________________
૧૬
કલશામૃત ભાગ-૪ કળશ નં. - ૧૧૫ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૨
- તા. ૦૩/૧૦/'૭૭ આ કળશટીકા છે. જ્યાં શુભાશુભ ભાવમાં લીન થઈને જીવ રોકાય છે ત્યાં સુધી સંસારના પરિભ્રમણમાં રખડવાનો છે. આહાહા ! જ્યારે સમ્યકરૂપી પર્યાય પરિણમે છે અર્થાત્ શુદ્ધતારૂપી પરિણમે છે એમ ! પુણ્ય-પાપરૂપે થવું એ તો અશુધ્ધ છે. તેથી શુભ-અશુભ ભાવને અહીં આસ્રવ કહ્યા છે. પછી તે હિંસા-જૂઠ-ચોરી-વિષય-ભોગ-વાસના કે કામ-ક્રોધાદિના પરિણામ હો, કે પછી દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવ હો! પરંતુ તે બન્ને ભાવ આસ્રવ છે. નવા આવરણનું કારણ છે. એ આસવને રોકવા માટે ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ પવિત્ર ભગવાન આત્માની અંતર્મુખ દૃષ્ટિ કરે છે ત્યારે શુદ્ધ પરિણમન થાય છે. એ શુદ્ધ પરિણમન એ સમ્યગ્દર્શનની દશા છે. આહાહા ! આવી વાત છે. હજુ તો શુદ્ધ શું ને પરિણમન શું એની તો ખબર ન મળે!
ચૈતન્ય વસ્તુ છે તે શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ, અનાકુળ શાંતિ ને આનંદનો રસ કંદ પ્રભુ છે. તેમાં દૈષ્ટિ દઈને, બહારથી સર્વથા દૃષ્ટિ સમેટીને, અંતરમાં દૃષ્ટિ દેતાં શુદ્ધ પરિણમન થાય.... ત્યારે તેને સમ્યગ્દર્શન થયું અને ત્યારે શુદ્ધતાનું પરિણમન થયું. આહાહા ! ત્યારે સંવરનિર્જરાની દશા થઈ.. અને (અશુધ્ધ ) પરિણમન મટયું.
પુણ્ય-પાપના ભાવ કહો કે શુભાશુભ ભાવ કહો ! તે શુદ્ધ સ્વભાવના આશ્રયે, આત્માને અવલંબીને પરિણમતા. જે અશુધ્ધતારૂપ પુણ્ય-પાપના ભાવ હતા તે મટી ગયા. આહાહા! મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ મટી ગયા. મિથ્યાત્વ સંબંધીના અશુધ્ધ પરિણામ તે મટી ગયા. અહીં મિથ્યાત્વની મુખ્યતાએ વાત લીધી છે. આ રીતે ભાવ આસ્રવથી રહિત થયો.
આહાહા ! એ પ્રકારે ભાવ આસવ જે પુણ્ય-પાપ મિથ્યાત્વના ભાવ એનાથી તો રહિત થયો. આનું નામ સંવર-નિર્જરા છે. બહારમાં સામાયિક બાંધીને બેસે તો થઈ ગયો સંવર? “અશુધ્ધ પરિણામ મટયા, તેથી ભાવાસવથી તો આ પ્રકારે રહિત થયો.” જેટલા મિથ્યાત્વભાવ અને રાગ-દ્વેષ ભાવ હતા, જે મિથ્યાત્વ સંબંધી હતાં, એટલાં અશુધ્ધ પરિણામ મટયાં. ભગવાન પરમાનંદ સ્વરૂપ પ્રત્યેની પ્રતીતિ, અનુભવ, દષ્ટિ થઈ તો એટલા સંવરનિર્જરા ઉત્પન્ન થયા. આને સંવર નિર્જરા કહીએ.
pવ્યાખ્રવેશ્ય: સ્વતઃ વ મિન્નઃ” ભાવ આસ્રવે તો ભિન્ન થઈ ગયો. હવે દ્રવ્ય પરમાણુ જે જડકર્મના - જડ રજકણ પડયા છે તેનાથી તો સ્વતઃ ભિન્ન છે જ. કેમકે જડ રજકણ ભિન્ન છે આત્મ પદાર્થ ભિન્ન છે. આહાહા! અનંતગુણ રત્નાકરનો સાગર પ્રભુ છે એ પોતાના આનંદને ભૂલી ને તે પુણ્યના પરિણામ દયા-દાન આદિ શુભ ભાવમાં ઠીક છે તેમ માને છે તે ભિખારી છે. ભિખારી (બહારમાં) ભીખ માંગે છે.