે... તો અશુધ્ધ પરિણમન મટયાં... ( જે પૂર્વે ) તેની પર્યાયમાં વિધમાન હતા. એ અશુધ્ધ પરિણામ, શુદ્ધ પરિણમનને કા૨ણે મટી ગયા. “તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાસવથી રહિત છે.” આ કા૨ણે તે ધર્મી છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા! અનંતગુણનો ભંડા૨-ખાણ છે. અનંત કેવળજ્ઞાનની પર્યાયનો ભંડાર ભગવાન આત્મા છે. અરે ! એવાં ભંડાર ખોલ્યા. – અનાદિથી રાગની એકતાબુદ્ધિથી તાળા માર્યા હતા. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-જાત્રા આદિના શુભરાગને અને આત્માને એક માન્યા હતા. શુદ્ધ ખજાના ખોલવા માટે મિથ્યાત્વના તાળા બંધ હતા. એ સમ્યગ્દર્શન જ્યાં થયું અર્થાત્ સ્વભાવની એકતા થઈ અને રાગની એકતા તૂટી તો ખજાનાના તાળા ખૂલી ગયા. આવી વાતો છે ! જગતથી તો સાવ નિરાળી છે. મુંબઈમાં તો કયાંય સાંભળવા મળે એમ નથી. મુંબઈ એ તો મોહમયી નગરી છે.
મોટી નગરી તેથી બે-બે માળની બસો ચાલે. તેમાં માણસો અહીંયાથી અહીંયા જાય. આમ તો ગામમાં ને ગામમાં પરંતુ પાંચ-દશ માઈલ છેટે જાય. અમે ઘણીવાર બસમાં ગયા હતા. માણસો હેરાન... હેરાન છે. એમાં દરરોજ બે-ચાર જણાતો મરી જ જાય. એકવાર જોયું'તું– માણસ નીકળ્યો અને કચડાઈ ગયો.
અહીંયા તો કહે છે – મિથ્યાત્વમાં તારો જે કચ્ચરઘાણ થયો હતો તે સમ્યગ્દર્શન થતાં કચ્ચરઘાણનો નાશ થઈ ગયો. ભાષા થોડી છે... પરંતુ ભાવ ઘણાં છે. બાપુ ! આ તો વીતરાગ માર્ગ છે.
સર્વજ્ઞ ત્રિલોકીનાથ જિનવરદેવ છે તેને એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જાણવામાં આવે છે. ભગવાન મહાવીર આદિ અનંત તીર્થંકરો થયા. એ તો હવે સિદ્ધ થઈ ગયા, અત્યારે તેઓ અરિહંત નથી. અત્યારે તેઓ ‘નમો સિદ્ધાળમ્' માં બિરાજે છે. મહા વિદેહમાં સીમંધર ભગવાન છે તે ‘નમો અરિહંતાળમ્' માં છે. તેમને ણમો સિદ્ધાણમ્ની વાર છે. અત્યારે ણમો અરિહંતાણમમાં છે – તેમની દિવ્યધ્વનિ નીકળે છે, ઓમ ધ્વનિ નીકળે છે. બનારસીદાસે બનારસી વિલાસમાં લખ્યું છે કે –
“મુખ ૐૐ કાર ધ્વનિ સૂણિ અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશૈ, ભવિક જીવ સંશય નિવારે”
ભગવાન ૫૨માત્મા ત્રિલોકીનાથ બિરાજે છે. તેના મુખેથી ઓમ ધ્વનિ સાંભળી ગણધ૨ અર્થ વિચારે છે. તેમની સભામાં સંતો-દિગમ્બર મુનિઓ બેઠા છે... અને એમની વાણીમાંથી આગમની રચના કરે છે. એ આ વાણી છે. સમજમાં આવ્યું ?
હજુ તો બાયડી–છોકરાં-ઘ૨ને ૫૨ માનવામાં ૫૨સેવા ઊતરે છે. સ્ત્રી એ અમારી અર્ધાંગના છે. અડધું અંગ એનું અને અડધું અંગ મારું બન્ને થઈને એક છીએ. મુરખ છો ! તારી અર્ધાંગના ક્યાંથી થઈ ગઈ !!