________________
કલશ-૧૧૫
શ્રોતા- અશાતાકર્મનો ઉદય હોય ત્યારે...?
ઉત્તર:- અશાતાકર્મનો ઉદય હોય તોય ! તેમાં શરીરના પરમાણુને શું? અશાતાવેદનીય કર્મને લઈને શરીરમાં રોગ થયો નથી. પરમાણું પોતાના ઉપાદાનથી શરીરમાં એ રીતે પરિણમ્યા તેમાં અશાતાવેદનીય નિમિત્ત છે. રોગની પર્યાય છે તે જડની પર્યાય છે. આત્મા અને જડની પર્યાયના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભિન્ન છે. શરીરમાં રોગ આવ્યો તેના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભિન્ન છે. સર્વ કાળે ભિન્ન છે. આત્મામાં રહેલા કર્મ પરમાણું આત્માથી સર્વથા ભિન્ન છે. આ શરીર તો ધૂળ માટી-જડ છે. આ રોગ દશા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે. રોગની દશા પરકાળમાં પરક્ષેત્રમાં, પરદ્રવ્યમાં જાય છે. આહાહા! ભગવાન આત્મા તો રોગને અડતોય નથી, અજ્ઞાની હો તોપણ તે અડતો નથી. પરદ્રવ્યને તો કેવી રીતે અડે? ફક્ત પર ઉપર લક્ષ કરીને હું રાગી થયો, હું દુઃખી થયો એવી કલ્પના કરી બસ , કે- આ રોગ મને
થયો છે.
પોત પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે”શું કહે છે? પરમાણું જે જડ પુદ્ગલ કર્મ એ દ્રવ્ય છે, એની અંદર શક્તિરૂપે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણ છે. કર્મરૂપ પર્યાય તે તેની અવસ્થા છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પોતે છે, અન્યમાં છે નહીં. જડના દ્રવ્ય-ગુણપર્યાય આત્મામાં છે નહીં. આહાહા ! તેથી પુદ્ગલપિંડથી જીવ ભિન્ન છે, બન્ને તર્ન જુદા છે. એ કર્મ પુદ્ગલપિંડ... અજીવતત્ત્વ છે અને ભગવાન આત્મા અરૂપી જીવતત્ત્વ છે. બન્ને તન્ન ભિન્ન છે. આહાહા! ક્યારે ? ત્રણ કાળે. જેણે એમ માન્યું કે આઠ કર્મ મને હેરાન કરે એવી માન્યતા ભ્રમ છે. “પોત પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદ્ગલ પિંડથી જીવ ભિન્ન છે.”
“ભાવાસવ એટલે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ અશુધ્ધચેતના પરિણામ; આવા પરિણામ જો કે જીવને મિથ્યાષ્ટિ અવસ્થામાં વિધમાન જ હતા તોપણ”, શું કહે છે? જે મિથ્યાત્વ ભાવ, પુણ્ય-પાપના ભાવ તે ભાવાગ્નવ કહેવા છતાં મોટું–રાગ-દ્વેષ, મિથ્યાત્વના રાગ-દ્વેષ તે વિભાવ અશુધ્ધચેતના પરિણામ છે. આવા પરિણામ જીવને મિથ્યાષ્ટિ અવસ્થામાં વિધમાન જ હતા. આહાહા ! કર્મ તો વિધમાન છે જ નહીં પોતાનામાં પરંતુ વિપરીત માનતો હતો કે-પુણ્ય મારા છે અને પાપ મેં કર્યા, પાપ મારી ચીજ છે.. એવો જે મિથ્યાત્વ ભાવ તે આત્માની પર્યાયમાં દેખાય છે. તે જીવની પર્યાયમાં – અવસ્થામાં વિદ્યમાન છે.
આહાહા! જ્યાં સ્વરૂપની દૃષ્ટિનું ભાન નથી, સમ્યગ્દર્શનનો જ્યાં ખ્યાલ નથી કે – સમ્યગ્દર્શન શું ચીજ છે! એ તો એમ માને કે – અમે દેવ-ગુરુ-શાસ્ત્રને માનીએ તેનું નામ સમ્યગ્દર્શન છે. આમ કરીને બિચારા મૂંઢ થઈ અનાદિકાળ પરિભ્રમણમાં રખડે છે. એ મિથ્યાત્વભાવ જીવની પર્યાયમાં વિદ્યમાન છે. જેમ પરમાણું જીવની પર્યાયમાં વિદ્યમાન છે નહીં તેમ આ નથી.
“તોપણ સમ્યકત્વ પરિણમતાં અશુધ્ધ પરિણામ મટયા;” શુદ્ધ ચૈતન્ય ભગવાન