________________
કલશામૃત ભાગ-૪ શુદ્ધ ચૈતન્યનો સમ્યક અનુભવ થયો ત્યાં નવાં કર્મનું કારણ એવો સર્વ આસવ રોકાય ગયો. આહાહા ! ગંભીર વાત છે. ગંભીરનો અર્થ કર્યો હતો. અનંત શક્તિએ બિરાજમાન તેમ કર્યો હતો. આગળ ઉપર કહ્યું કે – “અલભ્ય લભ્ય મધ્ય' ઊંડપ ઊંડપ એવો અર્થ કર્યો હતો. ગંભીર એટલે અલભ્ય, લભ્ય એવું મધ્યપણું પ્રાપ્ત ન થાય એમ સંસ્કૃતમાં તેનો અર્થ છે. “(ગંભીર) અલભ્ય લભ્ય જેના મૂળ મધ્ય પ્રાસ,” પ્રાપ્ત ન થાય એટલું ગંભીર છે. આહાહા! ભગવાન સ્વભાવે ગંભીર છે. અને આ તેના પરિણામ થયા તે પણ ગંભીર છે એમ કહે છે. તેમ અહીંયા પણ પરિણામની યોદ્ધાની વાત છે. અનંત શક્તિએ બિરાજમાન છે – ગંભીર છે. આહાહા! “અલભ્ય મધ્ય” અથવા એ જે સમ્યગ્દર્શનના પરિણામ જે થયા તે અલભ્ય મધ્ય છે. તેનું મધ્યપણું પ્રાપ્ત ન થાય તેવી ગંભીર ચીજ છે. આ મૂળ વાતનું વર્ણન છે.
વળી કેવો છે?દ્રવ્યવધાન સર્વાન રુન્યન” જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુગલપિંડ, તેનો (ભાવ) થાય છે.... ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એ કક્ષે ત્રાવગાહ, તેના સમૂહને.” [ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે; ](સર્વાન) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને (જૈન) રોકતો થતો.”
ભાવાગ્નવ રોકાય ગયા તો દ્રવ્યાસવ પણ રોકાય જાય છે એમ કહે છે. આહાહા ! ભાવાગ્નવ સર્વથા રોકાય ગયા તો કર્મ બંધાવા સર્વથા રોકાય ગયા. આમ તો દસમા ગુણસ્થાને છ કર્મ બંધાય છે. અહીંયા તો સમ્યગ્દર્શન થયું તો સર્વ કર્મ, જડકર્મ પણ રોકાય ગયા. મિથ્યાત્વ સંબંધી અને અનંતાનુબંધીને કારણે જે કર્મ આવતા હતા તે કર્મ રોકાય ગયા. સંસારનું મૂળ તો એ હતું. ભારે કામ બાપુ! આમાં કોઈ ઉપલક દૃષ્ટિએ એક-બે શબ્દો પકડી ત્યે તો સમજાય એવું નથી. આહાહા ! આ તો ગંભીર ચીજ છે.
ભાવાર્થ આમ છે કે – કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધભાવ થતો થકો રાગાદિ અશુધ્ધ પરિણામનો નાશ કરે છે, આસવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. એવું કહે છે તેવું છે -
કોઈ અજ્ઞાની એમ કહે કે – નવા કર્મ તો જે આવવાવાળા છે તે આવશે જ ! તેને શું કહે છે? તેને શું કહે છે? અશુધ્ધ પરિણામ મટે અને કર્મ જે આવવાવાળા છે તે આવે જ – એ તારી ખોટી વાત છે.
- “કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધભાવ થતો થકો રાગાદિ અશુધ્ધ પરિણામનો નાશ કરે છે, આસ્રવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું નથી.” કર્મ જે આવતા હતા તે બિલકુલ રોકાય જાય છે. આહાહા ! જુઓ, સમ્યગ્દર્શનનું મહાભ્ય! સ્વભાવનો અનુભવ થયો તેનું મહાભ્ય...! બાકી બધાં થોથાં છે. સમજમાં આવ્યું?