________________
૧૪
કલશામૃત ભાગ-૪ આઠકર્મનું બંધન પણ છે. છઠે આઠકર્મ બંધાય છે. શરીરનું આયુષ્ય ન હોય તો સાત બંધાય છે, નહીંતર આઠ બંધાય છે. દશમા ગુણસ્થાને છે કર્મ બંધાય છે. અહીં કહે છે કે – બિલકુલ કર્મ બંધાતા જ નથી. કઈ અપેક્ષાએ વાત છે તે સમજવું જોઈએ.
આસ્રવ અધિકારમાં સમ્યકત્વની પ્રધાનતાનો ભાવ બતાવી મિથ્યાત્વનું બંધન અર્થાત્ આસ્રવ છે જ નહીં એમ કહેવામાં આવ્યું છે. કેમકે – સમ્યગ્દર્શનમાં આખો આત્મા અનુભવમાં આવ્યો, આખો આત્મા પવિત્રતાનો ( પિંડ) અનંત આનંદનો નાથ, પરમાર્થ અનુભવમાં આવ્યો તો કહે છે – તેમાં આસ્રવ છે જ નહીં. એમ બતાવ્યું. અસ્થિરતાની વાતને અહીંયા ગૌણ કરીને બતાવી છે.
કોઈ એક વાત પકડી લ્ય કે – જુઓ! અહીંયા આ લખ્યું છે. ગઈકાલે તો આવ્યું હતું કે - જ્ઞાનીને અશુધ્ધતાનો આસ્વાદ આવે છે. અશુધ્ધતા છે તો આસ્વાદ આવે છે. અશુધ્ધતા ન હોય તો આસ્વાદ આવે? જ્યાં સુધી ચારિત્રના દોષનો અંશ છે ત્યાં સુધી આસ્રવ છે, અને ત્યાં સુધી નવા કર્મ બંધાય છે. અહીંયા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવને મુખ્ય કરી અને અસ્થિરતાના દોષને ગૌણ કરીને વાત કરી છે. પરંતુ કોઈ એકાન્ત તાણે કે- સમકિતીને બંધ છે જ નહીં ( એમ ન ચાલે ) જૈનદર્શન બહુ ગંભીર છે.
આ શ્લોકમાં તો સમકિતીને બિલકુલ આસ્રવ છે જ નહીં, કર્મનું નવું આવરણ છે જ નહીં એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ મૂળ કારણની અપેક્ષાએ વાત કહી છે.
અવશ્ય જ અશુધ્ધ ભાવ મટે છે, અશુધ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસ્રવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે.”
જુઓ, અહીં પરિણતિને ઉપાદેય લીધી; નહીંતર ઉપાદેય તો ત્રિકાળી દ્રવ્ય છે. શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે ઉપાદેય છે.. અને અન્ય સમસ્ત વિકલ્પ હેય છે તે બતાવવું છે. પરમાનંદમૂર્તિ ભગવાન શુદ્ધસ્વરૂપે જે પરિણમન થયું તે પરિણમન-ઉપાદેય છે. પ્રગટ કરવા લાયક છે (તે અપેક્ષાએ) ઉપાદેય કહેવામાં આવ્યું છે. રાગ હેય છે તે કારણે રાગ છે જ નહીં, બંધન છે જ નહીં એમ કહેવામાં આવે છે.