________________
કલશ-૧૧૫
( ઉપજાતિ ) भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो
૧૫
निरास्रवो ज्ञायक एक एव ।। ३ - ११५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “અયં જ્ઞાની નિરાન્સવ: વ" (અયં) દ્રવ્યરૂપ વિધમાન છે તે (જ્ઞાની) જ્ઞાની અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ (નિરાખવ: વ) આસ્રવથી રહિત છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને નોંધ કરી (સમજપૂર્વક )વિચારતાં આસ્રવ ઘટતો નથી. કેવો છે જ્ઞાની ? “y :” રાગાદિ અશુધ્ધ પરિણામથી રહિત છે, શુદ્ધસ્વરૂપ પરિણમ્યો છે. વળી કેવો છે? “જ્ઞાયજ્ઞ:” સ્વદ્રવ્યસ્વરૂપ-૫૨દ્રવ્યસ્વરૂપ સમસ્ત શેય વસ્તુઓને જાણવાને સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાયકમાત્ર છે, રાગાદિ અશુધ્ધરૂપ નથી. વળી કેવો છે ? “સવા જ્ઞાનમયૈભાવ:”(સવા) સર્વ કાળ ધારાપ્રવાહરૂપે ( જ્ઞાનમય ) ચેતનરૂપ એવો છે ( પુમાવ: ) એકપરિણામ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા; જ્ઞાનમાત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું. નિરાસવપણું સમ્યગ્દષ્ટિ જીવને જે રીતે ઘટે છે તે કહે છે-“ભાવાવામાવં પ્રપન્ન:” (ભાવાત્સવ )મિથ્યાત્વરાગ-દ્વેષરૂપ અશુધ્ધ ચેતનાપરિણામ, તેનો (સમાવં) વિનાશ, તેને (પ્રપન્ન:) પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે-અનંત કાળથી જીવ મિથ્યાર્દષ્ટિ હોતો થકો મિથ્યાત્વ-રાગદ્વેષરૂપ પરિણમતો હતો, તેનું નામ આસવ છે. કાળલબ્ધિ પામતાં તે જ જીવ સમ્યક્ત્વપર્યાયરૂપ પરિણમ્યો, શુદ્ધતારૂપ પરિણમ્યો, અશુધ્ધ પરિણામ મટયા, તેથી ભાવાસવથી તો આ પ્રકારે રહિત થયો. “દ્રવ્યાસવેમ્ય: સ્વત: વ મિત્ર:” ( દ્રવ્યાન્નવેમ્સ:) જ્ઞાનાવ૨ણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે પુદ્ગલપિંડ, તેમનાથી ( સ્વત: ) સ્વભાવથી ( મિત્ર: પુવ ) સર્વ કાળ નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે-આસવ બે પ્રકારનો છે. વિવ૨ણ-એક દ્રવ્યાસવ છે, એક ભાવાસવ છે. દ્રવ્યાસવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશોમાં પુદ્ગલપિંડ તે; આવા દ્રવ્યાસવથી જીવ સ્વભાવથી જ રહિત છે. જોકે જીવના પ્રદેશો અને કર્મ-પુદ્ગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે ૨હે છે તોપણ ૫૨સ્પ૨ એકદ્રવ્યરૂપ થતા નથી, પોતપોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદ્ગલપિંડથી જીવ ભિન્ન છે. ભાવાસવ એટલે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ અશુધ્ધ ચેતનપરિણામ; આવા પરિણામ જોકે જીવને મિથ્યાર્દષ્ટિ-અવસ્થામાં વિદ્યમાન જ હતા તોપણ સમ્યક્ત્વરૂપ પરિણમતાં અશુધ્ધ પરિણામ મટયા; તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાસવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ છે. ૩-૧૧૫.