________________
કલશ-૧૧૪
૧૩ શું કહ્યું? આત્માના - શુદ્ધ ચૈતન્યના સમ્યગ્દર્શનના પરિણામ થયા તો અશુધ્ધચેતના – અશુધ્ધ પરિણામ રોકાય ગયા. કોઈ અજ્ઞાની કહે કે – કર્મ જેવા છે તેવા અને જે આવવાવાળા છે તે આવશે જ, તેને કહે છે કે – તારી વાત ખોટી છે. કર્મ પણ રોકાય ગયા અને આસ્રવ પણ રોકાય ગયા; બન્ને રોકાય ગયા.
“જીવ શુદ્ધભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુધ્ધ ભાવ મટે છે”, આહાહા ! જીવના શુદ્ધભાવરૂપ પરિણમતાં! સ્વરૂપે તો શુદ્ધ છે જ પરંતુ પર્યાયમાં શુદ્ધભાવરૂપ પરિણમતાં, અશુધ્ધભાવ અવશ્ય મટે છે. અત્યારે અહીંયા આ રીતે કહ્યું, જ્યારે ગઈકાલે એમ આવ્યું હતું કે – અશુધ્ધતાનો સ્વાદ આવે છે. જ્ઞાનીને આનંદનો સ્વાદ છે અને અશુધ્ધતાનો પણ સ્વાદ છે. એ સાધકની જ્ઞાનની અપૂર્ણ દશા બતાવવા તે વાત કહી. જ્યારે અહીંયા તો મિથ્યાત્વનો નાશ થતાં સમકિત થયું તો ભાવાસ્રવ પણ રોકાય ગયા... અને દ્રવ્યાસવ-કર્મ પણ રોકાય ગયા એમ કહ્યું. આહાહા ! ત્યાં એમ લીધું કે – મુનિને પણ જેટલી અશુધ્ધતા છે એટલી અશુધ્ધતાનો સ્વાદ છે. અહીંયા આ કળશમાં કહે છે – જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં અશુધ્ધભાવ છે જ નહીં. કર્મમાત્ર જે આવવાવાળા છે તે આવતા જ નથી એ વાત કઈ અપેક્ષાએ કહી છે.
આ વાતને પકડે કે – જુઓ, અહીંયા કહ્યું છે કે તેમાં જરી પણ અશુધ્ધતા છે જ નહીં. અશુધ્ધતા નથી તેમ દુઃખ પણ નથી. તેને હવે બિલકુલ કર્મ આવતા જ નથી. એ વાત કઈ અપેક્ષાથી છે. સમાજ ભાઈ !
દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં સોગાનીજીએ એમ કહ્યું કે – જ્ઞાનીને પણ જેટલો રાગ આવે છે એટલું દુઃખનું વેદન છે. જ્યારે આ કળશમાં ના પાડે છે – કે જ્ઞાનીને અશુધ્ધભાવ છે જ નહીં. કર્મ નથી એ તો કે અપેક્ષાએ કથન છે. કે – જ્ઞાનીને મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષના ભાવ નથી. અસ્થિરતાના ભાવ છે પરંતુ તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યા છે. આહાહા ! સમજમાં આવ્યું?
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે,” જ્યાં જે અપેક્ષાએ જે કહ્યું હોય તે અપેક્ષાએ સમજવું જોઈએ. એકાન્ત પકડી લ્ય કે – જોયું! જ્ઞાની-સમકિતીને અશુધ્ધતાના પરિણામ બિલકુલ નથી અને કર્મ પણ નથી.
અહીં મિથ્યાત્વની વાત છે. અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વમાં વિપરીત માન્યતા એ આસવભાવ છે. દર્શનમોહ કર્મનો અભાવ છે – મૂળ તો એ ચીજ હતી તે રોકાય ગઈ પછી થોડા કર્મ છે. તેને અહીંયા ગૌણ કરીને ના કહી દીધી છે. સમકિતીને બિલકુલ અશુધ્ધતા નથી, બિલકુલ કર્મ છે જ નહીં તેમ નથી.
આહાહા ! છઠ્ઠા ગુણસ્થાને મુનિને પંચમહાવ્રતના પરિણામ ઉત્પન્ન થાય છે. તે અશુધ્ધતા છે. અહીં તો કહે છે કે સમકિત થયું ત્યાં અશુધ્ધતા રોકાય ગઈ. ત્યાં છઠે ગુણસ્થાને પંચમહાવ્રત છે તે અશુધ્ધતા રોકાય ગઈ. ત્યાં છકે ગુણસ્થાને પંચમહાવ્રત છે તે અશુધ્ધતા છે અને