________________
કલશ-૧૧૫
શ્રોતા:- ગરીબને પૈસા આપે તેમાં ભીખ માંગે છે ?
ઉત્તરઃ- પૈસા ક્યાં એના હતા તે આપે ! પેલી ચોરીની વાત થઈ હતી ત્યારે મેં પૂછયું હતું - સોનાનો તોલાનો ભાવ શું છે? છોકરાંવ કહે – છસો રૂપિયા. વીસ તોલા સોનાના બાર હજાર રૂપિયા થયા. ઉજ્જૈનમાં બનાવ બન્યો છે. સોનીના છોકરાં દુકાને બેઠાં હતા, પિતાજી નહીં હોય અને ઘરાક આવ્યા અને વીસ તોલા સોનું લઈ ગયા. પછી છોકરાંવને થયું હોય ! હાય ! પિતાજી આવશે તો શું કરશું? બન્નેએ (તેજાબ) ઝેર પી લીધું. તેમાં એક તો ત્યાં ને ત્યાં મરી ગયો, બીજાને હોસ્પિટલમાં લઈ ગયા છે.
તેમ અહીંયા તો મિથ્યાત્વના ઝેર પીવે છે. ક્ષણે ક્ષણે પુણ્યને પાપના ભાવ થાય છે શુભાશુભ એ મારા છે, એવું ઝેર પીવે છે. તે મિથ્યાત્વનું ઝેર પીવે છે. આહાહા ! ચૈતન્યના જીવને જોખમમાં નાખ્યો છે. જેમ શરીર પર છરાના ઘા પડે અને લોહી છાણ નીકળે; તેમ ત્રણલોકનો નાથ, સચ્ચિદાનંદપ્રભુ આનંદકંદ છે તેને પુણ્યને પાપના ભાવ મારા છે એવા મિથ્યાત્વના ઘા પડે છે. ભાઈ ! તને ખબર નથી. તે તારા જીવને જોખમમાં નાખ્યો તે જીવન કેવા છે? તને તેની ખબર નથી.
અહીંયા ત્રિલોકીનાથ પરમાત્મા જિનેન્દ્રદેવ ફરમાવે છે કે – પ્રભુ! પ્રભુ તરીકે બોલાવે છે. અનંત આનંદનો નાથ અંદર તો તમે પ્રભુ છો ને! આહાહા ! તારી પ્રભુતા ઉપર તારી દૃષ્ટિ ગઈ તો રાગ-દ્વેષ, પુણ્ય-પાપની દૃષ્ટિ છૂટી ગઈ. અંદર દૃષ્ટિ ગઈ તો બહારથી છૂટી ગઈ. તેને સમ્યગ્દર્શનની દશા કહેવામાં આવે છે. આ ધર્મની પહેલી શરૂઆત છે. પુણ્યને પાપના બને ભાવ આસ્રવ છે તેની રુચિ છોડી, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ છે, અનાકુળ જ્ઞાન આનંદનો રસકંદ છે તેની અંતર દેષ્ટિ થતાં શુદ્ધ પરિણમન થયું તેનું નામ સમ્યગ્દર્શન છે. તે ધર્મની પહેલી સીઢી છે. આહાહા ! એ (શુદ્ધ પરિણમનમાં) ભાવાસવનો અભાવ છે.
ભાવાસવ-મિથ્યાત્વ-પુણ્ય એ મારા એવી જે માન્યતા હતી તે છૂટી ગઈ. આહાહા ! આવો માર્ગ લોકોને હાથ લાગતો નથી તેમજ સાંભળવા મળતો નથી. અત્યારે તો જૈનના નામે બધે અજૈનપણું ચાલ્યું છે. વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો, એ તો બધી રાગની ક્રિયા છે. આહાહા! એ રાગને મારો માન્યો, તે મને લાભદાયક છે તે માન્યતા મહા મિથ્યાત્વનું પાપ છે.
ભગવાન એમ કહે છે કે – પ્રભુ! એકવાર સાંભળતો ખરો ! તારી રિદ્ધિ સિદ્ધિ સંપદા તારામાં પરિપૂર્ણ પડી છે ને નાથ ! તારે બહાર ડોકિયા કરવાની જરૂર નથી. તારી અંતરમાં ઋદ્ધિ છે તેમાં નજર કર ને! એ નજરમાં તને તારા નિધાન જણાશે. ત્યારે તારું શુદ્ધ પરિણમન થશે... અને ત્યારે મિથ્યાત્વના અશુધ્ધ પરિણામનો નાશ થશે. આહાહા!ભાવાન્સવનો આ રીતે નાશ કહ્યો છે. (પૂર્વે તેની) પર્યાયમાં હતો તેનો શુદ્ધ પરિણમનથી પર્યાયમાં પણ નાશ થયો છે. આ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે તેને ભગવાને જડ માટી પુદ્ગલ છે – અજીવ છે